અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
ધરતી ઉપર ચાલનાર કોઈ પ્રાણી એવું નથી જેની રોઝી અલ્લાહના શિરે ન હોય અને જેના વિષે તે ન જાણતો હોય કે ક્યાં તે રહે છે, અને ક્યાં તેને સોંપવામાં આવે છે, બધું જ એક સ્પષ્ટ પત્રકમાં નોંધાયેલુંછે. (કુઆર્ન, ૧૧ઃ૬)
મેં જિન્નાતો અને મનુષ્યોને આના સિવાય બીજા કોઈ કામ માટે પેદા કર્યા નથી કે તેઓ મારી બંદગી (ઉપાસના) કરે. હું તેમનાથી કોઈ રોઝી નથી ઇચ્છતો અને ન એવું ચાહું છું કે તેઓ મને ખવડાવે. અલ્લાહ તો પોતે જ રોઝી આપનાર છે, ખૂબ શક્તિશાળી અને પ્રભુત્વશાળી. (કુઆર્ન, ૫૧ઃ૫૬-૫૭-૫૮)
સમજૂતી :
એક, તે રોઝી હોય છે જેને વ્યક્તિ શોધે છે. બીજું, તે જે વ્યક્તિને પોતે જ શોધે છે. વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે કે ઇશ્વરની અવજ્ઞા કરી પોતાની રોઝી હાંસલ કરે અથવા ફરમાંબરદારીના માર્ગ થી રોઝી પ્રાપ્ત કરે.
કોઈ વ્યક્તિ એટલું જ પ્રાપ્ત કરી કરી શકે છે જેટલું તેના નસીબમાં લખાયું છે અને કોઈ મૃત્યુ નથી પામી શકતો જ્યાં સુધી તેની રોઝી પુરી ન થઇ જાય.
પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું, “કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી મરણ નથી પામતો, જ્યાં સુધી પોતાની રોઝી સંપૂર્ણ પણે હાંસલ ન કરી લે. સાવચેત રહો! અલ્લાહનો ભય રાખો અને રોઝી હાંસલ કરવામાં સંતુલનથી કામ લો. રોઝી મળવામાં વિલંબ થાય તો કંઇ આવું ન થાય કે તમે અલ્લાહની નાફરમાની કરીને રોઝી પ્રાપ્ત કરવા લાગો. કારણકે જે (શુદ્ધ) વસ્તુ અલ્લાહની પાસે છે, તે તમને અલ્લાહની ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે છે.” (હદીસઃ બૈહકી)
દુનિયામાં ઘણા બધા અક્કલવાળા અને સ્માર્ટ લોકો છે. પરંતુ ગરીબ છે, નબળા છે. જ્યારે અનેક મૂર્ખ લોકો છે પણ પૈસાદાર અને શક્તિશાળી છે. તે સાબિત કરે છે રોઝી પ્રાપ્તિ માત્ર પ્રયાસો પર આધારિત નથી, તે ઇશ્વરના હાથમાં છે જેને જેટલું ઇચ્છે આપે છે (પરંતુ યાદ રહે કે અલ્લાહે રોઝી હાંસલ કરવા માટે પ્રયત્નો કરવા પણ આવશ્યક કર્યું છે.)
રોઝીમાં સંપત્તિ, તાકાત, પ્રસિદ્ધિ બધું જ સામેલ છે. વ્યક્તિને આ વાતે (રોઝી મળવું પ્રયત્નો અને અલ્લાહની મરજી પર આધારિત છે)ને નહી માનતો બલ્કે અડધી વાત (રોઝી મળવું ફકત પ્રયત્નો પર આધારિત છે)ને માને છે, તો રોઝી હાંસલ કરવા માટે ખરું-ખોટું બંને પદ્ધતિ અપનાવે છે. જેથી સમાજમાં અનેક બુરાઈઓ જન્મ લે છે. રોઝી વધારે પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ ઘમંડી અને અત્યાચારી થઈ જાય છે, અને ઓછી મળવાથી નિરાશ થઇ આત્મહત્યા પણ કરી લે છે.
અલ્લાહની આજ્ઞા મુજબ સત્ય માર્ગથી પ્રયત્નો કરવાથી રોઝી પ્રાપ્તીમાં આસાની પેદા થાય છે અથવા આ જ કાર્ય મુશ્કેલ થઈ જાય છે.
દુનિયામાં વ્યક્તિ આના સિવાય બીજા કોઈ કામ માટે પેદા નથી થયો કે તેઓ અલ્લાહની ઉપાસના કરે. દરેક કાર્યમાં અલ્લાહની પસંદ અને નાપસંદને સામે રાખી જીવન વ્યતિત કરે. આશ્ચર્ય એ વાત ઉપર થાય છે કે વ્યક્તિ પોતાના જીવનનો ઉદ્દેશ્ય તે વસ્તુને બનાવી લે છે, જેને આપવાના વચનો અલ્લાહએ પહેલાથી જ કરી રાખ્યું છે અને તે ‘રોઝી’ છે.
જ્યારે વ્યક્તિ મૃત્યુના સમય હાંસલ કરેલ રોઝી પર નજર કરે છે, તો તેને તેનું પ્રાપ્ત કરવું એવુ લાગે છે જેવું તેને બધું જ મળી ગયું ન કે તેને પોતે હાંસલ કર્યું, ત્યારે વ્યક્તિને રંજ થાય છે. અલ્લાહને ખુશ કરવા માટના તેને પ્રયત્નો કરવા જોઈતુ હતું, તેમણે નથી કર્યું. પરંતુ તે વસ્તુ માટે પ્રયત્નો કર્યા જેના પ્રાપ્ત કરવું મકક્મ છે. તફાવત માત્ર આ જ છે ઃ અલ્લાહની ફરમાંબરદારી કરતો તો રોઝી મેળવવું એકદમ સહેલું હોત અથવા દુર્લભ છે.