અહમદાબાદઃ 8 ડિસેમ્બર, 2024, રવિવારના રોજ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાની અધ્યક્ષતામાં યોજાયેલ સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) ગુજરાતની પ્રદેશ સલાહકાર સમિતિની બેઠકમાં મુનવ્વર હુસૈનને 2025-2026 બે વર્ષ માટે SIO ગુજરાત ઝોનના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
મુનવ્વર હુસૈન સંગઠનમાં લાંબો અનુભવ ધરાવતા એક સક્ષમ લીડર છે. તેમણે SIO માં રાજ્ય અને કેન્દ્ર સ્તરની અનેક મહત્વની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. નિશ્ચય, હિંમત, સંઘર્ષ અને દૃઢતા તેમના મુખ્ય ગુણો છે. તેમની જબરદસ્ત સંગઠનાત્મક કુશળતા પણ પ્રશંસનીય છે. વર્તમાન જવાબદારી સંભાળતા પહેલા તેઓ નવી દિલ્હી ખાતે સંગઠનના રાષ્ટ્રીય સચિવ, એસ.આઈ.ઓ. ગુજરાત પ્રદેશના ઝોનલ સેક્રેટરી અને કેમ્પસ સેક્રેટરી તરીકે પણ કાર્યરત રહી ચૂક્યા છે. તેમણે યુવાસાથીના સંપાદકીય મંડળના સભ્ય તરીકે પણ સેવા આપી છે. તેમણે કોમર્સ અને education – શિક્ષણ બંનેમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
SIO ગુજરાતની પ્રદેશ સલાહકાર સમિતિએ દાનિશખાનને સંગઠનના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા. સ્ટેટ જનરલ સેક્રેટરી દાનિશ ખાન છેલ્લા કેટલાય વર્ષોથી SIO ગુજરાતમાં સતત ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે રહ્યા છે. અન્ય સેક્રેટરીઝ તરીકે ઇબ્રાહીમ શેઠ, રાશિદ કુરૈશી, સાદિક શેખ, ફૈસલ અન્સારી નિયુક્ત થયા છે.