ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા અરજી કરવામાં આવી
મુસલમાનોને સંગઠિત થઈ એકતા જાળવી રાખવા અગ્રણીઓની અપીલ
અહમદાબાદ,
ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા તા. 15 માર્ચ, 2021 આજરોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં વસીમ રિઝવી, એડવોકેટ સુધાંકર ત્રિવેદી, “આજતક” ન્યૂઝ ચેલનના માલિક અરુણ પૂરી, “આજતક” ન્યૂઝ ચેનલના રિપોર્ટર સંજય શરણ અને તેના કેમેરા મેન અનુરાગ સકસેના વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ કરવા માટે અરજી કરવામાં આવી. તેને સ્વીકારતાં સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.જી.દેસાઈએ ભરોસો આપ્યો કે વસીમ રિઝવી વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ કરી યોગ્ય પગલાં ભરવામાં આવશે.
મુફ્તી મુહમ્મદ રિઝવાન તારાપુરી (કન્વીનર, ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ)ની અધ્યક્ષતામાં સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરથી મુલાકાત કરી કુર્આનની 26 આયતોને રદ કરવાવાળા ઉશ્કેરણીજનક નિવેદન આપનારા વસીમ રિઝવી સામે એફ.આઈ.આર. કરવામાં આવી. આ પ્રતિનિધિમંડળમાં મૌલાના મુહમ્મદ રઝા ગરવી (શિયા આલિમેદીન), મૌલાના અખ્તર હુસૈન જાફરી (શિયા આલિમે દીન), વાસિફહુસૈન (સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત), ઇકરામ બેગ મિર્ઝા, આસિફ શેખ (વહદતે ઇસ્લામી હિંદ), મુજાહિદ નફીસ (કન્વીનર, માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટિ,ગુજરાત), મુહમ્મદ હનીફ અરબ (જનરલ સેક્રેટરી, જમીઅત ઉલ્મા અહમદાબાદ), હાફિઝ યુનૂસ (જમીઅત ઉલ્મા – મૌલાના અર્શદ મદની ગ્રુપ), સાબિર કાપડિયા અને હાફિઝ મુહમ્મદ શાહિદ સામેલ હતા.
ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના કન્વીનર મુફતી મુહમ્મદ રિઝવાન તારાપુરીએ જણાવ્યું હતું કે, વસીમ રિઝવીએ સુપ્રિમ કોર્ટમાં જે પી.આઈ.એલ. દાખલ કરી છે તેના વિરુદ્ધ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ વસીમ રિઝવીએ કોર્ટની બહાર “આજતક” ચેનલ સાથે આવું ષડયંત્ર કરીને કુર્આન અને ઇસ્લામના ખલીફાઓ વિરુદ્ધ જે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે તેના વિરોધમાં ગુજરાતના મુસલમાનોથી અપીલ કરીએ છીએ કે સમગ્ર જિલ્લાઓમાં વસીમ રિઝવી અને આજતક ચેનક વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવે. તેમણે ઉમેર્યું હતું કે કાનૂની કાર્યવાહીની અરજીની નકલ સોશ્યલ મીડિયા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ સમગ્ર મુસલમાનોને અપીલ કરી હતી કે સંગઠિત થઈને એકતા જાળવવામાં આવે.
આ જ સંબંધે સંસ્થાએ અહમદાબાદ શહેરના પોલીસ કમિશ્નર અને અહમદાબાદ જિલ્લા કલેકટરની પણ મુલાકાત કરવામાં આવી અને તેમને પણ આવેદન પત્ર આપવામાં આવ્યા.