ડા. ઉમર ફારૂક આફ્રીદી
શું તમે જાણો છો કે આપણા દેશ ભારતને દુનિયાની “ડાયાબિટીઝ કેપિટલ” “મધુપ્રમેહની રાજધાની” કહેવામાં આવે છે? આપણા ભારતમાં દર પાંચમી વ્યક્તિ મધુપ્રમેહ તથા સુગરની બીમારીથી લિપ્ત છે? ખરેખર, આ જાણીને તમે અચંબામાં જરૂર પડી જશો.
આ કેટલી ખતરનાક બીમારી છે તેનો અંદાજા એ વાતથી લગાવી શકાય છે કે આ બિમારીના લીધે ડાયાબિટીક રોગીને હાર્ટ અટેક, આંધળાપણું, stroke (આઘાત) તથા કિડની ફેલ થઈ શકે છે.
તેમ છતાં આ ભયથી ભારતમાં આ બીમારીને લઇને જાગૃતિ ખૂબ જ ઓછી છે. લાખો લોકોને ડાયાબિટીઝની ખબર ત્યારે પડે છે, જ્યારે તેના કારણે એને ઘણું નુકસાન પહોંચી જાય છે. આથી આજે હું આપની સાથે મધુપ્રમેહના લક્ષણો ઉપર એક વિગતવાર લેખ મૂકી રહ્યો છું.
ડાયાબિટીઝના લક્ષણો જાણવા પહેલાં આપણે જાણી લઈએ કે ડાયાબિટીઝ શું હોય છે અને તેના બે મુખ્ય પ્રકાર કયા કયા છે?
મધુપ્રમેહ શું હોય છે?
મધુપ્રમેહ એક એવી બીમારી છે જેમાં રોગીના લોહીમાં glucoseની માત્રા (બ્લડ શુગર લેવલ) જરૂરતથી વધારે હોય છે અને તે નીચેના બે કારણોના લીધે થઈ શકે છે.
તમારૂં શરીર પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન પેદા નથી કરી રહ્યું તથા તમારી કોશિકાઓ બની રહેલા ઇન્સ્યુલિન પર પ્રતિક્રિયા નથી કરી રહી.
ડાયાબિટીઝના મુખ્ય બે પ્રકાર છે.
Type 1 diabetic: જેમાં શરીર ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે, અને દર્દીને ઇન્જેક્શન દ્વારા ઇન્સ્યુલિન આપવું પડે છે.
Type 2 diabetic : તેમાં શરીર ઇન્સ્યુલિન તો બનાવે છે પણ આપણી કોશિકાઓ તેની ઉપર પ્રતિક્રિયા નથી કરતી. ઘણાં લોકોમાં આ Type 2 diabetic જોવા મળે છે. તો હવે આપણે તેના વિશે વિસ્તૃતમાં સમજીએ.
મધુમેહના લક્ષણ/શુગરના લક્ષણ
૧. ભૂખ અને થાકઃ
તમારૂં શરીર તમે જે જમવાનું જમો છો તેને ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે જેને તમારી કોશિકાઓ એનર્જી/ ઊર્જા વાપરે કરે છે. પરંતુ તમારી કોશિકાઓને ગ્લુકોઝને અંદર લાવવા માટે ઇન્સ્યુલીનની જરૂર પડે છે.
જા તમારૂં શરીર પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન નથી બનાવતું અથવા જો બનાવતુ હશે તો તમારી કોશિકાઓ તેને resist કરે છે, જેથી glucoseમાં પ્રવેશી નથી શકતું અને તમારામાં ઉર્જા નથી રહેતી જેના કારણે તમને સામાન્ય લોકોની અપેક્ષાએ વધુ ભૂખ લાગે છે અને તમે થાકેલા હોવ તેવું અનુભવો છો.
૨. પેશાબ અને તરસ વધુ લાગવીઃ
સરેરાશ એક વ્યક્તિ દિવસમાં છ થી સાત વાર પેશાબ કરે છે. પરંતુ જો તમને તેનાથી વધારે વાર પેશાબ કરવી પડે છે તો તમને ડાયાબિટીઝ હોઈ શકે છે.
થાય છે એવું કે ડાયાબિટીઝના કારણે લોહીમાં શર્કરાનું લેવલ નોર્મલથી વધારે થઈ જાય છે. આમ થવા પર શરીર પેશાબ દ્વારા વધારાના શુગરને શરીરમાંથી બહાર નીકાળવાનો પ્રયાસ કરે છે. જા કે એક વાર પેશાબ કરવાથી લોહીમાં શર્કરાનું લેવલ ઓછું થતું નથી. એટલા માટે શરીર વધારાની શર્કરાને નીકાળવા માટે કિડનીને કામે લગાડે છે. કિડની લોહીને ફિલ્ટર કરી વારંવાર પેશાબ બનાવે છે અને રોગગ્રસ્ત વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે છે.
તરસ શા માટે લાગે છે?
પેશાબના માધ્યમથી શરીરમાંથી વધારાની શર્કરા બહાર નીકળવા માટે આપણું શરીર પહેલાં લોહીને પાતળું dilute કરે છે, જેના માટે તે શરીરમાં રહેલ તરલ પદાર્થ પાણીનો ઉપયોગ કરે છે. જેના લીધે શરીર dehydrated થઈ જાય છે અને વારંવાર તરસ લાગે છે.
૩. મોઢું સુકાવવું અને ખંજવાળ આવવીઃ
જા કે ડાયાબિટીક વ્યક્તિને વારંવાર પેશાબ આવે છે અને તે પેશાબ શરીરમાં રહેલા ફ્લૂઈડ્સ (તરલ)થી બને છે, એટલે બાકી વસ્તુ માટે moistureની ઉણપ થઈ જાય છે. આવું થવા પર તમે dehydrated અનુભવી શકો છે. શરીરમાં પાણીની ઉણપના કારણે મોઢું સુકાવવા લાગે છે અને ચામડીમાં moistureની ઉણપ ત્વચાને સૂકી કરીને ખંજવાળ પેદા કરે છે.
૪. અસ્પષ્ટ નજર/ Blurred Vision:
જેવું કે આપણે જાણીએ છીએ કે શરીરમાંથી વધારાની શર્કરા નીકાળવા માટે આપણું શરીર બ્લડને dilute કરે છે, જેના માટે તે શરીરમાં રહેલા પ્રવાહીનો ઉપયોગ કરે છે. ઘણી વખત પ્રવાહીના ભ્રમણના લીધે ઘણાં પ્રવાહી આંખોની લેન્સિસમાં જતાં રહે છે, જેનાથી લેન્સ ફૂલી જાય છે. ફૂલવાના કારણે લેન્સનો શેપ બદલાઈ જાય છે અને તે વ્યવસ્થિત ફોકસ નથી કરી શકતી. જેના કારણે વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. ઘણી વખત તેના વિરુદ્ધ પણ થાય છે, અર્થાત્ લેન્સિસમાં રહેલા fluids pull થઈ જાય છે અને ત્યારે પણ લેન્સનો આકાર બગડી જાય છે અને વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે.
૫. અચાનક વજન ઓછું થઈ જવુંઃ
જાે તમારૂં વજન અચાનક ઓછું થતું જતું હોય તો આ પણ ડાયાબિટીઝનું એક લક્ષણ હોઈ શકે છે. આવું ઘણી વખત Type-૧ ડાયાબિટીઝમાં થાય છે, પરંતુ અમુક વખતે Type -૨માં પણ આ લક્ષણ જોવા મળે છે.
હકીકતમાં આ ખામીને લીધે લોહીમાં રહેલ ગ્લુકોઝ શરીરની કોશિકાઓ સુધી નથી પહોંચતું અને કોશિકાઓ ગ્લુકોઝને ઉર્જાના રૂપમાં ઉપયોગ નથી કરતા. પરંતુ શરીરને તો ઉર્જા જોઈએ જ, એટલા માટે તેને ઉર્જા મેળવવા માટે શરીર ફેટ અને સ્નાયુને બાળવા લાગે છે. સ્પષ્ટરૂપે આવું થવા પર શરીરનું વજન ઝડપથી ઘટવા લાગે છે.
૬. ઉબકા અને ઊલટીઃ
જ્યારે શરીર પોતાની જરૂર જેટલી ઉર્જા પૂરી કરવા માટે ફેટ આરોગે છે ત્યારે તે તેની સાથે “ketones” બનાવે છે. કીતોન્સ તમારા લોહીમાં ભયજનક સ્તર સુધી વધી શકે છે, જેના લીધે તમને પેટમાં તકલીફ જેવું અનુભવાય છે અને તમને ઉબકા અને ઊલટીની ફરિયાદ થઈ શકે છે.
૭. યિસ્ટ તથા ફંગલ ઇન્ફેક્શનઃ
ડાયાબિટીક વ્યક્તિમાં ગ્લુકોઝ વધુ માત્રામાં હોય છે અને યિસ્ટને ખીલવા માટે ગ્લુકોઝ જોઈતું હોય છે. એટલા માટે જો તમને વારંવાર યિસ્ટ ઇન્ફેક્શન થઈ રહ્યું છે તો આ પણ મધુપ્રમેહનું લક્ષણ હોઈ શકે છે. સામાન્ય રીતે આ સંક્રમણ નીચે મુજબની જગ્યાઓ પર થાય છે.
આંગળીઓની વચ્ચે, સ્તનના નીચે, સેક્સ અંગો અને જાંગોની આસપાસ.
૮. ઘા બહુ લાંબા સમયે ભરાવાઃ
જા તમારો કોઈ ઘા ભરાવવામાં સામાન્યથી વધુ સમય લે છે, તો તમને ડાયાબિટીઝ હોઈ શકે છે. હકીકતમાં ડાયાબિટીઝના કારણે લોહીમાં વધી ગયેલી ગ્લુકોઝની માત્રા, ધીમે ધીમે તમારી નસોને પ્રભાવિત કરી શકે છે, જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ (circulation) ખરી રીતે નથી થતું. એવામાં ઘા લાગેલી જગ્યા પર પણ સારી માત્રામાં લોહી નથી પહોંચતું અને તેની સાથે આવનારી ઓક્સિજન અને nutrientsની આવક પણ અવરોધિત થઈ જાય છે, જેના લીધે ઘાને ભરાવવામાં સામાન્યથી વધારે સમય લાગે છે.
૯. હાથ પગમાં ખાલી ચઢવી / હાથ પગ નિષ્ક્રિય થઈ જવાઃ
જા તમને ડાયાબિટીઝ છે અને તમે તેને લાંબા સમય સુધી અંકુશમાં નથી રાખ્યું, તો તે તમારી નસોને નુકસાન પહોંચાડી શકે છે, જેને diabetic neuropathy કહે છે. હાથ-પગ આ નસોની મદદથી સિગ્નલ મોકલે છે. પરંતુ નસોને નુકસાન પહોંચવાને લીધે સિગ્નલ ખરી રીતે પહોંચતું નથી અને તમને હાથ પગમાં ખાલી ચઢી હોય તેવું મહેસૂસ થાય છે.
૧૦. પેઢામાં લોહી તથા સોજાઃ
મધુપ્રમેહ બીમારીઓથી લડવાની તમારી ક્ષમતાને નબળી કરી શકે છે, તેના કારણે તમારા પેઢાં અને દાંતોને પકડી રાખનારા હાડકાઓમાં ઇન્ફેક્શનનો ભય વધી જાય છે. એવામાં તમારા પેઢાં દાંતો પરથી હટી શકે છે, તથા તમારા પેઢામાં લોહી, પરૂ કે સોજા આવી શકે છે.
મધુપ્રમેહને silent killer પણ કહે છે, કેમ કે ઘણી વખત તેના લક્ષણ સ્પષ્ટ નથી હોતા અને જો થોડી ઘણી તકલીફ થાય પણ છે તો વ્યક્તિ તેને અવગણે છે અને જ્યારે બીમારી ખૂબ જ વધારે નુકસાન પહોંચાડે છે, ત્યારે તેની જાણ થાય છે. પરંતુ તમે આવું ન કરતા. આ ૧૦ લક્ષણોમાંથી જો તમને પણ એક લક્ષણ અનુભવાય, તો વહેલી તકે શુગરની તપાસ કરાવવી જોઈએ.
શુગરની તપાસ એકદમ સસ્તી છે. ૫૦ રૂપિયા fasting, ૫૦ રૂપિયા random. ઉપરાંત ત્રણ મહિનાની શુગરનું સ્ટેટસ તપાસ કરાવવા માટે ૩૫૦ રૂપિયાની આસપાસ Hba1c નામની તપાસ પણ કરાવી શકો છો.
Fasting વાળી તપાસમાં તમારે ભૂખ્યા પેટે સવારે લોહીના સેમ્પલ આપવાના હોય છે, જ્યારે random ટેસ્ટમાં તમારે જમીને બે કલાક પછી તમારૂંં લોહીનું સેમ્પલ આપવાનું હોય છે.
મિત્રો, ડાયાબિટીઝની બીમારી એક આજીવન બીમારી છે, જો તેના પર ધ્યાન આપવામાં નહી આવે તો તે આપણા માટે ઘાતક પુરવાર થઈ શકે છે, પરંતુ જો આપણે સમય પર જાણી લઈએ કે આપણે આ બીમારીથી પીડિત છીએ તો તેને અંકુશ કરવું પણ સહેલું છે. એટલા માટે સૌથી પહેલું પગલું એ છે કે આપણે તપાસ કરાવીએ કે આપણને મધુપ્રમેહ છે કે નહિ.
આશા છે આ લેખ તમારા માટે લાભદાયી સાબિત થશે. કૃપા કરીને આ લેખ તમારા નજીકના કૌટુંબિક સભ્યોને સાથે પણ શેયર કરો. •