અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
(હે પયગંબર !) આમને કહો, ”હું તો માત્ર ચેતવનાર છું. હકીકતમાં કોઈ ઉપાસ્ય નથી પરંતુ અલ્લાહ, જે અદ્વિતીય છે, સૌના ઉપર પ્રભુત્વશાળી, આકાશો અને ધરતીનો માલિક અને તે તમામ વસ્તુઓનો માલિક જે તેમના વચ્ચે છે, પ્રભુત્વશાળી અને ક્ષમાશીલ.” આમને કહો, ”આ એક મોટા સમાચાર છે જેને સાંભળીને તમે ઉપેક્ષા કરો છો.” (આમને કહો) ”મને તેે વખતની કોઈ ખબર ન હતી જ્યારે ‘મલએ આ’લા’ (ફરિશ્તાઓના જૂથ) વચ્ચે વાદવિવાદ થઈ રહ્યો હતો. મને તો વહી (દિવ્ય પ્રકાશના) મારફતે આ વાતો માત્ર એટલા માટે જ બતાવવામાં આવે છે કે હું સ્પષ્ટ ચેતવણી આપનાર છું.” જ્યારે તારા રબે ફરિશ્તાઓને કહ્યું, ”હું માટીથી એક મનુષ્ય પેદા કરવાનો છું, પછી જ્યારે હું તેને પૂરેપૂરો બનાવી લઉં અને તેમાં પોતાની રૃહ ફૂંકી દઊં તો તમે તેની આગળ સિજદામાં પડી જાવ.” આ આદેશ અનુસાર બધા જ ફરિશ્તાઓએ સિજદો કર્યો, પણ ઇબ્લીસે પોતાની મોટાઈનું ઘમંડ કર્યું અને તે ઇન્કાર કરનારાઓમાંનો થઈ ગયો. રબે ફરમાવ્યું, ”હે ઇબ્લીસ, તને કઈ વસ્તુએ તેને સિજદો કરતા રોક્યો જેને મેં પોતાના બંને હાથો વડે બનાવ્યો છે ? તું મોટો થવા જાય છે કે તું છે જ ઉચ્ચ દરજ્જાની હસ્તીઓમાંથી ? તેણે જવાબ આપ્યો, ”હું તેનાથી સારો છું, તમેે મને આગમાંથી બનાવ્યો છે અને આને માટીમાંથી.” ફરમાવ્યું, ”ભલે, તું અહીંથી નીકળી જા, તું હડધૂત થયેલો છે અને તારા પર બદલાના દિવસ (યવ્મે જઝા) સુધી મારી ફિટકાર છે.” તે બોલ્યો, ”હે મારા રબ ! આ વાત છે તો પછી તે સમય સુધી મને મહેતલ આપી દે જ્યારે આ લોકો બીજીવાર ઉઠાવવામાં આવશે.” ફરમાવ્યું, ”સારું, તને તે દિવસ સુધી મહેતલ આપવામાં આવે છે જેના સમયની મને ખબર છે.” તેણે કહ્યું, ”તારા પ્રતાપના સોગંદ ! હું આ સૌ લોકોને બહેકાવીને રહીશ, તારા તે બંદાઓ સિવાય જેમને તેં વિશિષ્ટ કરી લીધા છે.” ફરમાવ્યું, ”તો સત્ય આ છે, અને હું સત્ય જ કહું છું કે હું જહન્નમ (નર્ક)ને તારા અને તે સૌ લોકો વડે ભરી દઈશ જે આ મનુષ્યોમાંથી તારું અનુસરણ કરશે.” (હે પયગંબર !) આમને કહી દો કે હું આ કામ માટે તમારા પાસેથી કોઈ બદલો માગતો નથી, અને ન હું બનાવટી લોકોમાંથી છું. આ તો એક ઉપદેશ છે તમામ જગત-નિવાસીઓે માટે. અને થોડો જ સમય પસાર થશે કે તમને પોતાને તેની ખબર પડી જશે. (સૂરઃ સૉદ; ૬૫-૮૮)
સમજૂતી :
આ સૂરઃ સૉદની અંતિમ આયતો છે. જે મુહમ્મદ (સ.અ.વ.) પર નુબુવતના શરૃઆતના જમાનામાં અવતરિત થઇ. મક્કા (અરબ)ના લોકો અલ્લાહ સાથે કેટલાંક બીજી મુર્તિઓની પુજા ઉપાસના કરતા હતા અને આપ(સ.અ.વ.)ની રિસાલત (નબી માનવું)નો ઇંકાર કરતા હતા. આ આયતોમાં કુરૈશના સરદારોને બતાવવામાં આવ્યું છે કે મુહમ્મદ (સ.અ.વ.)ની તુલનામાં તમારી ઇર્ષ્યા અને શ્રેષ્ઠતાનું અભિમાન આદમ (અલૈ.)ની તુલનામાં ઇબ્લીસની ઇર્ષ્યા અને અભિમાનથી મેળ ખાય છે. ઇબ્લીસએ પણ અલ્લાહના આ અધિકારને માનવાનો ઇંકાર કર્યો હતો કે તે જેણે ઇચ્છે તેમને નાયબ બનાવે, અને તમે પણ અલ્લાહના આ અધિકારને માનવા તૈયાર નથી કે તે જેમણે ઇચ્છે પોતાનો દૂત (પૈયગમ્બર) બનાવે. ઇબ્લીસે આદમ(અલૈ.) સામે નમી જવાના આદેશનું ઉલ્લંઘન કર્યો હતો તમે મુહમ્મદ (સ.અ.વ)ના અનુસરણના આદેશનું ઇંકાર કરી રહ્યા છે. તેની સાથે તમારી સરખામણી આટલે જ પુરી થતી નથી કદાચ તમારો પરિણામ પણ એજ થશે જે તેના ભાગ્યમાં લખાઇ ગયું છે. મતલબ કે દુનિયામાં ખુદાનો ધુત્કાર અને આખિરતમાં જહન્નમની આગ. જે માણસ દુનિયામાં અલ્લાહના આદેશોની અવજ્ઞા કરી રહ્યો છે. તે વાસ્તવમાં તેના અસલી શત્રુ ઇબ્લીસના જાળમાં ફસાઇ રહ્યો છે. જેણે શરૃઆત થીજ માનવીને પોતાના કપટમાં ફસાવવાનો લક્ષ્ય રાખ્યો છે. તે માણસ પર અલ્લાહ ખૂબજ ગુસ્સે થાય છે જે અભિમાનના નશામાં ધૂત થઇ અવજ્ઞા કરે છે અને તેનંુ જ આગ્રહ રાખે છે. આવા બંદા માટે ઇશ્વર પાસે કોઇ ક્ષમા નથી.