(પ્રેમ સંદેશ)
હાફિઝ અબૂબક્ર અલ બઝાઝ (રહે.) એ પોતાની કૃતિમાં હઝરત બરીદા (રદિ.)થી આ રિવયત નકલ કરી છે કે એક વ્યક્તિ પોતાની માતાને ખભે ઉપાડી કાબાનો તવાફ કરાવી રહ્યો હતો. તવાફ પછી તેણે નબીએ કરીમ સલ્લલ્લાહુઅલૈહિવસલ્લમ થી પૂછયુંઃ શું મે મારી માતાનો હક્ક ચૂક્વી દિધો. નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિવસલ્લમ એ ફરમાવ્યું : ‘ના, તમોએ તેની એક આહનો પણ હક્ક અદા કર્યો નથી.’
આટલું કર્યા પછી પણ એક આહનો હક્ક અદા થયો નથી, કે જે તેણીએ ગર્ભ અને પ્રસૂતિ દરમ્યાન પીડા ઉપર પીડા સહન કરી આહ ભરી હતી. કુઆર્ન અને નબી સલ્લલ્લાહુઅલૈહિવસલ્લમ ની હદીસોમાં સંતાનને વારંવાર શીખ આપવામાં આવી છે કે તે માતા પિતા સાથે સદવર્તન કરે. જ્યારે માતા પિતાને એક બે જગ્યાએ જ તાકીદ કરાઇ છે કે તેઓ સંતાન સાથે કેવો વ્યવહાર કરે. આનું કારણ આ છે કે બાળકોનું ઉછેર તેમની સારસંભાળ તો માતા પિતાના સ્વભાવમાં જ છે.
માબાપની પ્રકૃતિ આ વાત માટે મજબૂર છે કે જીવન ચલીત રાખવા નવી પેઢીનો ઉછેર કરે. અલ્લાહ તઆલા પણ આવું જ ઇચ્છે છે. માબાપ પોતાની સંતાન ખાતર પોતાનું શરીર, પોતાની તમામ શક્તિ અને પોતાનું આયુષ્ય ખપાવી દે છે. આના ખાતર પોતાની મહામૂલ્ય અને બહુ મૂલ્ય ચીજવસ્તુનો બલિદાન આપે છે. છતાં જીભ પર એક અક્ષર સુધ્ધા આવવા દેતા નથી. બલ્કે તેઓ આ બધું નિર્ભાન અને અવિચારી રીતે કર્યેે જાય છે. આટલું જ નહીં શિખામણ કે આગ્રહની જરૃર નથી પડતી. અલબત્ત બાળકને વારંવાર આ વાતની જરૃર જણાય છે કે તે શિખામણ કરાય કે તે આ બાબતે ધ્યાન આપે, યાદ રાખે કે જે માંબાપે તમારા માટે સર્વસ્વની બલી આપી છે. જીવન માટેની યુક્તિઓ વિચારી રાખી છે. યોજનાઓ તૈયાર કરે છે. જેમણે પોતાનું આયુષ્ય, પોતાની આત્મા, શારીરિક શક્તિઓ અને આવડતોને નિચોવી નિચોવીને આ પેઢીને પાઇ છે. જે ભવિષ્ય ભણી ડગ ભરી રહ્યો છે. તેમણે જે બલીદાનો આપ્યા છે તેના એક ભાગનો પણ ઋણ અદા કરવા સન્તાન પાસે કાંઇ જ નથી. ચાહે તે તેમની કુર્બાનીઓનો હક્ક અદા કરવા પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દે.
વહી દ્વારા રજૂ કરાયેલી આ છબી કે “તેની માતાએ તેને કમજોરી ઉપર કમજોરી સહન કરી પોતાના ઉદરમાં રાખ્યો અને બે વર્ષ દૂધ છોડાવાવામાં લાગ્યાં.” આ છબી તે ભવ્ય કુર્બાનીને રજૂ કરે છે. કેમ કે માતા પોતાની પ્રકૃતિ અને સ્વભાવના કારણે આ કુર્બાનીનો મોટો ભાગ સહન કરે છે. એટલું જ નહીં અત્યંત ઉંડો પ્રેમ-મમતા અને માયાળુ સુગંધનો પ્રવાહ વહેતો કરે છે.
માતાના આ ભવ્ય બલીદાનને કારણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એ વ્યક્તિને કે જેણે પોતાની માતાને તવાફ કરાવ્યો, આ કહ્યું “તે તેની એક આહનો પણ હક્ક અદા નથી કર્યો.” આવી જ રીતે એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિવસલ્લમ થી પૂછયું કે મારા સદવર્તનો કોણ વધુ હક્કદાર છે? તો આપ સલ્લલ્લાહુઅલૈહિવસલ્લમ એ ફરમાવ્યું ‘તારી માતા’ ફરી પૂછયું ત્યાર પછી કોણ? આપ સલ્લલ્લાહુ અલૈહિવસલ્લમ એ ફરમાવ્યું ‘તારી માતા’ ત્રીજા વખત પૂછયું પછી કોણ? આપ સલ્લલ્લાહુ અલૈહિવસલ્લમ એ ફરમાવ્યું ‘તારી માતા’ ચોથી વખત પૂછયું કે પછી કોણ? તો આ સલ્લલ્લાહુઅલૈહિવસલ્લમએ ફરમાવ્યું ‘તારા પિતા’ (સર્વમાન્યઃ મુત્તફિકઅલયહ)
માને પહેલો અને પિતાને બીજો દરજ્જો પ્રાપ્ત છે. અને બન્ને મળીને સમાજની રચનાનો સર્વપ્રથમ માળખો તૈયાર કરે છે. એટલે જ તેની સ્વસ્થતામાં સમાજની સ્વસ્થતાનો આધાર છે. એટલે જ રસૂલ સલ્લલ્લાહુઅલૈહિવસલ્લમ આ વાતના વધુ આગ્રહી રહેતા કે કુટુંબની વ્યક્તિઓ વચ્ચે મેલ-મિલાપ, પ્રેમ અને હુંફાળ વાતાવરણ ચોમેર પથરાયેલોને પથરાયેલો રહે. જો કુટુંબની વ્યક્તિઓ પરસ્પર નાની સરખી પ્રેમભાવ પણ ન ધરાવે તો સમાજ ભોયં ભેગુ થવાના આરે પહોંચી જાય છે.
અલ્લાહનો આ ફરમાન સત્ય છે, “તારા રબે ફેંસલો કરી દીધો છે કે કોઈની ઉપાસના ન કરો, પરંતુ કેળળ તેની. માતા-પિતા સાથે સારો વ્યવહાર કરો. જો તમારા પાસે તેમાંથી કોઈ એક, અથવા બંને, વૃદ્ધ થઈને રહે તો તેમને ઊંહકારો પણ ન કહો, ન તેમને ધુત્કારીને જવાબ આપો, બલ્કે તેમના સાથે આદરપૂર્વક વાત કરો, અને નમ્રતા અને મહેરબાની સાથે તેમના સાથે નમીને રહો અને આ દુઆ કર્યા કરો કે, પાલનહાર! આમના ઉપર દયા કર જે રીતે તેમણે મમતા અને સ્નેહપૂર્વક મને બાળપણમાં ઉછેર્યો હતો.” (બની ઇસરાઇલ : ૨૩-૨૪)
કુઆર્ને શિક્ષા આપી કે તેમને સંતાનના મુખેથી અણગમાં કે નારાજગીના ઉદગાર વ્યક્ત કરતાં શબ્દો ન સાંભળવા પડે.
માતા પિતાની અવજ્ઞાા એક આફત છે જે સમાજમાં પ્રસરી જાય તો તેને ખોખલું કરી મૂકે અને કૌટુંબિક સંબંધોના તારને વડે વિખેર કરી નાખે છે.
અત્રે એ યાદ રહે કે પોતાના માતાપિતા સાથે અવજ્ઞાાનું વલણ તેની સંતાન માટે આ કારણ રજૂ કરવાની તક આપે છે કે તેની સંતાન પણ તેની અવજ્ઞાાનાનો માર્ગ અપનાવે કેમ કે નમૂના રૃપ આચરણ તેમની સામે છે.
આમ સતત એક પછી એક જુદા જુદા ડગ ઉપર સમાજ રૃપી આ ઇમારત ભોંય ભેગી થઇ જાય છે.
જે કોમો અંગે તમારા આ મત છે કે તેઓ સુસંસ્કૃત છે. ત્યાંની દશા આ છે કે સંતાન અઢાર વર્ષ કે તેનાથી પણ ઓછી ઉમરે પહોંચતા પહોંચતા માબાપથી જુદી થઇ જાય છે. કુંટુબની પ્રત્યેક વ્યક્તિ પોતાનો જુદો માર્ગ અપનાવે. મા પોતાના દિકરા કે દિકરીને શોધતી જ રહી જાય છે. પણ તેઓ ક્યારેય હાથ લાગતા નથી. દિકરા કે દિકરીના સંજોગો તેમને એ તક આપતા નથી કે તેઓ વિરમતી વખતે પોતાનીમાં પણ છેલ્લી નજર નાખી લે. આ સંસ્કૃતિ નથી. માનવીનું દુર્ભાગ્ય છે. સંસ્કૃતિનું પતન છે આપી વિરૂદ્ધ ઇસ્લામી સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થાને આધીન પ્રત્યેક વ્યક્તિ હર્ષભેર સામાજિક જીવન હેઠળ જીવે છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું, “જે વ્યક્તિ અલ્લાહ ઉપર અને પરલોક ઉપર આસ્થા ધરાવે છે તેણે પોતાના મહેમાનોનું માન સંમાન કરવો જોઇએ અને જે વ્યક્તિ અલ્લાહ અને આખિરત (પરલોક) ઉપર શ્રધ્ધા ધરાવે છે તેણે વિનમ્ર વ્યવહાર કરવો જોઇએ અને જે વ્યક્તિ અલ્લાહ અને આખિરત (પરલોક) ઉપર શ્રધ્ધા ધરાવે છે તેણે જીભથી સારી વાત કહેવી જોઇએ, નહી તો ચૂપચાપ રહેવું જોઇએ.” (મુત્તફિકઅલય)
દઅવત-નિમંત્રણના ક્ષેત્રે કાર્યરત કેટલાક યુવાનો મસ્જિદો, શાળાઓ અને દીની વિભાગોમાં બહુ જ પ્રવૃત્ત અને રસ લેતા જોવા મળે છે. પણ પોતાના માતા-પિતા સાથે અત્યંત રૃખો સૂખો વ્યવહાર કરે છે. આમ છતા તેઓ આ ખ્યાલ ધરાવે છે કે તેઓ બહુ જ સારૃ કામ કરી રહ્યા છે. કદાપી નહીં તેઓ કોઇ સારૃં કામ કરી રહ્યા નથી. નવયુવાન દિકરા કે દિકરીઓ કંઇ પણ કામ કરે તો પોતાના માબાપની મરજી-ઇચ્છાને હંમેશા સામે રાખે. નહીં તો તેમનું આ કામ માત્ર નિર્દલ દાવો અને દેખાવો માત્ર થઇ પડશે. જેમાં કોઇ ભલાઇ નહીં હોય.