ગુવાહાટી: આસામની એક મહિલાની વાર્તા, જેણે પોતાના અને તેના પતિની નાગરિકત્વ સાબિત કરવા માટે 15 પ્રકારનાં દસ્તાવેજો રજૂ કર્યા. પરંતુ તે ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં હારી ગઈ. જ્યારે તેણે આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો ત્યારે તે ત્યાં પણ હારી ગઈ. હવે તે જીવનથી હારતી જોવા મળી રહી છે. બધા જ પૈસા કેસ લડવામાં ખર્ચ થઈ ગયા છે. પતિ બીમાર છે, પુત્રી પાંચમાં ધોરણમાં ભણે છે. દોઢ સો રૂપિયા દૈનિક વેતનમાં કેવી રીતે જીવન વ્યતીત કરશે, અને નાગરિકતા પણ ગુમાવવી પડી છે. પતિ-પત્નીનો દરેક ક્ષણ ભયમાં પસાર થઈ રહ્યો છે.
આસામમાં રહેતી 50 વર્ષીય મહિલા, જે ખૂબ જ મુશ્કેલીથી પોતાના પરિવારને ઉછેરવામાં સક્ષમ છે, પોતાને ભારતીય નાગરિક સાબિત કરવા માટે એકલા હાથે લડત લડી રહી છે. ટ્રિબ્યુનલ દ્વારા વિદેશી જાહેર કરાયેલ જુબેદા બેગમ હાઈકોર્ટમાં તેની લડત હારી ચૂકી છે, અને સુપ્રીમ કોર્ટ તેનાથી ઘણી દૂર લાગે છે. જુબેદા ગુવાહાટીથી લગભગ 100 કિમી દૂર બકસા જિલ્લામાં રહે છે. તે તેના પરિવારની એકમાત્ર કમાનાર સભ્ય છે. તેનો પતિ રઝાક અલી લાંબા સમયથી બીમાર છે. દંપતીને ત્રણ પુત્રી હતી, જેમાંથી એક અકસ્માતમાં મૃત્યુ પામી હતી અને બીજી ગુમ થઈ હતી. સૌથી નાની અસ્મિના પાંચમા ધોરણમાં ભણે છે.
જુબેદા અસ્મિનાના ભવિષ્ય વિશે વધુ ચિંતિત છે. તેની મોટાભાગની કમાણી તેની કાનૂની લડાઇમાં ખર્ચ કરવામાં આવે છે, જેમાં તેની પુત્રીને ઘણી વખત ભુખ્યા સૂવું પડે છે. જુબેદા કહે છે, ‘મને ચિંતા છે કે એ પછી મારું શું થશે? મેં મારી જાત માટે આશા ગુમાવી છે.
ગોયાબારી ગામની રહેવાસી મહિલાને 2018માં ટ્રિબ્યુનલ દ્વારા વિદેશી જાહેર કરાઈ હતી. હાઈકોર્ટે તેના અગાઉના એક આદેશનો હવાલો આપીને તેમના દ્વારા રજૂ કરેલા દસ્તાવેજો – જમીન મહેસૂલ રસીદ, બેંક દસ્તાવેજો અને પાનકાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આંસુથી ભરેલી આંખોથી જુબેદા કહે છે, ‘મારી પાસે જે હતું તે મેં ખર્ચ કર્યુ છે. હવે મારી પાસે કાનૂની લડત લડવાના એક પણ સંસાધનો નથી.’
જુબેદા બેગમે ટ્રિબ્યુનલ સમક્ષ તેના પિતા જાવેદ અલીના વર્ષ 1966, 1970, 1971 ની મતદાર યાદી સહિત 15 દસ્તાવેજો રજૂ કર્યા હતા. પરંતુ ટ્રિબ્યુનલનું કહેવું છે કે તેણી તેના પિતા સાથેની કડીના સંતોષકારક પુરાવા રજૂ કરી શકી નથી. જન્મ પ્રમાણપત્રને બદલે, તેને તેના ગામના વડા પાસેથી પ્રમાણપત્ર મેળવ્યું અને તેણે તે રજૂ કર્યું. આ પ્રમાણપત્રમાં તેના પરિવારનું નામ અને જન્મ સ્થળ હતું. પરંતુ ન તો ટ્રિબ્યુનલે તેની વિચારણા કરી કે ન અદાલતે.
ગામના વડા ગોલાક કાલિતાએ કહ્યું, ‘મને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યો. મેં કહ્યું કે હું તેને ઓળખું છું, તેણે કાયદેસર રીતે તેમના રહેવાની પુષ્ટિ પણ કરી હતી. અમે ગામના લોકોને તેમના કાયમી રહેઠાણ તરીકે પ્રમાણપત્રો આપીએ છીએ. ખાસ કરીને છોકરીઓ કે જેઓ લગ્ન પછી દૂર થઈ જાય છે.’
બ્રહ્મપુત્રા નદીનું જ્યારે ધોવાણ થયું ત્યારે જુબેદા અને રઝાકના માતાપિતા તેમની જમીન ગુમાવી બકસા ગામના આ ગામમાં આવ્યા. એક લાખ રૂપિયામાં કેસ લડવા તેણે જુબેદાની માલિકીની ત્રણ વીઘા જમીન પણ વેચી દીધી હતી. હવે તે પ્રતિ દિવસના 150 રૂપિયામાં કામ કરે છે.
જુબેદાના પતિ કહે છે, અમારી પાસે જે હતું તે અમે ખર્ચ કર્યું. કંઈ કામ ન આવ્યું. એનઆરસીમાં પણ નામ ન આવ્યું. આશા મરી રહી છે, મૃત્યુ નજીક આવી રહ્યું છે.
(સૌજન્ય એનડીટીવી)