Friday, November 22, 2024
Homeઓપન સ્પેસસમૂદાયનું માનસિક ઘડતર આ રીતે થાય..

સમૂદાયનું માનસિક ઘડતર આ રીતે થાય..

થોડાક મહિના અગાઉ તૂર્કીના પ્રમુખ રજબ તૈયબ અર્દગાને એક વિશાળ સભામાં પ્રવચન દરમ્યાન એક કિસ્સો સંભળાવ્યો. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ રસપૂર્વક ધ્યાનથી આ બનાવ સાંભળ્યો. સાંભળવા માંગતા લોકો માટે યૂ-ટ્યૂબ પર આ પ્રવચન મોજૂદ છે. હું આ પ્રવચનમાં સંભળાવેલા બનાવ જેમનો તેમ ઉર્દુમાં આપની સમક્ષ રજૂ કરૂ છું સાથે મારા તરફથી એક સંક્ષિપ્ત સમીક્ષા પણ લખું છું. પ્રથમ આ કિસ્સો વાંચો…

હું તમોને એક બનાવ સંભળાવું છું. મંગોળ શાસનના સ્થાપક ચંગેઝખાનના પૌત્રનું નામ હલાકુ હતું. તેણે બગદાદ પર કબજા કરી લીધો અને બગદાદને સંપૂર્ણ રીતે લૂંટી લીધું. અમુક હવાલા મુજબ તેણે બે લાખ અને અમુકના મુજબ ચાર લાખ મનુષ્યોને મારી નાંખ્યા. તેણે બગદાદની તમામ પ્રાચીન મસ્જિદો, લાયબ્રેરીઓ, મદ્રસાઓ અને મહેલો તોડીને ભોંયભેગા કરી દીધા. આમ તેણે બગદાદમાં જાણે કયામતનું દૃશ્ય ઊભું કરી દીધું.

આ ઝાલીમ-અત્યાચારી સત્તાધીશ જે ઘણા દૂરથી આવ્યો હતો, એક આદેશ પ્રસિદ્ધ કર્યો તે બગદાદના સૌથી મોટા આલીમને મળવા માંગે છે. દેખિતી જ વાત છે કે કોઈ આલીમ હલાકુથી મળવા તૈયાર જ ન થયો. છેવટે કાદહાન નામક એક નવયુવાન આલીમ જેની હજુ દાઢી પણ ઉગી ન હતી, એક મદ્રસામાં શિક્ષક હતો, હલાકુનો સામનો કરવા તૈયાર થઈ ગયો. (અર્દગાનને કહ્યું, હું ઇચ્છું છું કે આપ તમામ લોકો આ બનાવને ધ્યાનથી સાંભળજા) હલાકુથી મળવા જતી વખતે કાદહાને પોતાના સાથે એક ઊંટ, એક દાઢીવાળો બકરો અને એક મરઘો પણ લઈ લીધો. નવયુવાન આલીમ કાદહાન હલાકુના તંબુ પાસે પહોંચ્યો અને જાનવરોને બહાર મૂકીને હલાકુથી મળવા અંદર જતો રહ્યો. હલાકુએ નવયુવાન આલીમથી પૂછ્યુંઃ મારાથી મળવા અને મારો સામનો કરવા બગદાદવાળાઓ પાસે તમારા સિવાય કોઈ અન્ય ન હતું? કાદહાને જવાબ આપ્યોઃ જા તમે મારાથી કોઈ મોટાને મળવા ચાહો છો તો તંબુ બહાર એક ઊંટ ઊભું છે, જા દાઢીવાળો ઇચ્છો છો તો બહાર એક બકરો મોજૂદ છે અને મોટા બુલંદ અવાજવાળો ઇચ્છો છો તો બહાર એક મરઘો પણ છે. આપ જેને ચાહો બોલાવી શકો છો. હલાકુ સમજી ગયો કે તેના સામે ઊભેલો વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નથી. ત્યારે હલાકુએ તેનાથી પૂછ્યું, એ બતાવો કે મારૂં અહીં આવવાનું કારણ શું છે? નવયુવાને તેને ખૂબ જ ગંભીર અને ઊંડો જવાબ આપ્યો.

તેણે કહ્યુંઃ અમારા આમાલ અને અમારા ગુના તમને અહીં લાવ્યા છે. અને અલ્લાહની નેઅમતોની કદર ન કરી. તેની અવજ્ઞામાં આગળને આગળ વધતા ગયા. દુનિયા-ધન સંપત્તિ અને જમીન-મિલ્કતો અમારા મનમાં વસી ગયા. એટલા માટે અલ્લાહે તમને અમારા પાસે તેનો અઝાબ અને પ્રકોપ બનાવીને મોકલ્યા છે જેથી તેણે અમને જે નેઅમતો આપી હતી તે અમારાથી પાછી છીનવી લે. આ જવાબ સાંભળીને હલાકુએ બીજા વિચિત્ર સવાલ કરી દીધો, મને અહીંથી કોણ કાઢી શકે છે? નવયુવાને જવાબ આપ્યોઃ જ્યારે અમે નેઅમતોની કદર કરતા થઈ જઈશું, તેનો આભાર માનવા લાગીશું અને અમારા અંદરના મતભેદો મિટાવી દઈશું, તો પછી ત્યારે તમે અહીં કદાપી રહી નહીં શકો.

સમીક્ષાઃ

અત્યારે મુસલમાનોમાં એક મોટી બિમારી એ ફેલાઈ ગઈ છે કે તે બીજા સમૂદાયો પર આવનારી કુદરતી આફતોને તો પૂરા વિશ્વાસ સાથે અલ્લાહનો પ્રકોપ અને અઝાબ ઠેરવે છે. પરંતુ પોતાની હાલતની અત્યંત ખરાબ પરિસ્થિતિને પણ હિસાબ કે સ્વંય પરિક્ષણની નજરે જાતા નથી. જ્યારે કે આપણા ઇતિહાસમાં એવા ઘણા બનાવો છે જે સ્વંય પરિક્ષણ અને આપણા પોતાના મૂલ્યાંકનના એહસાસને ઉભારે છે. રજબ તૈયબ અર્દગાન તૂર્ક સમાજને એક નવિન ચઢાણ માટે તૈયાર કરી રહ્યા છે. તેઓ આ પ્રકારના મામલાઓના મહત્ત્વને ખૂબ સારી રીતે સમજે છે. ભારતના મુસલમાનો માટે પણ આ બનાવમાં એક મોટો સંદેશ છે. અલ્લાહના ચેતવણીરૂપ પ્રકોપને બીજાઓ માટે નહીં પરંતુ ખુદ પોતાના માટે જાવાની પણ જરૂર છે. નહીંતર ગફલત અને નિષ્ક્રીયતાના પરદાઓ વધારેને વધારે ગાઢ થતા જશે અને આશાનું કિરણ દૂરને દૂર થતુ જશે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments