દીદીના રૃમમાં બેસેલા બે બાળકો રૃબીના અને ઝુલ્ફી પોત-પોતાના પાઠ યાદ કરી રહ્યા હતા. તે યાદ કરીને દીદીને સંભળાવવાના હતા. દીદી કોઈ કામથી બીજા રૃમમાં ગયા હતા અને એટલામાં કોણ જાણે શું થયું કે બંને લડી પડયા.
‘લાવ મરી પેન, ગધેડો નહીં તો?’ રૃબીનાએ કહ્યું ?
‘નથી આપતો જાવ. ગધેડોકહે છે મને, બિલાડી નહીં તો.’ આ ઝુલ્ફીનો જવાબ હતો.
‘શી વાત છે ભાઈ. બિલાડી કયાંથી આવી ગઈ ?’ દીદીએ રૃમમાં દાખલ થતાં કહ્યું.
રૃબીનાએ કહ્યું, ‘જુઓને દીદી ! ઝુલ્ફી ભાઈ મને બિલાડી કહે છે.’
‘અને તમે મને ગધેડો કહ્યો છે.’ ઝુલ્ફીએ કહ્યું.
‘છી છી ! કેવા છો તમે લોકો. ખુદાએ તમને આટલા સુંદર માનવી બનાવ્યા છે અને તમે એકબીજા ઉપર પ્રાણીઓના ઇલ્કાબ લગાવો છો. કેટલી વખત સમજાવ્યું છે કે આવું કહેવું ન જોઈએ. ચાલો થોડીવાર માટે તમારા પુસ્તકો બંધ કરી દો. અને ધ્યાનથી સાંભળો. હુ તમને એક સરસ વાર્તા સંભળાવું છું.’ બંને બાળકો શાંતિથી બેસી ગયા અને દીદીએ વાર્તા શરૃ કરી.
‘એક બાદશાહ હતો. તે ખૂબજ નેક હતો. તેને પોતાની પ્રજાથી ખૂબજ પ્રેમ હતો. તે ઇચ્છતો હતો કે તે પ્રજાપણ નેક બની જાય. આ પ્રયાસમાં તે સફળ પણ હતો. જે રીતે અત્તર લગાવવાથી ખુશ્બૂ ફેલાય છે એ જ રીતે બાદશાહની નેકીએ પ્રજાને પણ નેક બનાવી દીધી. પરંતુ બાદશાહના બે સેવકો શહેબાઝ અને શાહનવાઝ ખૂબજ ઇર્ષ્યાળુ પ્રકૃતિના હતા. હંમેશ એકબીજાની શિકાયત કરતા રહેતા અને એકબીજાની ગીબતમાં ખૂબજ ઝેર ઓકતા રહેતા હતા. પરંતુ બાદશાહ આ જ તક શોધી રહ્યો હતો કે તેમની એકબીજાના ખોટા-ખરાબ નામ પાડવાની કુટેવ કેવી રીતે દૂર કરે !
એક દિવસે બાદશાહે શાહનવાઝને પોતાની પાસે બોલાવ્યો અને પૂછયું કે, ‘શાહનવાઝ ! આ શહેબાઝ કેવો માણસ છે ?’ શાહનવાઝે કહ્યું કે, ‘હુઝૂર ! આ તમે કયા ગધેડાનું નામ લઈ લીધું. શહેબાઝ તો મોટો ગધેડો છે.’ પછી બાદશાહે શાહનવાઝ વિશે શહેબાઝને પૂછયું તો શહેબાઝે શાહનવાઝને કૂતરો બનાવી દીધો. એટલે કે તેણે કહ્યું કે, ‘હુઝૂર શાહનવાઝ તો મને બિલકુલ કૂતરો લાગે છે.
બીજા દિવસે જ્યારે તેમના માટે ખાવાનું આવ્યું તો તેમણે જોયું કે સુંદર રકાબીના બદલે માટીના કૂંડા તેમની સામે મૂકવામાં આવ્યા. શહેબાઝની સામે રાખવામાં આવેલ કૂંડામાં ફળોના છોલટા અને શાહનવાઝ સામે રાખેલા કૂંડામાં હાડકા હતા. તે બંને હેરાન હતા. બહુ વિચાર્યા બાદ તેમને છેલ્લે બાદશાહના આગલા દિવસના સવાલો યાદ આવ્યા અને છોલટા તથા હાડકાનો અર્થ સમજાઈ ગયો. બંને ખૂબજ લજ્જિત થયા. અને એકબીજાની માફી માગી.
વાર્તા પૂરી કર્યા બાદ દીદીએ રૃબીના અને ઝુલ્ફી તરફ જોયું. બંનેની આંખોમાં અશ્રુઓ હતા. પશ્ચાતાપ અને શર્િંમદગીના અશ્રુ, કદાચ આ વાતનો અર્થ તેઓ સમજી ચૂકયા હતા. અશ્રુભીની આંખો સાથે તેમણે એકબીજાને જોયા અને એકબીજાના ખરાબ નામ પાડવાથી તૌબા કરી લીધી.