Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસગુજરાત : બાબાનું ઝેર અને પપ્પુનો કેર

ગુજરાત : બાબાનું ઝેર અને પપ્પુનો કેર

એક સમય એવો પણ હતો જ્યારે નરેન્દ્ર મોદી ઘણા ચાલાક જણાતા હતા અને ગુજરાતના ભોળા લોકોને પોતાની કપટ જાળમાં લઈ લેતા હતા. ક્યારેક ગોધરા, ક્યારેક સોહરાબુદ્દીન તો ક્યારેક વિકાસના સૂત્ર થકી જનતાને ખૂબ મુર્ખ બનાવી. અહીં સુધી કે મુખ્યમંત્રીથી વડાપ્રધાન બની ગયા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે જ નરેન્દ્ર મોદીને સાડા ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત પોતાનું જન્મસ્થળ યાદ આવ્યું. તેમની શાળા અને એવા જુના મિત્રો યાદ આવ્યા જેમના મુખમાંથી દાંત ગાયબ થઈ ગયા છે અને જે હવે લાકડીનો સહારો લઈને ચાલે છે. શિવજીનું પ્રાચીન મંદિર કે જ્યાં તેઓ ઝેરનો પ્યાલો પીવાનું શીખ્યા હતા તે યાદ આવી ગયું. તે પોતાને ભોલાશંકરનો ભક્ત બતાવીને તેના નામે વોટના આશિર્વાદ માંગવા પહોંચી ગયા પરંતુ હવે જનતા એવી ભોળી પણ નથી રહી કે તેમની વાતોમાં આવી જાય. તેઓ જાણી ગયા છે કે નફરતનું જે ઝેર નીલકંઠે પોતાના ગળામાં રાખી લીધું હતું તેને મોદીએ ગોધરાથી લઈને વારાણસી સુધી ફેલાવી દીધું છે. હવે ગુજરાતની ચાલાક જનતા ભોલે બાબાના મનની વાત કાને ધરવા તૈયાર નથી. આ જ કારણ છે કે વડાપ્રધાનની બે દિવસીય ગુજરાત મુલાકાત નિષ્ફળ ગઈ.

અહીં મોદીજી ગયા ત્યાં તો રાહુલજી પહોંચ્યા અને તઓએ એક પછી એક વડાપ્રધાન ઉપર પ્રહારો ઠોકી દીધા. પરંતુ તેમના નિવેદનમાં એક બાબત ચુકી ગયા. રાહુલે કહ્યું કે ગુજરાતનો વિકાસ વારંવાર જૂઠી વાતો સાંભળીને પાગલ થઈ ગયો છે. આ વાત સાચી નથી બલ્કે સત્ય તો આ છે કે ગુજરાતનો વિકાસ વારંવાર જૂઠ બોલીને પાગલ થઈ ગયો છે. તેની સ્પષ્ટ સાબિતિ વડાપ્રધાનનું વ્યક્તિત્વ છે જે પોતાની શાળામાં ધૂળ ઉઠાવીને પોતાના માથા ઉપર નાંખે છે અને તેનો વીડિયો પણ ફેલાવવામાં આવે છે. વડનગરમાં એક રેલીમાં બોલતાં તેઓએ જણાવ્યું કે “મેં વડનગરથી પોતાની યાત્રા આરંભ કરી હતી અને હવે કાશી સુધી પહોંચી ગયો છું. વડનગરની જેમ કાશી પણ ભોલે બાબાની નગરી છે. ભોલે બાબાના આશિર્વાદથી મને ઝેર પીવા અને તેનું પાચન કરવાની શક્તિ પ્રદાન થઈ”

કાશ! મોદીજી તેમના ભાવનાત્મક નિવેદનમાં તે કેસરી પરિવારને પણ શ્રદ્ધાંજલિ રજૂ કરતા જેને તેમણે ઝેર પીવાની કળા શીખાવીને વારાણસીથી દિલ્હી સુધી મોકલ્યા. આના પહેલાં મોદીજીએ ઘોષણા કરી હતી કે દિવાળી પહેલા જ દિવાળી આવી ગઈ છે. આ સત્ય છે કે અમિતશાહના પુત્ર અજયશાહની તો દિવાળી આવી ગઈ પરંતુ આમ જનતા તો નાદાર થઈ ગઈ.

ગુજરાત પ્રવાસ ઉપર રાહુલ ગાંધીએ એવું જ પ્રવચન આપ્યું કે જે એક સમય નરેન્દ્ર મોદી આપતાં હતા. રાહુલે જનતાથી કહ્યું કે ગુજરાતમાં સત્તા મેળવ્યા બાદ અમો મનની વાત નહીં  કરીશું બલ્કે તમારા મનની વાતો સાંભળીશું. મોદીએ કોઈને પુછ્યા ગાછ્યા વગર જ નોટબંધી કરી દીધી. જેટલીએ વિચાર્યા વગર જ  GST લગાવી દીધો. હવે એક ગરીબ દુકાનદાન દર મહિને ત્રણ ફોર્મ કેવી રીતે ભરશે જ્યારે કે તેની દુકાન રોકડ  ઉપર જ ચાલતી હોય. રાહુલે યાદ અપાવ્યું કે દેશની સામે સૌથી મોટો પડકાર બેરોજગારી છે. ચીનમાં દરરોજ ૫૦ હજાર લોકોને રોજગાર મળે છે અને આપણા દેશમાં ફકત ૪૫૦ રોજગાર ઉપલબ્ધ છે. આપણા દેશમાં રોજગાર નાના વેપારીઓ થકી આવશે પરંતુ મોદી બધી જ સરકારી મદદ દસ-પંદર ઉદ્યોગતિઓમાં વહેંચી નાંખે છે.રાહુલે મોદીના ગુજરાત મૉડલને એવી રીતે રજૂ કર્યું કે લોકો દંગ રહી ગયા. તેમણે કહ્યું કે મોદીનું ગુજરાત મૉડલ આ છે કે નાણાં છે તો નોકરી, જમીન, આરોગ્ય બધી વસ્તુઓ મળશે અને જો નાણાં નથી તો જાઓ ભાડમાં. ગુજરાત મૉડલ નિષ્ફળ થઈ ગયું છે. રાહુલના તેવર જોઈને એવું લાગી રહ્યું હતું કે મોદીના જીવનમાં જ તેમનો પુનર્જનમ થઈ ગયો છે.

આ રાહુલનો બીજો ગુજરાત પ્રવાસ હતો. તે પહેલા ૨૬ થી ૨૮ સપ્ટેમ્બરની વચ્ચે તેમણે દ્વારકાધીશના મંદિરમાં પુજા કરી હતી અને ત્યાં મુલાકાતીઓની નોંધપોથીમાં પોતાના પિતા અને દાદીનો સંદેશ જોઈને ભાવુક થઈ ગયા. મોદીએ રાહુલની કોપી કરતાં વડનગરના શિવમંદીરમાં પૂજા કરી અને શાળામાં જઈને તે પણ ભાવુક થઈ ગયા. રાહુલે આક્ષેપ કર્યો કે મોદી સરકારે કાળા ધનને સફેદ બનાવવા માટે નોટબંધી કરી હતી. આગળ જતાં તેની પુષ્ટિ યશવંતસિન્હા અને અરુનશોરીએ પણ કરી.

જી.એસ.ટી.ના કારણે જે સમસ્યાઓનો ઉલ્લેખ રાહુલે કર્યા કે મોટા વેપારીઓ પાસે એકાઉન્ટન્ટ હોય છે જે બધા ફોર્મ ભરી લે છે પરંતુ ગરીબ વેપારી આ કાર્ય કેવી રીતે કરી શકશે? આજે દેશના સર્વ લોકો આ સમસ્યાઓ કબૂલી રહ્યા છે અને સરકાર દબાણમાં આવીને બિલમાં સંશોધન કરવા મજબૂર થઈ ગઈ છે. સરકારનો બિનઅનુભવ તથા ઉતાવળ આ ખોટ માટે જવાબદાર છે. પટેલ સમુદાયના ઘા ઉપર મલમ ચોપડતા રાહુલે યાદ અપાવ્યું કે બીજેપીએ તેમના ઉપર ગોળીઓ વરસાવી. આ કોંગ્રેસની રીતભાત નથી. અમો પ્રેમ અને ભાઈચારાથી કામ કરીએ છીએ. રાજ્યમાં અમારી સરકાર બનશે તો ગુજરાતના લોકો તેને ચલાવશે નહીં કે દિલ્હીના રીમોટ કંટ્રોલથી તે ચાલશે. આ જ યુક્તિ એક સમયમાં નરેન્દ્ર મોદી અપનાવતા હતા.

નરેન્દ્ર મોદીજી માટે એક ખરાબ સમાચાર આ છે કે ગોધરાના જે ૧૧ આરોપીઓને એસઆઈટીની ખાસ અદાલતે મૃત્ય દંડ સંભળાવ્યો હતો તે સજાને ગુજરાત હાઈકોર્ટે ઉંમરકેદમાં બદલી દીધા. ઉંમર કેદની સજાને જો ૧૪ વર્ષ માની લેવામાં આવે તો સમજી લો કે તેઓને છોડી મુકવામાં આવ્યા છે. જેમણે ખાસ અદાલતે છોડી દીધું હતા તે લોકોને સજા અપાવવા માટે સીટ હાઈકોર્ટમાં ગઈ હતી, તેથી તેમની સ્થિતિ “નમાઝ પઢતા મસ્જીદ કોટે વળગી” જેવી થઈ છે. મોદીજીએ વડનગરમાં ૨૦૦૧થી પોતાના વિરુધ થઈ રહેલી  ઝેરી વર્ષાની આડમાં પરોક્ષ રીતે ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો. એવામાં ગોધરાના કેદીઓની સજામાં કપાતે ભાજપને વધારે દુર્બળ કરી દીધી છે. ગુજરાત ચૂંટણીનું પરિણામ જે પણ આવે પરંતુ આ વાત સ્વિકારવી પડશે કે આ ચૂંટણી દંગલમાં પાટીદારોએ અમિત શાહને પછાડી દીધા અને રાહુલગાંધીએ નરેન્દ્ર મોદીને ચિત્ત કરી દીધા છે. એક કવિ મુજબ;

“લોગ મોદી કી બાત કરતે થે

અબ તો રાહુલ કે હાથ દંગલ હૈં”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments