Wednesday, January 15, 2025
Homeઓપન સ્પેસસફળતા માટે અનિવાર્ય છે નિરંતર પ્રયાસ

સફળતા માટે અનિવાર્ય છે નિરંતર પ્રયાસ

સીતારામ ગુપ્તા

એક ભરવાડ હતો જે દરરોજ જંગલમાં પોતાના ઘેટાં ચરાવવા જતો હતો. ઘેટાંના એક બચ્ચાને તે ખુબ લાડ કરતો હતો. બચ્ચું હતું પણ ખુબ સુંદર અને સુંવાળુ, ભરવાડ જ્યારે જંગલમાં પોતાના ઘેટાં ચરાવવા જતો તો પોતાના પ્રિય ઘેટાંના બચ્ચાને પોતાના ખભે બેસાડી દેતો જેથી તેને કોઈ કષ્ટ ન થાય. જેમ જેમ સમય વીતતો ગયો બચ્ચું પણ મોટું થતું ગયું. આમ પણ ભરવાડ પોતાના પ્રિય ઘેટાંના બચ્ચાના ખાવા પીવાનું ખુબ ધ્યાન રાખતો હતો. બચ્ચું ખુબ મોટું અને ભારે થવા લાગ્યું.

સાચું પૂછો તો હવે તે બચ્ચુ ન હોતુ રહ્યું બલ્કે ઘેટું બની ચૂક્યુ હતું. એક વખત એક અજાણી વ્યક્તિએ ભરવાડને આ ઘેટાંને પોતાના ખભે બેસાડતા જોઈને આશ્ચર્ય સાથે પૂછયું, “અરે આટલા મોટા ઘેટાંને પોતાના ખભા ઉપર કેવી રીતે ઉપાડી લો છો?” આ ભારે ક્યાં છે? જરા પણ વજનદાર નથી. આને તો હું તેના નાનપણથી પોતાના ખભા ઉપર લઈને ફરી રહ્યો છું- ભરવાડે જવાબ આપ્યો.

એક વાર મેં એક પરિચિતના બાળકને તેનીમાંના ખોળામાંથી મારા ખોળામાં લઈ લીધો. મેં બાળકને તરત જ મારા ખોળામાં નીચે ઉતારી દીધો કેમ કે તે બાળક તો ખૂબ જ વજનદાર હતું જેને સંભાળવું મારા માટે મુશ્કેલ હતું. મને નવાઈ લાગી કે આટલા ભારે ભરખમ બાળકને તેની માં આટલી સહેલાઈથી કેવી રીતે ઉંચકી લેતી હશે જ્યારે કે તે અશક્ત અને દુબળી-પાતળી મહિલા હતી. કારણ સ્પષ્ટ અને સ્વાભાવિક છે.

માં પોતાના બાળકથી ખુબજ પ્રેમ કરે છે જેથી તેનું બાળક તેને ભારે લાગતું નથી. તેના સ્નેહ અને મમતા વચ્ચે આ બાળકનું વજન નગણ્ય છે. બીજું માં પોતાના બાળકને ત્યારથી ઉઠાવી રહી છે જ્યારે તે તદ્દન નાનું અને હલકું હતું. તે તદ્દન બાળપણથી તેનો ભાર ઉઠાવી રહી છે. ધીરે ધીરે બાળકનું વજન વધતું ગયું પરંતુ સાથે જ તેની માં ની વજન ઉઠાવવાની ક્ષમતા પણ વધતી ગઈ કેમ કે તેને તો બચ્ચાને દરરોજ ઉઠાવીને ફરવાનું હતું.

આ પ્રસંગોમાં ઘણી વાતો સ્પષ્ટ તરી આવે છે. જે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીને આપણે મનથી ચાહતા હોઈએ, જેને આપણે સ્નેહ ને મમતા સાથે પ્રેમ કરતા હોઈએ તે આપણને ભારરૃપ કે બોજ લાગતા નથી. બીજું જ્યારે કોઈ ક્રિયાને આપણે વારંવાર કરતા રહીએં તો તે ક્રિયા ન માત્ર આપણા માટે અત્યંત સરળ બની જાય છે બલ્કે આપણી કામ કરવાની ક્ષમતામાં પણ વધારો થવા લાગે છે. ત્રીજું એ કે જો કોઈ કાર્યના વિશેષ દક્ષતા કે પ્રવીણતા પ્રાપ્ત કરવી હોય તો તેને પ્રારંભથી જ શીખવાનું શરૃ કરી દેવું જોઈએ.

કોઈ નવા વિષયને શીખવા અને કોઈ કાર્યમાં વિશેષ દૃક્ષતા અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પણ આ જ પદ્ધતિ અપનાવી શકાય છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે નિયમિત અભ્યાસ જરૂરી છે. અભ્યાસને પ્રશિક્ષણની સાથે કાર્યરત શક્તિમાં પણ વૃદ્ધિ થતી રહેવી જોઈએ. સાથે અભ્યાસના સમયમાં પણ ક્રમશ વધારો થતો રહે તો કાર્ય ખુબ સારી રીતે સંપન્ન થાય. શક્ય છે આ બધા દરમ્યાન અવરોધ આવે, આળસ થાય, મનનો ભાર વધે પણ તે બધું ખંખેરી નાંખીને સતત પ્રવૃત્ત રહેશે તો પરિણામ ચોક્કસ મળે જ અને સફળતા હાંસલ થાય જ.

એક ખેડૂતે પોતાના ખેતરમાં કુવો ખોદવાનું નક્કી કર્યું. દસ-બાર ફૂટ ખોદવા છતાં જ્યારે પાણી ન આવ્યું તો નિરાશ થઈને બેસી ગયો. ફરી પાછા નવી જગ્યાએ ખોદવાનું શરૃ કર્યું પરંતુ પંદર-વીસ ફૂટ ખોદવા છતાં પાણીના દર્શન ન થયા. એટલે તેણે એક પછી એક ઘણા ખાડા ખોદી નાંખ્યા પણ પાણી તો ન જ દેખાયું

હવે ખેડૂતે આસપાસના અન્ય ખેતરોમાં બનેલા કુવાઓ વિષે વિચાર્યું તો તેના દિમાગમાં ઝબકારો થયોે કે જો આ બધા કુવામાં પાણી ભરપૂર તો મારા કુવામાં કેમ નથી? ક્યાંક મારાથી જ કોઈ ભૂલ થઈ રહી છે જેના કારણે પાણી નથી મળતું. તેણે પોતાની બુદ્ધિ પર ભાર નાંખ્યો અને યાદ કરવાનો પ્રયત્ન કર્યો તો તેને યાદ આવ્યું કે આસપાસના તમામ કુવા તો પચીસ-ત્રીસ ફૂટ ઊંડા છે પછી મારા ૧૦-૧૫ ફૂટ કુવામાં પાણી ક્યાંથી આવે?

આ વાત ધ્યાનમાં આવતાં સાથે જ તેના શરીરમાં સ્કુર્તિ આવી ગઈ અને તેના ચહેરા ઉપર ઉત્સાહ છલકાવા લાગ્યો. અને મંડી પડયો કામ કરવા. સફળતા માટે માત્ર પરિશ્રમ જ નહીં બલ્કે કામની સમજ અને વ્યવહારિક જ્ઞાાન હોવું પણ અત્યંત જરૂરી છે. અને કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક જ દિશાના નિરંતર પ્રયાસો કરતા રહેવું પણ અનિવાર્ય છે. “સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” એ ઉક્તિની સત્યતા અને યથાર્થતા સમજીએ તો સફળતા કદમ ચૂમવા આવી જ જાય. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments