Friday, November 22, 2024
Homeસમાચારવિદ્યાર્થીઓ અને યુવાનોમાં લેખનની પ્રતિભાને વિકસાવવા એસઆઇઓ ગુજરાત દ્વારા એક દિવસીય 'રાઇટર્સ...

વિદ્યાર્થીઓ અને યુવાનોમાં લેખનની પ્રતિભાને વિકસાવવા એસઆઇઓ ગુજરાત દ્વારા એક દિવસીય ‘રાઇટર્સ વર્કશોપ’નું આયોજન

તારીખ 24 માર્ચ 2019 રવિવારના રોજ અહમદાબાદના સુફ્ફા સેન્ટરમાં સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા, ગુજરાત અને યુવા સાથી માસિક દ્વારા ત્રિમાસિક હ્યુમન રીસોર્સ ડેવોલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ “યુવા સાથી રાઈટર્સ વર્કશોપ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને નવયુવાનોમાં લખવાની ઉત્સુકતા પેદા થાય અને યુવા સાથી, એસઆઈઓ તેમજ સમાજ માટે એક સારા યુવાન લેખકો પેદા થાય તે હતો. આ કાર્યક્રમમાં એસઆઈઓના વર્તમાન હોદ્દેદારો, ભૂતપૂર્વ જવાબદારો, મેમ્બર્સ તથા બીજા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમની શરૂઆત કુરઆન પઠનથી કરવામાં આવી. ત્યાર બાદ અન્ય વક્તાઓ કે જેમણે “કેવી રીતે શ્રેષ્ઠ લેખ લખવો, બુક રીવ્યુ રાઇટીંગ, ન્યૂઝ રિપોર્ટ રાઇટીંગ, કરંટ ઇસ્યૂ રાઇટીંગ, ફિલ્મ રીવ્યુ રાઇટિંગ” વગેરે વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ખાસ મહેમાનો તરીકે પત્રકાર હબીબ શેખ સાહેબ (ગુજરાત સમાચાર) અને પત્રકાર ખલીક એહમદ સાહેબ (ઇન્ડિયન એક્સપ્રેસ) ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પોતાના પત્રકારત્વના અનુભવો રજુ કર્યા અને કેવી રીતે અર્થપૂર્ણ લેખો લખવા તે વિશે વિસ્તૃતમાં સમજણ આપી હતી. જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખ શકીલ એહમદ રાજપુત સાહેબે આપેલ વિષય ઉપર ખુબ જ સરસ વાત કરી અને ઉત્સાહી યુવા લેખકોને આર્ટિકલ રાઇટીંગ ઉપર ખુબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં જનાબ સઇદ શેખ, બિ. કલીમ અન્સારી અને બિ. જાબિર એહમદ માનીગરને યુવા સાથીમાં તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ એપ્રિસિએશન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓની સ્વ-લેખન તરીકે એક કસોટી લેવામાં આવી જેમાં દરેક વિદ્યાર્થીને એક વિષય આપીને તેમની પાસે લેખ લખાવવામાં આવ્યો. અંતમાં એસઆઇઓ,ગુજરાતના ઝોનલ પ્રેસિડેન્ટ બિ. સાકીબ મલેક દ્વારા સમાપન ઉદ્બોધન કરવામાં આવ્યું અને સમાજમાં નવા યુવા લેખકો તૈયાર થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments