જમાઅતે ઇસ્લામી હિંદનો તેની સાથે કોઈ સંસ્થાકીય અને કાયદાકીય સંબંધ નથી
નવી દિલ્હી,
જમાઅતે ઇસ્લામી હિંદના મીડિયા સચિવ સૈયદ તન્વીર અહમદે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે મીડિયા સ્ત્રોતો અનુસાર NIAએ આજે દિલ્હીના અમુક સ્થળો ઉપર દરોડા પાડયા અને દસ્તાવેજો જપ્ત કર્યા છે, આ જ ક્રમમાં હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશનની કચેરીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ પછી અમુક ટી.વી. ચેનલો જેમાં વિશેષ રીતે રીપબ્લિક ટીવી સામેલ છે, તેઓ આ બાબતને આ રીતે રજૂ કરવા માંડ્યા જાણે હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન જમાઅતે ઇસ્લામી હિંદની કોઈ પેટા સંસ્થા છે. જ્યારે ફાઉન્ડેશન એક અલગ અને સ્વતંત્ર સંસ્થા છે. તે ન તો જમાઅતની કોઈ પેટા સંસ્થા છે, અને ન જ તેનાથી જમાઅતનો કોઈ સંસ્થાકીય અને કાયકાદીય સંબંધ છે.
વધુમાં જણાવ્યું કે અમે મીડિયાથી આ કહેવા માગીએ છીએ કે ગમે તે રીતે જમાઅતે ઇસ્લામી હિંદને આ મામલામાં ખેંચવાનો પ્રયાસ ન કરે. જમાઅતે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધું છે. જમાઅતને બદનામ કરવાની શરમજનક કોશિશને ક્યારેય સ્વીકારી શકાય નહીં. આ સંદર્ભે જમાઅતે ઇસ્લામી હિંદ પોતાના કાનૂની સલાહકારોની સલાહ-મસલતથી તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી વિશે વિચારી રહી છે.
પ્રસ્તુતકર્તાઃ મીડિયા વિભાગ, જમાઅતે ઇસ્લામી હિંદ