આપણી ત્વચા શરીરનું એક એવું ત્રુટિરહિત આવરણ છે જે આપણને સુંદર દેખાવ પણ આપે છે અને શરીરમાં ચાલતી અદ્ભૂત આંતરિક પ્રક્રિયાને છુપાવે છે. ત્વચા સ્પર્શતાનો અનુભવ કરાવતી મહત્વની જ્ઞાનેન્દ્રિય છે. અસંખ્ય જ્ઞાનતંતુઓ, રક્તવાહિનીઓ, વેન્ટિલેશનની પ્રક્રિયા, ગરમી અને ઠંડીનો અનુભવ કરતા ચેતાતંતુઓ અને અનેક અનેરી પ્રક્રિયા ત્વચાની પડદા પાછળ ચાલે છે.
ત્વચા કઠોર અને લચકદાર એમ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. ત્વચાનો કુલ વિસ્તાર 2mt (21.5 ft2) અને વજન 3kg (6.6 lbs) છે. ત્વચાના તંતુઓ એક અઠવાડિયામાં નાશ પામી નવા તંતુ પેદા થાય છે. મનુષ્યના જીવનમાં આશરે 20kg (44lbs) જેટલા તંતુ બનતા હોય છે. દર ચોરસ સેમીના વિસ્તારમાં સ્પર્શ અને દર્દ અનુભવતા ચેતાતંતુઓ હોય છે જે તેમના સ્થાન પ્રમાણે અલગ અલગ કાર્ય ભજવે છે. જેમ કે ત્વચા જ્યારે ઉકળતા પાણીના સંપર્કમાં આવે છે ત્યારે કેટલાક તંતુ ગરમી અનુભવે છે અને કેટલાક દર્દનો અનુભવ કરાવે છે. ૩૦૦૦૦ તંતુ સ્પર્શ માટે અને ૩.૫ મિલિયન દર્દ માટે જવાબદાર હોય છે.
ઇશ્વરે શરીર પર ચડાવેલ આ મહત્વનું આવરણ તેની અનેરી કલાકારીના દર્શન કરાવે છે. ત્વચા બાહ્ય પરિબળો સામે રક્ષણ અને elastic જેવી લચકના ગુણો ધરાવવાની સાથે સાથે ચેતાતંતુઓ દ્વારા પ્રત્યેક ચો.મિમિ.થી મગજ સુધી સંદેશ પહોંચાડવાનું અગત્યનું કામ કરે છે. અસંખ્ય રક્તવાહિનીઓ અને ચેતાતંતુઓનું તંત્ર ત્વચા નીચે કાર્યરત છે.
દરેક મનુષ્યને આ અનેરી ભેટ અર્પણ કરી ઇશ્વરે તેને સુંદર અને રૃપાળો બનાવ્યો. આધુનિક ટેકનોલોજી પાસે અનેક સંશાધનો હોવા છતાં આવું અનોખું આવરણ બનાવવું તેની માટે અસંભવ છે. ઇશ્વરના આવા અનેક સર્જન પર વિચાર વિમર્શ કરવા માટે કુઆર્ન આપણને આહવાન આપતા કહે છે,
“તે અલ્લાહ તો છે જેણે તમારા માટે ધરતીને રોકવાની જગ્યા બનાવી અને ઉપર આકાશનો ગુંબજ બનાવી દીધો, જેણે તમારૃં રૃપ બનાવ્યું અને ઘણું ઉત્તમ બનાવ્યું, જેણે તમને સારી શુદ્ધ વસ્તુઓની રોજી આપી. તે જ અલ્લાહ (જેના આ કામો છે) તમારો રબ છે. બેહિસાબ બરકતોવાળો છે તે સૃષ્ટિનો માલિક અને પાલનહાર” (કુઆર્ન ૪૦ઃ ૬૪)