અનસ બિન માલિક (રદિ.)થી રિવાયત છે કે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે કહ્યું, તમારામાંથી કોઇ વ્યક્તિ ત્યાં સુધી ઈમાનવાળો નથી થઇ શકતો, જ્યાં સુધી તે પોતાના ભાઇ માટે એ વસ્તુ પસંદના કરે જે પોતાના માટે કરે. (બુખારી, મુસ્લિમ)
મુસ્લિમની રિવાયતમાં છે કે ભાઇની જગ્યાએ પડોશીનો હક્ક છે. આ બાબતમાં ઇમામ અહમદ (રહ.)એ આ વાતને પણ આ રીતે બયાન કરી કે, કોઇ વ્યક્તિ ત્યાં સુધી ઇમાનની હકીકતને પહોંચી નથી શકતું જ્યાં સુધી તે બધી ભલાઇમાંથી બીજા માટે તે પસંદ ના કરે જે પોતાના માટે કરે.
ઇમાન એ વખતે કાયમ થાય છે જ્યારે કોઇ ઇમાનવાળઓ વ્યક્તિ નિયમો અને કાનૂન તથા હરામને આધિન રહીને અને વ્યર્થ કામોથી દૂર રહેતો હોય, જેવું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું કે જ્યારે વ્યભિચારી વ્યભિચાર કરે છે તે વખતે તે (મોમિન) ઇમાનવાળો નથી હોતો. એટલે કે સંપૂર્ણ ઇમાન ત્યારે જ હોય જ્યારે તેમાં કોઇ ખામી ના હોય અને ઇમાનની જરૂરી શરત આ પણ છે કે જે બીજાના માટે એ જ પસંદ કરે જે પોતાના માટે પસંદ કરે.
મુહમ્મદ બિન વાસિઅ (રહ.) પોતાનો ગઘેડો વેચી રહ્યા હતાં, ત્યારે એક વ્યક્તિએ કહ્યું શું આપ આને મારા લીધે પસંદ કરો છો? આપે ફરમાવ્યું, જો આ મને પસંદ હોત તો હું એને વેચતો જ નહિ.
આનાથી જાણ થઇ કે મોમિન (ઇમાનવાળા)ને તે વસ્તુ તેના બીજા ભાઇના લીધે દુઃખ દાયક હોય અને તેનાથી તે ગમગીન થઇ જાય છે. આવી જ રીતે ઇમાનવાળા જે વસ્તુથી ખુશી અને રાહત મહેસૂસ કરતો હોય અને આ વાત ત્યારે જ અસ્તિત્વમાં આવતી હોય જ્યારે હૃદય પાક-સાફ હોય અને તેમાં અદેખાઇ, ઇર્ષ્યા અને દેખાડો જેવી કોઇ વસ્તુ ખરાબી બાકીના રહેતી હોય.
ઇર્ષ્યાની વાસ્તવિક્તા આ હોય છે કે હાસિદ કોઇ ભલાઇમાં આપણાંથી ઉપર આપવા બરાબર કોઇને ઇચ્છતો ના હોય. ઇમાનની વાસ્તવિક્તા આ છે કે અલ્લાહ જે પણ નેઅમત આપે વ્યક્તિને તે પસંદ હોય તો તેમાંથી તેના ભાગમાંથી કમી કરીને પણ બીજા ઇમાન વાળાઓને પણ આપે.
પરંતુ જો કોઇ વ્યક્તિમાં ખામીનો અહેસાસ થાય તો તેની ભુલ સુધારવાના પ્રયત્ન કરો અને જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી ઉદારતા દાખવી મદદ કરે.
રજૂઆત: સઈદ એહમદ ફલાહી