છેલ્લા વીસ વર્ષોથી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ યુદ્ધનો છેવટે અંત આવી ગયો. 15મી ઓગસ્ટે જ્યારે દેશ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો હતો ત્યારે રાજધાની કાબુલમાં તાલિબાનોએ વિજયી પ્રવેશ કર્યો હતો. સમગ્ર વિશ્વમાં અન્યાયી, અભણ અને જંગલી માનસિકતાની છાપ ધરાવતા તાલિબાની આગેવાનોએ તમામને આશ્ચર્ય પમાડે તેવું એલાન કર્યું કે તમામ લોકોની સંપત્તિ, સ્વમાન અને જીવન સુરક્ષિત છે તેમને કોઇપણ પ્રકારની હાનિ પહોંચાડવામાં આવશે નહીં.
અફઘાનિસ્તાનની અમેરિકી કટપુતળી સરકારે શાંતિપૂર્ણ શાસન સોંપી દેવાનો પ્રસ્તાવ મૂક્યો અને તાલિબાને તેને સહર્ષ સ્વીકાર કર્યો. જો ખરેખર તાલિબાનો એવા હતા જેવું ચિત્રણ મીડિયાએ કર્યો હતો તો તાલિબાનો ખૂંખાર લોહીની હોળી કરતા, પોતાના પર કરવામાં આવેલા અત્યાચારનો બદલો લઈ શકતા, અશરફ ગનીને જાહેરમાં ફાંસી કે ગોળી મારી હત્યા કરી શકતા પરંતુ જાણે સભ્ય, સમજદાર અને દૂરદર્શિતા રાખનારની લાક્ષણિકતા ધરાવતા હોય તેમ બધાને માફી આપી શાંતિપૂર્વક યુદ્ધનો અંત લાવી દીધો. આ ઘટના પરથી ફલિત થાય છે કે તાલીબાનો વિષે મીડિયા તરફથી ફેલાવવામાં આવેલ પ્રચાર એક દુષ્પ્રચાર હતો, ષડયંત્ર હતું જે તાલિબાનોને બદનામ કરી શરિયતમાં માનનારા અને તેને શાસન પદ્ધતિ તરીકે સ્થાપવા માગતા લોકોની છબી ખરાબ કરી છૂપી રીતે સામે આતંકવાદ સાથે જોડી દેવામાં આવે.
તાલિબાનોના 20 સંઘર્ષમય વર્ષો દુનિયાના લોકોને સંદેશો પાઠવે છે કે વિજય હંમેશા સત્યનો હોય છે. ખરેખર આતંકવાદ તો અમેરિકાએ ત્યાં ૯/૧૧ ના બહાને ફેલાવ્યો હતો.
તાલિબાનો માટે જેટલા કપરા ચઢાણ શાસન હાંસલ કરવામાં હતો તેનાથી વધુ કપરાં ચઢાણ અને અગ્નિ પરીક્ષા શાસનને ટકાવી રાખવા માટે હશે. ડાબી બાજુ માં પાકિસ્તાન રશિયા અને ચીન, ઉપરની બાજુ ગરીબ મુસ્લિમ દેશો જમણી બાજુ ઈરાન અને અન્ય ખાડી દેશો સાથે સંબંધ તેમજ સ્પષ્ટ વિદેશ નીતિ અને આંતરિક કબાઈલી વ્યવસ્થાને સુદ્રઢ કરવું, શાંતિની સ્થાપના, લોકોને શિક્ષણ, રોજગાર અને સમગ્ર અફઘાનિસ્તાનનું માળખાકીય વિકાસ તાલિબાનો માટે પડકાર સમાન રહેશે.