હમેશ પરિસ્થિતિ એક સમાન રહેતી નથી. દુનિયા એક અર્થમાં બેચેની અને બદલાવનું નામ છે. એવું પણ બને છે કે રાજમહેલમાં જન્મેલા સડકો પર મૃત્યુ પામે છે અને રણપ્રદેશમાં જન્મેલા રાજમહેલોમાં જીવન ગાળે છે. આવું હંમેશ બનતું રહ્યું છે. સ્થિતિ બદલવાનું આ ક્રમ રોજે રોજના જીવનમાં પણ અવિરત ચાલુ રહે છે. પણ સશક્ત અને સામૂહિક સ્તરે આ કાર્ય કાળના રૃપે દ્રશ્યમાન થાય છે. ફેરફાર અને બદલવાના આ કાર્યમાં નિર્ણાયક વસ્તુ તો અલ્લાહની મરજી જ છે. છતાં નિમીતો અને પરિબળોની કક્ષમાં માનવી ઇચ્છાઓ અને પગલાંની પણ અગત્ય બહુ છે. મિલ્લતો અને કોમોના જીવનમાં ક્ષણોની ભૂલો હિસાબ ચુકવતા સદીઓ લાગી જાએ છે.
લમ્હોં ને ખતા કી થી સદીયો ને સજા પાઈ
તેથી જ પ્રત્યેક નિષ્ફળતા અને સફળતા ઉપર ફેર વિચારણા-સમાલોચન કરવું એ જીવીત કોમોની નિશાની અને જરૂરત છે. રહ્યા એ લોકો જેમના દિલ યકીનથી વંચિત અને ફેર વિચારણાથી અળગા હોય તેમની હેસિયત ઘાસફૂસને રજ જેવી હોય છે. જેમને સમયની આંધી જ્યાં ઇચ્છે ઉડાવીને લઈ જાય છે. અલ્લામા ઇકબાલ ર.અ. સાચું જ કહ્યું છે,
સુરતે શમ્શીર હૈ દસ્તે કઝા મેં વો કૌમ
કરતી હૈ જો રોઝ-વ-શબ અપને અમલ કા હિસાબ