અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
અલ્લાહ તે લોકોને, જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સદ્કાર્યો કર્યા, નિશ્ચિતપણે એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહી રહી હશે. અલ્લાહ કરે છે, જે કંઈ ઇચ્છે છે. (સૂરઃહજ્જ-૧૪)
સુંદરતાનો વાતાવરણ સાથે ગાઢ સંબંધ હોય છે. જો કોઇ શહેર સુંદર કહેવાતુ હોય તો એ તેની સુંદરતાના લીધે જ હોય છે. જેમાં વૃક્ષો અને છોડો ખૂબ વધારે માત્રામાં હોય, બગીચાઓ અને મનોરંજન પાર્ક હોય, સારી ઇમારતો અને સારી સડકો હોય. કોઇ મહેલની સુંદરતામાં વધારો તેની આકર્ષક કારીગરી સિવાય તેની આસપાસના વાતાવરણથી હોય છે. જો કોઇ વેરાન ખંડેરોના વચ્ચે મહેલ બાંધવામાં આવે તો મહેલની રોનક અને સુંદરતા નહીં દેખાય. આ જ કારણ છે કે નષ્ટ થયેલુ શહેર ક્યારેય આબાદ નથી થઇ શકતુ.
સ્વર્ગ એક ખૂબજ સુંદર મુકામ છે. તેની કૃપાઓ, તેની ચમકો અને તેની મનમોહકતાનું શબ્દનિરૃપણ કરી શકાય તેમ નથી. અલ્લાહએ જન્નતની ખૂબસૂરતીનુ ખૂબજ મનમોહક શૈલીમાં વર્ણન કર્યું છે. સ્વર્ગ વિશે અલ્લાહે જ્યાં પણ ચર્ચા કરી છે ત્યાં તેની આસપાસના સુંદર વાતાવરણનો ચિતાર એવી મનમોહક શૈલીમાં રજૂ કર્યો છે જેમાં વિશાળ મહેલો અને બગીચાઓ હશે. જેમની નીચે નહેરો વહેતી હશે. જો માનવ સ્વર્ગના આ ચિત્ર પર વિચાર વિમર્શ કરે તો તેની સુંદરતા એના પર એવી રીતે ખૂલશે કે માનવ તેની વાણી કે કોઇ બીજા માધ્યમોથી તેને દર્શાવવા અસમર્થ બની જશે. ઇશદૂત હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ સ્વર્ગ વિશે એવી જ રીતે એક સુંદર ચિતાર આપ્યો છે.
અલ્લાહ જણાવે છે કે, મેંે મારા નેક બંદાઓ માટે એ બધુ તૈયાર કર્યું છે જે ન તો તેની આંખોએ જોયુ હશે, ન તો કોઇએ કાનોથી સાંભળ્યું હશે અને ન તો કોઇએ તેના હૃદયમાં વિચારસુદ્ધા કર્યો હશે. “પછી જે કંઇ આંખોની ઠંડકનો સામાન તેમના કર્મોના બદલા રૃપે તેમના માટે છૂપાવી રાખવામાં આવ્યો છે તેની કોઇ જીવધારીને ખબર નથી.” (સૂરઃસજદહ-૧૭)
આ ખૂબસૂરત અને વિશાળ જન્નત એ લોકો માટે બનાવવામાં આવી છે જે તેના લાયક ચરિત્ર ધરાવતા હશે. જેવી રીતે જન્નતની સુંદરતામાં તેના બગીચાઓ અને નહેરો બતાવવામાં આવ્યા છે. તે જ પ્રકારે અલ્લાહને માનવાવાળા બંદાઓની ઉચ્ચ વ્યક્તિત્વની સુંદરતા અલ્લાહથી પ્રેમ અને ઈશદૂતથી પ્રેમ અને દરેક બંદાઓથી પણ પ્રેમ છે. આવા નેક બંદાઓ માટે હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ આ ખુશખબરી આપી છે.
અલ્લાહ ક્યામતના દિવસે કહેશે કે એ લોકો ક્યાં છે જેઓે એક બીજાની સાથે મારી મહાનતા અને બુઝુર્ગીના લીધે પ્રેમભાવ રાખતા હતા. આજે હું એમને મારા પડછાયામાં જગ્યા આપીશ. આજના દિવસે મારા પડછાયા સિવાય બીજો કોઇ પડછાયો નહી હોય.