Friday, December 27, 2024
Homeકેમ્પસ વોઇસઆપણે અધ્યયન કેમ કરીએ?

આપણે અધ્યયન કેમ કરીએ?

અધ્યયનનો અર્થ થાય છે જોવું, સમજવું, જાણવું અને જ્ઞાાન પ્રાપ્ત કરવું. પ્રશ્ન થાય છે કે આપણે અધ્યયન કેમ કરીએ? ઉત્તર છે કે દરેક મનુષ્ય અધ્યયન કરવા માટે વિવશ છે. અને આના વગર મનુષ્ય કશું જ કરી શકતો નથી. માટે અધ્યયન મનુષ્ય માટે અનિવાર્ય છે. મનુષ્ય અધ્યયન માટે મજબૂર છે. ત્યારે પ્રશ્ન થાય છે કે માનવ શરીરમાં એ કઈ વસ્તુ છે, કયું બળ છે, કઈ તાકાત, શક્તિ-ફોર્સ છે જે મનુષ્યને અધ્યયન કરવા વિવશ  અને લાચાર કરે છે. મિત્રો કુઆર્ન બતાવે છે કે મનુષ્ય સહીત સમગ્ર સૃષ્ટિનું અલ્લાહ તઆલાએ સર્જન કર્યું છે. અલ્લાહ તઆલાએ જ મનુષ્યની શરીર રચના માં જ એક તત્વ એવું મૂકી દીધું છે જે મનુષ્યને અધ્યયન કરવા વિવશ કરી દે છે. કુઆર્નમાં સૂરઃશમ્સમાં ફરમાવ્યું છેઃ નેકી અને બદી તેના પર (મનુષ્ય) ઇલ્હામ કરી દીધી. અર્થાત્ નેકી અને બદીને મનુષ્ય સમજી શકે તેવી એક અદ્રશ્ય શક્તિ માનવ શરીરમાં મુકવામાં આવી છે. જે તેને અધ્યયન કરવા માટે વિવશ કરી દે છે.

માનવ શરીરમાં અલ્લાહે મુખ્યત્વે પાંચ રૃલ્સ/ અવયવો આપ્યા છે. જેનાથી તે અધ્યયનનું કાર્ય લે છે. પાંચ અવયવો આ પ્રમાણે છે. (૧) બે આંખ (૨) મગજ (૩) કાન (૪) હૃદય / દિલ(૫) સ્પર્શ.

એક મુસ્લિમ તરીકે આપણે જોઈએ તો કુઆર્નની પ્રથમ વહી “પઢો પોતાના રબના નામ સાથે જેણે સર્જન કર્યું” અધ્યયન કરવાનો આદેશ આપે છે. એટલા માટે આપણે શરીઅતના વર્તુળમાં રહીને દીની-દુન્યવી રીતે ભરપૂર અધ્યયન કરવું જોઈએ. અલ્લાહ તઆલાનો સિદ્ધાંત છે કે તે શિક્ષિત સમાજને નેતૃત્વ બક્ષે છે. અભણ સમાજને નેતૃત્વ આપવામાં આવતું નથી. ઇતિહાસ બતાવે છે કે અધ્યયન દ્વારા માનવ સમાજે ઉચ્ચતા પ્રાપ્ત કરી છે.

તાજેતરમાં ભારતીય મુસ્લિમ સમાજની શૈક્ષણિક સ્થિતિ તેના માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિને સાચર કમિટીના રીપોર્ટમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રવર્તમાન પરિસ્થિતિનો ચિતાર ઉર્દુ ભાષાના કવિ પ્રસ્તુત કરે છેઃ

ઉજાલે ઇસ કદર બેનૂર ક્યું હે

કિતાબેં ઝિન્દગી સે દૂર ક્યું હે

કભી યું હો કે પત્થર ચોટ ખાએ

યે હર દમ આઈને હી ચુર ક્યું હે

એકાગ્રતાથી પોતાના લક્ષ્યની પ્રાપ્તી માટે કરેલ અધ્યયન મનુષ્યને સફળતાની ટોચે પહોંચાડે છે. અધ્યયન દ્વારા સત્ય-અસત્યનો ભેદ, દોસ્ત-દુશ્મનનો ભેદ, નેકી અને બદી, ભલાઈ અને બુરાઈ, સ્વંય પોતાની જાત અને માનવ-માનવ વચ્ચેના સંબંધો, માનવ-અલ્લાહ વચ્ચેનાં સંબંધો જવી અગણીત વિદ્યાઓ અધ્યયન દ્વારા પ્રાપ્ત કરી શકાય. પરંતુ પવિત્રમ કુઆર્ન અને ઇસ્લામી સાહિત્યનું એકાગ્રતાપુર્વકનું અધ્યયન મનુષ્યને શું સ્થાન આપે છે. ઉર્દુના કવિ પ્રમાણેઃ

ઘટે તો એક મુશ્તે ખાક હૈ ઇન્સાં

બળ્હે તો વુસ્અતે કૌનેન મેં સમા ન સકે

ઇસ્લામી સાહિત્યનું અધ્યયન મનુષ્યનો દરજ્જો વધારે છે. જ્યારે કે તેનાથી લાપરવાહી અથવા તેનો વિરોધ ગર્તામા ધકેલાઈ જવાનું કારણ બને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments