નવા વર્ષનું આગમન થઇ ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષના આગમન પર દેશભરમાં તેને ઉજવવામાં આવી રહ્યું છે. ચારે બાજુ ઉજવણીનું વાતાવરણ છે અને વિદ્યાર્થીઓ તથા યુવાનો એક બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ અવસર દર વર્ષે આવે છે અને પસાર થઈ જાય છે, અને એ પછી જીવન સામાન્ય બની જાય છે. બહુ ઓછા લોકો હોય છે જેઓ આ પ્રસંગે પોતાના જીવન માટે કોઈ મોટો નિર્ણય લે છે, અને એમાં પણ બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે જેઓ પોતાના એ નિર્ણય મુજબ આગળ વધી શકતી હોય છે. ચોક્કસપણે આ મહિનાઓ અને વર્ષનું આવવું-જવું સમગ્ર સૃષ્ટિના સર્જનહારની એક મોટી નિશાની છે, પરંતુ બહુ ઓછા લોકો છે જેઓ આનાથી બોધપાઠ લે છે. સમાજની નવ-રચનાનો દૃઢ સંકલ્પ લઈને ઉઠનારા વિદ્યાર્થીઓ તથા યુવાનો માટે આ અવસર વિરાટપણાનું મહત્વ ધરાવે છે. આખા વર્ષની પ્રગતિનું નિરીક્ષણ કરવા અને આગામી વર્ષ માટે યાત્રાનો નિર્ધાર તાજો કરવાનો આ એક શાનદાર મોકો છે.
નિરીક્ષણ અને હિસાબ-કિતાબ વ્યક્તિગત્ રીતે પણ હોય છે અને સામૂહિક રીતે પણ, એ જ રીતે યાત્રાનો નિર્ધારનો પણ મામલો છે. આ બન્નેમાં સામૂહિક દૃષ્ટિ કરતાં વ્યક્તિગત પાસું વધુ મહત્વ ધરાવે છે. સામૂહિક નિર્ણયો અને ઇરાદાઓની સફળતાની એક મહત્વની શરત આ પણ છે કે તે સામૂહિકતામાં સામેલ દરેક વ્યક્તિનો નિર્ણય તથા ઇરાદો બની જાય. દરેક વ્યક્તિ તેને પોતાના દિલનો અવાજ સમજવા લાગે, અને વ્યક્તિગત હૈસિયતમાં પોતાને એના માટે ઉત્તરદાયી સમજવા લાગે.
પ્રારંભિકકાળના જે મહાન ઇન્કિલાબનો હવાલો આપવામાં આવે છે એ ઇન્કિલાબની પાછળ આ જ એ સૌથી મોટી શક્તિ હતી જે કાર્યરત દેખાય છે, તેને ખુદાની તૌફીક કહેવામાં આવે, અથવા તો પછી જે પણ યોગ્ય નામ આપી દેવામાં આવે, આ એક હકીકત છે કે એ સમયે દરબારે-રિસાલતથી બહાર પડનાર દરેક નિર્ણય અને દરેક ઇરાદો વ્યક્તિગત રીતે સમગ્ર ઉમ્મતનો ઇરાદો અને નિર્ણય હોતો હતો, એ વ્યક્તિગત રીતે ઉમ્મતની દરેક વ્યક્તિ પોતાને ખુદાના દરબારમાં ઉત્તરદાયી સમજતી હતી.
શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિનું આ અવસરે નિષ્પક્ષ પૃથકકરણ થવું જોઈએ. અને આનાથી વધુ મહત્વ આ પરિસ્થિતિની પશ્ચાદભૂમિમાં આપણી જવાબદારીઓ. શૈક્ષણિક સંસ્થાઓમાં નૈતિકતા અને મૂલ્યોનું પતન એક બહુ મોટી સમસ્યા છે. પરંતુ આ સમસ્યા અંગે શા માટે વિચારવામાં ન આવે કે નૈતિકતા અને મૂલ્યો ધરાવનારા લોકો આ પ્રશ્ને કેવી રીતે એક અવાજ થઈ શકે છે, અને ક્યા ક્યા સ્તરોથી આના માટે કેવી કેવી રીતે પ્રયત્નો કરી શકે છે. શું કારણ છે કે દેશમાં જ્યારે જ્યારે સજાતીય સંબંધો કે સમલૈંગિકતા અંગેના કાનૂની ઔચિત્ય અને અનુચિતતારનો પ્રશ્ન છેડાય છે તો ઔચિત્યની માગણી કરનારાઓ સડકો પર ઊતરી આવે છે. અને તેની તરફેણમાં પુરજોશ વિરોધ-પ્રદર્શનો કરે છે. પરંતુ આને સમાજ માટે ઘૃણાસ્પદ ગુનો અને કેન્સર માનનારા લોકો સામૂહિક હૈસિયતથી પોતાની ખામોશી તોડવા માટે કોઈ પણ રીતે તૈયાર નથી થતું.
આવી જ રીતે શિક્ષણ-વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓ સંબંધે એક મોટી સમસ્યા આ છે કે શિક્ષણ ભૌતિકવાદથી એટલું સમીપ થતું જઈ રહ્યું છે કે સમાજ અને સામાજિક મૂલ્યો પાછળ ધકેલાતા જઈ રહ્યા છે. આ એક હકીકત છે, જેનું નિવારણ અનિવાર્ય છે, તેમ છતાં તેના બે પાસા છે. એકનો સંબંધ વ્યવસ્થા સાથે છે, અને બીજાનો સંબંધ વિશેષ કલ્ચર સાથે છે, જે ખૂબ જ ઝડપથી સમાજનો ભાગ બનતો જઈ રહ્યો છે; અને તેમાં વિદ્યાર્થીઓનો મોટો ફાળો છે. હકીકત આ છે કે વ્યવસ્થામાં ફેરફાર કે પરિવર્તન લાવવું એ કંઇ એક બે દિવસની વાત નથી. તેના માટે એક લાંબો સમય જરૂરી હોય છે. હવે પ્રશ્ન આ ઉદ્ભવે છે કે વિદ્યાર્થીઓ વચ્ચે આ સભાનતા કેવી રીતે કેળવવામાં આવે. આ આપણા માટે હાલમાં વિચારવા અને ચિંતન-મનન કરવાની વાત છે.
આવી જ રીતે વૈચારિક અને દૃષ્ટિકોણ સંબંધિત કટોકટી અને શૈક્ષણિક સંસ્થા-સંગઠનોના રાજકીય તથા લોકશાહી વાતાવરણનો પ્રશ્ન પણ છે. આ તમામ પ્રશ્નોનું અલગ અલગ પૃથિકકરણ કરવું પડશે, અને તેમને દૃષ્ટિ સમક્ષ રાખીને આપણી પોતાની સ્થિતિનું નિરીક્ષણ તથા ભવિષ્યમાં વ્યક્તિગત રીતે પણ અને સામુહિક રીતે પણ પોત-પોતાની જવાબદારીઓનું કાર્યક્ષેત્ર નક્કી કરવાનું રહેશે.
હાલમાં દેશની સંજોગો જે ઝડપથી બદલાતા જઈ રહ્યા છે, અને ફાસીવાદી પરિબળો જે રીતે સમાજમાં કોમવાદી વિચારધારાને ફેલાવતા જઈ રહ્યા છે, એ એક સ્પષ્ટ હકીકત છે. બીજી બાજુ ખૈર-ઉમ્મતનો તાજ ધરાવનારી મિલ્લતે ઇસ્લામિયા (મુસ્લિમ ઉમ્મત) અને તેનું નેતૃત્વ જે ગફલત અને નિષ્ક્રિયતાનો ભોગ બનેલ છે, એ પણ સામે છે. ચોક્કસપણે આ સંજોગોમાં જો કોઈનાથી કોઈ આશા રાખી શકાય છે તો એ વિદ્યાર્થીઓ અને યુવાનો જ છે, અલબત્ત તેમની વચ્ચે આ સભાનતા કેવી રીતે કેળવવામાં આવે, આ સમયનો સૌથી મોટો પ્રશ્ન છે.
abulaalasubhani@gmail.com