પ્રેમ એક પવિત્ર શબ્દ છે. પ્રેમ થકી જ આ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય છે. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ અને મૂડીવાદી લોકોના ભૌતિક સ્વાર્થ અને લાભો મેળવવાની માનસિકતાએ આજે પ્રેમનું સ્વરૂપ બદલી નાખ્યું છે. પરિસ્થિતિ આ છે કે સજ્જન વ્યક્તિને પોતાની જીભથી ‘પ્રેમ’ શબ્દ કાઢવામાં જ ધ્રૂજારી છૂટી જાય છે. તેને બદનામીનો ડર લાગે છે. ‘વેલેન્ટાઈન ડે’ કશું નથી પરંતુ પૈસા વેડફવા અને પશ્ચિમી સંસ્કૃતિ ફેલાવવાનું એક ષડયંત્ર છે.
ભારતમાં વેલેન્ટાઇન ડેનું બજાર આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલું છે. આમાંથી ફક્ત ફૂલોનો ઉદ્યોગ જ ૫૦૦ કરોડ રૂપિયા જેટલો છે. ખરીદીમાં પુરુષ ગ્રાહકોનો હિસ્સો ૫૨%થી વધુ છે. વેલેન્ટાઇન વીક દરમિયાન લગભગ ૫ લાખ ફૂલોના દાણા વેચાય છે, જેમાંથી ૭૦% ગુલાબ હોય છે. આ આંકડાઓ ભારતમાં વેલેન્ટાઇન ડેના વધતા જતા વ્યાપારીકરણને દર્શાવે છે.
વ્યાવસાયિકરણના આ યુગમાં જેમ શિક્ષણ અને મનોરંજનને વેચવામાં આવ્યું છે, તેમ જ પ્રેમ જેવા મધુર અને પવિત્ર સંબંધને વેચવાની દુકાનો પણ લાગી ચૂકી છે. ઘણી બધી (હોલમાર્કસ, આર્ચીવ્ઝ વગેરે) મલ્ટીનેશનલ કંપનીઓ તથા મૂડીવાદી વિચારધારા ધરાવનાર લોકોએ વેલેન્ટાઈનના જીવનની સામાન્ય ઘટનાને આકર્ષણ ઉપજાવનાર વસ્તુઓના માધ્યમથી યોજનાબદ્ધ રીતે વેપાર કરવા માટે યુવાનોમાં પ્રચલિત કર્યો છે.
વેલેન્ટાઈન ડેના નામે પ્રેમને અશ્લીલ બનાવી દેવામાં આવ્યું છે. ક્ષણિક આકર્ષણને પ્રેમનું નામ આપી અનૈતિક સંબંધોને વેગ આપવામાં આવે છે, જેના કારણે સમાજમાં ચરિત્રહીનતા, લગ્નોત્તર સંબંધો, હત્યા, આત્મહત્યા, સામાજિક તણાવ, પારિવારિક ટકરાવ, ધનનો દુરૂપયોગ, શૈક્ષણિક નુકસાન અને માનસિક ચિંતા જેવી અનેક બુરાઈઓ ફેલાઈ રહી છે. આ એક વિષમય વૃક્ષ છે, જેની મૂળમાં છે વેલેન્ટાઈન ડે.
નૈતિક શિક્ષણ સંકુલની રચના કરવી – દુષણોને ફેલાતા અટકાવવું.
દરેક વિદ્યાર્થીની નૈતિક જવાબદારી છે કે આ “અનૈતિક ડે”નું નૈતિકતાથી બહિષ્કાર કરવું જોઈએ. યાદ રાખો, જો તમે આવું ન કર્યું તો તમે નરકના ઈંધણ બની શકો છો, કેમ કે આપણો પાલનહાર આપણું નિરીક્ષણ કરી રહ્યો છે. તે આપણું હિસાબ લેવા સક્ષમ છે અને એક દિવસ ચોક્કસપણે હિસાબ લેશે.