લે. ડો. મુહમ્મદ રિઝવાન
તંત્રિકા મનો-વિજ્ઞાન (Neuro psychology) તંત્રિકા વિજ્ઞાન (Neuro science)ની સરખામણીમાં આધુનિક શાખા છે. જાે કે મગજ અને તેનાથી જાેડાયેલા રોગોનો ઉલ્લેખ પ્રાચીન મિસ્ર (ઇજિપ્ત)ના દાર્શનિક અરસ્તુના સંવાદોમાં પણ મળે છે, પરંતુ એંસીના દાયકાથી ન્યૂરોસાઇકોલોજી એક અલગ વૈજ્ઞાનિક શાખાના રૂપમાં વિકસિત થવા લાગી. આ વિજ્ઞાન મગજ (Brain) અને મન (Mind)ની વચ્ચે પરસ્પર ક્રિયાના અધ્યયનથી સંશોધન કરે છે. મૂળભૂત રીતે માનસિક રોગીઓ અથવા મગજ પર માર વાગવાથી થનારા રોગો અંગે સંશોધન કરવું આનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
ધીમે ધીમે વિજ્ઞાનને જ જ્ઞાનનું એક માત્ર માધ્યમ માનનાર “વિજ્ઞાનવાદ” (Scientism)ના પ્રભાવમાં અને કંઈક અનાવશ્યક જિજ્ઞાસાના આધાર પર આ ક્ષેત્રના સંશોધનકર્તાઓએ આના અધ્યયનના વર્તુળમાં ચેતના, ધર્મ, ધાર્મિક અનુભવ અને પારભૌતિક (Metaphysical) ઘટનાઓને પણ સામેલ કરી લીધી અને એક નવી શાખાનો જન્મ થયો જેને ધાર્મિક તંત્રિકા (Neuropsychology of Religion) કહેવામાં આવે છે.
હવે સ્થિતિ આ છે કે પાછલા ત્રીસ વર્ષોમાં ધાર્મિક માન્યતાઓ, અનુભવો અને ધાર્મિક ચેતનાની વ્યાખ્યા તંત્રિકા મનોવિજ્ઞાન હેઠળ કરવામાં આવે છે. ન્યૂરોસાઇકોલોજીમાં ન્યૂરોન (Neuron)માં થનારા રાસાયણિક પરિવર્તનો પર સંશોધન કરવામાં આવે છે. અર્થાત્ કોઈ ધાર્મિક અનુષ્ઠાનને કરતી વખતે તંત્રિકામાં ક્યું પરિવર્તન થાય છે? કયા રાસાયણિક પદાર્થો નીકળે છે? અને કોઈક ધાર્મિક પ્રતીકની તસ્વીરો જેમકે ક્રોસ, હિલાલ અને ઓમ વિ.ની તસ્વીરોથી મગજના ન્યૂરોલોજિકલ લેન્ડસ્કેપમાં કયા પરિવર્તન થાય છે; તેનું અધ્યયન કરીને ધાર્મિક આસ્થાઓ, પ્રતીકો અને આ પ્રકારના અન્ય પાસાઓની વ્યાખ્યા કરવામાં આવે છે. ન્યૂરોસાયકોલોજી પર હજારો લેખ લખવામાં આવ્યા છે. સેંકડો પુસ્તકો છે, સેંકડો સંશોધકો છે જે સામાજિક ડાર્વિનવાદ (Social Darwinism)ના માળખાનો ઉપયોગ કરીને અસ્તિત્વ, વિકાસ અને રિવાજાે (Rituals)નું વિશ્લેષણ કરે છે અને આ બતાવવાનો પ્રયાસ કરે છે કે ધર્મના તમામ વિચારો અને માન્યતાઓની સૌથી સરળ વ્યાખ્યા શક્ય છે અને ધર્મ કોઈ ઈશ્વરીય હેસિયત નથી ધરાવતો, બલ્કે ધર્મ એક માનવીય પ્રયાસ છે. મનુષ્યે જ આને બનાવ્યો છે અને મનુષ્ય જ આને વર્તે પણ છે. આરંભિક મનુષ્યરૂપી પ્રાણીઓને ત્યાં પણ રિવાજાે મોજૂદ હતા, અને માનવ સમાજમાં શરૂઆતમાં સરળ ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ જાેવા મળે છે, જેમકે પશુ-પૂજા વિ.
ન્યૂરોસાયકોલોજીમાં મગજ, મન, ચેતના અને સંજ્ઞાનાત્મક ક્ષમતા (Cognitive Potential)નું સ્તર, અને આ પ્રકારની ઘણી બધી અવધારણાઓ અને ચર્ચાઓ છે. ધાર્મિક ન્યૂરોસાયકોલોજીએ ધર્મ ધાર્મિક વિચારો, માન્યતાઓ અને પરંપરાઓને ફકત કેટલીક રાસાયણિક અંતઃક્રિયાઓ અને કેટલાક તંત્રિકા-તંત્રો (Neuronal net works) સુધી સીમિત કરવાનો પ્રયાસ કર્યો છે. ધાર્મિક ન્યૂરોસાયકોલોજી હેઠળ બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે બધા ધર્મો મનુષ્યોએ બનાવેલા છે, અને જેમ જેમ મનુષ્યોમાં ચેતનાનો વિકાસ થતો ગયો ધર્મ આકાર પામતા ગયા અને ધીમે ધીમે બહુદેવવાદ (Polytheism)થી એકેશ્વરવાદ (Monotheism) તરફ વિકસિત થયા.
તમામ ધાર્મિક અનુભવ જેમકે અંતજ્ર્ઞાન, સમગ્ર બ્રહ્માંડ અને સમાવેશનો આંતરિક અનુભવ અથવા મહાન અનુભવો (Great Experiences) અને ચેતનાની પરિવર્તિત અવસ્થા (Altered Conscious State) આ તમામનું ભૌતિક અને ન્યૂરોલોજિકલ ઔચિત્ય શક્ય છે. આ કોઈ અલૌકિક આયામ પોતાનામાં નથી ધરાવતા. વહ્ય (પ્રકાશના) અથવા અચાનક જ્ઞાન પ્રાપ્ત થવું (Sudden Enlightenment) મગજની એક વિશેષ અવસ્થા છે, આમાં કોઈ અલૌકિક સત્તાનો હસ્તક્ષેપ નથી.
ધર્મનું ન્યૂરોલોજિકલ અને મનોવૈજ્ઞાનિક ઔચિત્ય આ વાતની ગેરન્ટી આપે છે કે વિકાસવાદી માળખામાં ધર્મના તમામ આખ્યાનોને ઔચિત્ય આપી શકાય છે.
ન્યૂરોસાયકોલોજી હોય કે પછી તેની શાખાઓ તેના તમામ અધ્યયનોમાં આણવિક જીવ-વિજ્ઞાન અને અનુવાંશિક નિયતિવાદ (Genetic Determinism)ની અવધારણાઓએ તેને વધુ ઉભારી છે. અનુવાંશિક નિયતિવાદમાં આ બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે ધાર્મિક આસ્થાઓ અને ધાર્મિકતા માટે એક જીન અથવા જીનના કેટલાય સંયોજન (Combination) જવાબદાર હોય છે. અહીંથી જ ધાર્મિક ન્યૂરોસાયકોલોજીમાં સ્થાનીયકરણવાદી દૃષ્ટિકોણ (Localisationist View) પ્રભાવી થયો, એટલે કે આ દૃષ્ટિકોણ કે મગજના માત્ર ખાસ ભાગ જ વિભિન્ન આસ્થાઓ અને સામાજિક વ્યવહારો માટે જવાબદાર હોય છે અને મનુષ્યની અંદર પ્રાકૃતિક રૂપથી કોઈ વસ્તુ નાખવામાં નથી આવી.
આવી જ રીતે આ કહેવામાં આવ્યું છે કે મગજનો એક ખાસ ભાગ એ છે જે ધાર્મિકતા (Religiosity) માટે જવાબદાર હોય છે. આ ભાગમાં તંત્રિકા ગતિવિધિની ઉપસ્થિતિ હોવા કે ન હોવાના આધાર પર કોઈ વ્યક્તિ ધાર્મિક કે અધાર્મિક હોઈ શકે છે. ટૂંકમાં આ કે પોતાની માન્યતાઓ અનુસાર પ્રત્યેક વ્યક્તિ બસ મજબૂર હોય છે અને કોઈ સ્વતંત્ર ઇચ્છાશક્તિ (Freewill) નથી ધરાવતી. આથી ધાર્મિક અને અધાર્મિકની ચર્ચા જ વ્યર્થ છે. આ પણ કહેવામાં આવે છે આપણી તમામ ક્રિયાઓ માટે જવાબદાર માત્ર અને માત્ર જીન હોય છે. ધાર્મિકતાના જવાબદાર પણ જીન હોય છે.
જાે કે પાછળના સંશોધનોએ આ પુરવાર કરી દીધું કે જરૂરી નથી કે આ જીન ફકત ધાર્મિક વિશ્વાસ ધરાવતા લોકોમાં જ સક્રિય હોય, બલ્કે આને સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના આશાવાદ (Optimism)માં સક્રિય રીતે જાેવામાં આવ્યા. અને અન્ય સંશોધનોએ આ પણ જણાવ્યું છે કે ધાર્મિકતા જેવા ઉચ્ચસ્તરીય વ્યવહારને માત્ર એક જીન અથવા ફકત જીન સુધી જ સીમિત કરી શકાતા નથી. આવું એટલા માટે પણ છે કે આધુનિક સંશોધનોમાં અનુવાંશિક પ્રયોગોને સાપેક્ષિક ઠેરવવામાં આવ્યા છે તથા મગજના ખાસ ભાગોમાં એકથી વધુ ક્રિયાઓ માટે સમાન ન્યૂરોન્સ કે તંત્રિકા-તંત્ર (Neural Network) જવાબદાર હોય છે.
આથી નિશ્ચિત રૂપે કંઈ પણ કહેવું મુશ્કેલ થતું જઈ રહ્યું છે. ઉદાહરણ માટે મગજના એક ભાગ Amygdalta સંબંધે આ પુરવાર થયેલું છે કે આ ભયની ભાવના માટે જવાબદાર છે, પરંતુ એ જ ભાગ સંવેદના બોધ માટે પણ જવાબદાર છે. આ અંગે ડૉ. જેમ્સ જાૅન્સનું કહેવું છે કેઃ
“Cognition can not be reduced to either a single region of brain, nor a single network”
માનસિક શક્તિને મગજના કોઈ એક ભાગ સુધી સીમિત કરી શકાય નહીં. આથી, આ વાત પૂરા વિશ્વાસ સાથે કહી શકાય છે કે ધર્મ અને ધાર્મિકતા સંબંધે થઈ રહેલા સંશોધનો હજી તદ્દન પ્રારંભિક અવસ્થામાં છે અને વિશુદ્ધ વિજ્ઞાન આ પુરવાર કરવામાં નિષ્ફળ છે કે ધાર્મિકતા માટે કેટલાક વિશેષ જીન કે તંત્રિકા-તંત્ર જવાબદાર છે.
ન્યૂરોસાયન્સના આધાર પર નિર્મિત વિભિન્ન મોડલોમાં કેટલીય ખામીઓ છે. ઉદાહરણ માટે તંત્રિકા નેટવર્ક સંભવતઃ સીમિત કરી શકાય નહીં. તંત્રિકા નેટવર્કની મેપિંગ સામાન્ય રીતે એફએમઆરઆઈ (Functional Magnetic resonance imaging) અથવા અન્ય તન્કિકોની મદદથી કરવામાં આવે છે, જેમની પોતાની સીમાઓ હોય છે. તંત્રિકા નેટવર્કના તમામ મોડલ સામાન્ય રીતે કોમ્પ્યુટર એલ્ગોરિધમ દ્વારા બનાવવામાં આવે છે, આ એલ્ગોરિધમ અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI – Artificial Intelligence) ની પણ પોતાની સીમાઓ છે. આ અડધા-અધૂરા સંશોધનોએ વિજ્ઞાનવાદના પ્રભાવમાં એ કથાનક (Narrative) નિર્મિત કર્યા જેમના વૈજ્ઞાનિક આધાર ખૂબ જ કમજાેર છે.
ધાર્મિક ન્યૂરોસાયકોલોજીનું એક બીજું ઉજ્જવળ પાસું પણ છે. પાછલા ત્રીસ વર્ષોમાં ધાર્મિક ન્યૂરોસાયકોલોજીના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય પર પ્રભાવોથી સંબંધિત સેંકડો સકારાત્મક શોધ-પત્ર લખવામાં આવ્યા છે. આ શોધપત્ર ઉપરાંત બીજા પણ એવા શોધપત્રો છે, જેમણે ધર્મની સકારાત્મક ભૂમિકાને ઉજાગર કરી છે, તેમની સંખ્યા સેંકડોમાં છે.
જેમનાથી આ વાત પુરવાર થઈ ગઈ કે માનસિક સ્વાસ્થ્ય અને ધાર્મિકતા તથા આધ્યાત્મિકતાની વચ્ચે સીધો સંબંધ છે અને આ સંબંધ સકારાત્મક છે. ધર્મ ફકત આશા અને ઉદ્દેશ્ય આપે છે, એટલું જ નહીં બલ્કે એ મનુષ્યને ખરાબ પરિસ્થિતિનો સામો કરવામાં મદદ પણ કરે છે અને મનુષ્યમાં સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક પાસાઓથી સકારાત્મક ફેરફાર પણ જન્માવે છે.
આ વાત પણ સામે આવી કે ધાર્મિક ન્યૂરોસાયકોલોજી પોતાના મૂળ રૂપમાં સંતુલિત રાખી શકાય છે. આ ઉપરાંત આ વાત પણ ધ્યાનમાં રહેવી જાેઈએ કે આ વિજ્ઞાન ફકત “કેવી રીતે”ની વ્યાખ્યા છે, “શા માટે”ની નહીં. “કેવી રીતે”નો ઉત્તર જે વિકાસવાદી અવધારણાથી આપવામાં આવે છે એ વિકાસવાદી અવધારણા જ હોઈ તે કેટલાય સ્તરો પર ત્રુટિપૂર્ણ છે.
આ વાત ખોટી છે કે પરંપરાઓના ગર્ભથી ધર્મ જન્મ લે છે, એટલે કે પરંપરાઓથી વિકસિત થઈને ધર્મ બને છે. કેમકે આનંદ કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી. જે વર્ણન કરવામાં આવે છે તેમના પર ચર્ચાની શક્યતાઓ મોજૂદ છે. ધર્મ વિકસિત થાય છે, પરંતુ આનો અર્થ આ નથી કે મનુષ્યોએ આ ધર્મોને બનાવ્યા છે. કેટલાક રીતિ-રિવાજાે અને પંથોના સંબંધમાં તો આ દૃષ્ટિકોણ ખરો હોઈ શકે છે, પરંતુ સંરચિત ધર્મો જેમકે ઇસ્લામ સંબંધે આ ખરૂં નથી.
ધાર્મિક ન્યૂરોસાયકોલોજી અને ન્યૂરોથિયોલોજી (Neuro theology) તંત્રિકા-વિજ્ઞાન (Neura-science)ની આધુનિક શાખાઓ છે. તેમનામાં થનારા સંશોધનોએ જ્યાં ધર્મ અને આધ્યાત્મિકતાના લાભદાયક હોવાના પક્ષમાં ઘણા બધા પ્રમાણ ઉપલબ્ધ કરાવ્યા છે, ત્યાં જ તેમનામાં થઈ રહેલા કેટલાક સંશોધનોએ વિજ્ઞાનવાદના પ્રભાવમાં ધાર્મિક માન્યતાઓ, જેમકે મૃત્યુ પછીનું જીવન, આત્મા, ધર્મ કે ધર્મનું પારભૌતિક સત્તા હોવું અને દંડની અવધારણાને માત્ર ભૌતિક, રાસાયણિક અને તંત્રિકા સંબંધિત (Neurological) રંગ આપવાનો પ્રયાસ કર્યો છે.
આ વિજ્ઞાનમાં બે મૂળભૂત પ્રશ્ન છે, જેમના ઉત્તર આવવા હજી બાકી છે. પ્રથમ, ધાર્મિક અનુભવના સંજ્ઞાનાત્મક સ્ત્રોત (Cognitive Source)નું સંશોધન. આના પર મોટી હદ સુધી ડેટા આવી રહ્યો છે, અને આ સ્ત્રોતને મસ્તિષ્કના વિભિન્ન ભાગો સાથે જાેડવાનું શરૂ થયું છે. તંત્રિકા-તંત્રમાં વિશેષ ભૌતિક રાસાયણિક પરિવર્તનોને આની સાથે સાંકળવામાં આવે છે. ઉચ્ચ ધાર્મિક અનુભવોના સંજ્ઞાનાત્મક સ્ત્રોત પર નિર્ણાયક શોધ આવવી બાકી છે, પરંતુ નિશ્ચિત રૂપથી હજી પણ કોઈ વાત કહેવી શક્ય નથી. બીજું યૂરોલોજિકલ પરીક્ષણ કરતાં પહેલાં તપાસ હેઠળની વ્યક્તિની મનોદશા, ધારણાઓ અને કંડીશનિંગને જાણવું લગભગ અશક્ય છે. આથી આ સંશોધનોમાં કલાસિકી-વિશિષ્ટ પૂર્વાગ્રહ પ્રવેશ કરી જાય છે.
એક અન્ય મહત્ત્વપૂર્ણ પાસું, અનુભૂતિ અને ચેતનાના ઉચ્ચ સ્તરોમાં તંત્રિકા-તંત્રોની અનિશ્ચિત ભૂમિકાથી સંબંધિત છે, જે ધાર્મિક ન્યૂરોસાયકોલોજીમાં થતા સંશોધનોથી ઊભરીને સામે આવી રહ્યું છે. આ પારંપરિક પશ્ચિમી જ્ઞાન-મીમાંસા (Epistemology) માટે અસાધારણ પડકાર ઊભો કરી રહ્યું છે.
નિષ્પક્ષ રીતે જાે આ સમગ્ર વિજ્ઞાનમાં થતા સંશોધનોની સમીક્ષા કરવામાં આવે તો આ વાત સ્પષ્ટ થઈને સામે આવી જાય છે કે સંશોધકોનો એક મોટો સમૂહ વિજ્ઞાનવાદના પ્રભાવમાં પોતાના વિશેષ કથાનકને આગળ વધારવા અને લોકોમાં આને પ્રભાવી બનાવવા માટે આ પ્રકારના વિજ્ઞાનનો ઉપયોગ કરી રહ્યો છે. આનાથી વિપરીત ધાર્મિક લોકો વ્યવહારના મનોવિજ્ઞાનના ભોગ બનેલા છે. આવશ્યકતા આ વાતની છે કે આ પ્રકારના વૈજ્ઞાનિક ક્ષેત્રમાં મધ્યમ પ્રકૃતિની શોધોને પ્રોત્સાન આપવામાં આવે.