નવી દિલ્હીઃ સ્ટુડન્ટ ઇસ્લામીક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO)એ સોમવારના દિવસે નવી દિલ્હી ખાતે નીટ (2024)ની પરીક્ષામાં થયેલા ઘોટાળાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી. આ મામલે SIOએ સુપ્રિમકોર્ટમાં એક અરજી દાખલ કરી. જેમાં નીટની કાઉન્સીલીંગને રોકવા અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા કરવામાં આવેલી પ્રક્રિયાની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા કરવાની માંગ કરી.
SIOના રાષ્ટ્રીય સચિવ ડૉ. રોશન મોહિયુદ્દીને NTAની કાર્યપ્રણાલી અને પરિણામ જાહેર થયા પછી જે એક પછી એક ઘટનાઓ બની તેના પર ચિંતા વ્યક્ત કરી. એમણે કહ્યું કે 15 દિવસની છૂટ આપી હોવા છતા, 9મી એપ્રિલે રજીસ્ટ્રેશન પોર્ટલ અચાનક ફરી ખોલી દેવાયું, જે ખૂબ જ અનિયમિતતા દર્શાવે છે. એના સિવાય બિહારમાં પેપર ફૂટી જવું અને ગુજરાત અને નોયડામાં માલફંકશનિંગની જે ઘટનાઓ બની, જેના પરિણામે આ પરીક્ષાની વિશ્વસનિયતા ઓછી થઈ ગઈ.
એના સિવાય, ગ્રેસ અંકોની ફાળવણીની પારદર્શકતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરે છે, જો કે NTA દાવો કરે છે કે આ બધું ‘સમયની અછત’ના લીધે થયું છે, પરંતુ તેઓ આ સાબિત કરી શક્યા નથી.
કોઈ પણ જાણકારી આપ્યા વગર, ટિવ્ટર પર CLAT પરિણામો વિશે 2018માં સુપ્રિમકોર્ટના નિર્ણયનો દાખલો આપવાથી આ આખી ઘટના પર શંકા વધુ વધી જાય છે. આ પાછળથી આપેલા ખુલાસાઓ એ સાબિત કરે છે કે પરીક્ષાની પ્રક્રિયામાં કંઈક ગંભીર ગડબડ થઈ છે, જે છૂપાવવા માટે આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે.
20થી લઈને 720 સુધી ગ્રેસ માર્કસની જે ફાળવણી થઈ તેના પાછળનું તર્ક ખૂબ જ અસ્પષ્ટ છે. NTAની લાપરવાહી 1,600 અરજદારોના ગ્રેસ માર્કસની ફાળવણીમાં જે NTAની લાપરવાહી તેની શંકાશીલ કાર્યપ્રણાલી જાહેર કરે છે. એના સિવાય, વ્યક્તિગત તપાસ કર્યા વગર ઉચ્ચતર સમિતિની બેઠકના સભ્યોની ફાળવણી તેની ઇમાનદારી પર પ્રશ્નો ઊભા કરે છે.
SIOના રાષ્ટ્રીય સચિવ અબ્દુલ્લાહ ફૈજે સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે ઓછી તકો પર વાત કરી. એમણે એ ચોંકાવનારી વાત પર પણ પ્રકાશ પાડ્યો કે કેટલાયે વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્કસ મળ્યા છે, જેમાં 67 વિદ્યાર્થીઓ તો હરિયાણાની એક જ શાળાના છે. એક જ કેન્દ્રમાં ટોપર્સની આટલી બધી સંખ્યા એક જ સાથે જોવામાં મળે તે પરીક્ષાની પ્રણાલીની પ્રામાણિકતા પર ગંભીર શંકા ઊભી કરે છે.
એના સિવાય, આ આખી ઘટનાને કારણે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર જે અસર પડે છે તેના વિશે વિચારવા પર જોર આપ્યું.
હાલમાં જ પરિણામ જાહેર થયા બાદ એક વિદ્યાર્થીના આત્મહત્યાના બનાવે પીડિતોના દુઃખ અને દર્દને જાહેર કર્યા.
SIOના રાષ્ટ્રીય સચિવે એ પણ બાહેઘરી આપી કે અમે આવા પીડિતોની સાથે છીએ, કેમ કે અમે ન્યાય અને આવા મહત્ત્વના મુદ્દાઓનું સમાધાન ઇચ્છીએ છીએ.