Thursday, December 26, 2024
Homeમાર્ગદર્શનમધુરવાણીજીભ અને ગુપ્ત અંગોની રક્ષા

જીભ અને ગુપ્ત અંગોની રક્ષા

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું :

“જે વ્યક્તિ બંને જડબાં વચ્ચેની વસ્તુ (જીભ) અને બંને પગ વચ્ચેની વસ્તુ (ગુપ્તાંગ)ની રક્ષાની ખાતરી આપે હું તેને જન્નતની બાંયધરી આપું છું.” (બુખારી, મુસ્લિમ)

સમજૂતી:

અર્થાત્ જે વ્યક્તિ અલ્લાહની પ્રસન્નતા મેળવવા માટે જીભ અને ગુપ્તાંગ ઉપર અંકુશ રાખે અને તેમના વડે કોઇ ખોટું કામ ન થવા દે તે ચોક્કસપણે જન્નતમાં જશે. જીભ વિષે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું: “બંદો ઘણી વખત અલ્લાહની પ્રસન્નતાની કોઇ વાત કરે છે, જેને તે મહત્વ પણ નથી આપતો, પણ અલ્લાહ તેના કારણે તેના દરજ્જા વધારી દે છે, અને ઘણીવાર બંદો અલ્લાહને નાખુશ કરનારી વાત કરી નાખે છે, અને તેને કોઇ મહત્વ આપતો નથી, જો કે તેના કારણે તે દોજખના ખૂબ ઊંડા ખાડામાં જઇ પડે છે.” (બુખારી)

ઝિના  એટલે કે વ્યભિચારની સમજૂતી આપતાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું: “આંખનો ઝિના (નામહરમને બૂરા ઇરાદાથી) જોવું છે, કાનોનો ઝિના સાંભળવું છે, જીભનો ઝિના વાત કરવી છે. હાથનો ઝિના હાથ નાખવો છે, પગનો ઝિના આગળ વધારવો છે, અને વાસનાના વિચારો હૃદયમાં જન્મે છે અને હૃદય (બૂરી) કામના કરે છે અને ગુપ્તેન્દ્રિય કાં તો તેમને સાચા ઠેરવે છે અથવા તેને ખોટા ઠેરવે છે.” (બુખારી મુસ્લિમ)

બીજા શબ્દોમાં જો ઝિના જેવા દુષ્કૃત્યોથી બચવું હોય તો ઉપરોક્ત તમામ વાતોથી દૂર રહેવું જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments