Wednesday, January 15, 2025
Homeઓપન સ્પેસરોહિંગ્યા મુસલમાનો પરના અત્યાચાર અને સોશ્યલમીડિયા

રોહિંગ્યા મુસલમાનો પરના અત્યાચાર અને સોશ્યલમીડિયા

રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દા પર સોશ્યલ મીડિયા ઉપર વ્યક્તિગત વિરોધપ્રદર્શનથી આગળ વધીને સમગ્ર વિશ્વના દેશોની મિલ્લી અને સામાજિક સંગઠનોને જમીન પર ઊતરી વિરોધપ્રદર્શન કરવાની જરૃર છે. અને પોત-પોતાના દેશોની સીમાઓ ત્યાંના શરણાર્થીઓ માટે ખોલી દે, કારણ કે બર્મામાં હવે તેઓનું માનવ ગરીમા સાથે રહેવું અત્યંત મુશ્કેલ બનાવી દેવામાં આવ્યો છે.

એવા અવસર પર અમુક સભાન વ્યક્તિના આક્રોશની અભિવ્યક્તિને ખોટા અર્થમાં લેવા અથવા તેઓને શંકાની નજરથી જોવી બરોબર નથી. નિખાલસતાનો તકાદો છે કે તેમની લાગણીઓને સાચી દિશા આપવામાં આવે.

સોશ્યલ મીડિયા પર બર્માની વીડીયો અને ચિત્રો અથવા આવી કોઈ પણ ઘટનાની વીડિયો અને ચિત્રો શેયર કરવાનો હું સખત વિરોધી છું, એનાથી મિલ્લતમાં  ફકત જુલમની લાગણી પેદા થાય છે, બલ્કે સામૂહિક મહત્વકાંક્ષા પણ પછાતપણાનો ભોગ બની જાય છે.

આ વાત સાચી છે કે સોશ્યલ મીડિયા અત્યારે પોતાની લાગણીઓ અને સંવેદનાને પ્રસ્તુત કરવા માટે અને સામૂહિક માનસિક ઘડતર અને અભિપ્રાયોની કેળવણી માટે એક જાણીતું માધ્યમ છે; પરંતુ પ્રખ્યાત સાધનો અને પદ્ધતિઓના ઉપયોગ માટે પણ એક વાજબી રીત હોય

તમે અસરકારક જુમલાઓ, કાર્ટૂન્સ, બેનર્સ અને સ્ટીકર્સનો ઉપયોગ કરીને સોશ્યલ મીડિયામાં એક અસાધારણ અને ખૂબ સંતોષકારક અભિયાન આરંભી શકો છે.

પરંતુ રક્તપાતના આ ચિત્રો અને વીડિયોઝને શેયર કરવા અત્યંત ખતરનાક અને નકારાત્મક અસરોને પ્રોત્સાહન આપે છે.

સામૂહિક સંવેદનશીલતા અને જુસ્સાઓની સુરક્ષા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે જેની ન ફકત સલામતી થવી જોઈએ બલ્કે તેને વધારે વિકસાવવા પણ જોઈએ.

એક ઉદાહરણથી સમજી શકશો. અમુક દિવસો પહેલાં દેશમાં મોબ લિંચિંગની ઘટનાઓ થઈ, તેની વીડિયો કેવા લોકોએ બનાવ્યા અને કોણે સોશ્યલ મીડિયા ઉપર શેયર કર્યા?આ સ્વયં તે લોકોએ જ બનાવી અને શેયર કરી અને આ ધ્યેય સાથે કરી કે દેશમાં મુસ્લિમોના મન-મસ્તિષ્કમાં ભય અને આતંક પેદા કરવામાં આવે. તેથી આ જ થયું બધી જ જગ્યાએ મુસ્લિમ યુવાઓ આ ભય અને આતંકના ઓછાયામાં મુકાઈ ગયા અને આજે ભયની વાતો કરતા દેખાય આવે છે.

આજે બર્માના સંબંધમાં પણ જે ચિત્રો અને વીડિયો આવી રહી છે તેનામાંથી મોટાભાગના સ્ત્રોત શંકાજનક છે બલ્કે ક્યારેક અજ્ઞાત હોય છે. ખબર નથી કે તેમની પાછળ શું શું અને કોના ઉદ્દેશ્યો કાર્ય કરી રહ્યા છે. /

abulaalasubhani@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments