Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમાનવતા સાચો ધર્મ ?

માનવતા સાચો ધર્મ ?

બધા ધર્મ સારા છે, બધા ધર્મ સારી શિક્ષા આપે છે, કોઇ ધર્મ ખોટો નથીે, ધર્મ પર કટ્ટરતા પુર્વક અમલ કરવાથી મતભેદ અને ઝગડો થાય છે. એટલા માટે સૌથી મોટો ધર્મ માનવતા છે ભલે વ્યક્તિ કોઇ ધર્મ ને માને કે ન માને એમાં માનવતા હોવી જોઇએ.

જ્યારે કોઇ જુદા જુદા ધર્મના લોકોમાં ચર્ચા થાય છે. તો આ ચર્ચા માં ઉપર ના ત્રણ-ચાર વાક્ય આપણને અચુક સાંભળવા મળે છે. આ વાતતો સાચી છે કે બધાજ ધર્મો સારી શિક્ષા આપે છે. દા.ત. લોકોનું ભલું કરવું,નૈતિક્તા, ચોરી ન કરવી વગેરે…. તો આ વાક્ય કેમ “ધર્મને માનો કે ન માનો પણ ‘માનવતા’ સૌથી મોટો ધર્મ છે? મારા મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે બધા જ ધર્મો સારી શિખામણ આપે છે તો આ માનવતા નામનો નવો ધર્મ બનાવવાની શું જરૃર છે? ” આનું એક કારણ આ હોઇ શકે કે બધાજ ધર્મો માં સમાન વાતો ઓછી છે પણ એક બીજાની વચ્ચે વિરોધાભાસ વધારે છે. આવી પરિસ્થિતીમાં આ નિર્ણય કરવો કે કયો ધર્મ સારો કે સાચો આ ઝંઝટમાં પડીને ઝગડો કરવાથી આ સારૃ કે તમે કોઇ પણ ધર્મમાં માનો બધા ધર્મો સારા છે. પણ માનવતા સૌથી મોટો ધર્મ છે.

ઇશ્વરે તો કોઇ ધર્મ નથી બનાવ્યો “ધર્મ તો લોકોએ બનાવી દીધા.” ઇશ્વરે જ્યાર થી મનુષ્યને ધરતી પર મોકલ્યો ત્યારથી એને એક’ જીવન વ્યવસ્થા’ (જીવન જીવવાની રીત) આપી દિધી કે તમે ધરતી પર મારા નિયમ અને કથન અનુસાર જીવન ગુજારો. એટલે ઇશ્વરે ફક્ત એકજ જીવન વ્યવસ્થા આપી હતી. પણ પછી મનુષ્યમાંથી સ્વાર્થી લોકોએ આ જીવન વ્યવસ્થામાં પોતાની મન માની ચલાવીને પોતાના સ્વાર્થ માટે આ એક જીવન વ્યવસ્થા માં થી અલગ થઇને નવો ધર્મ બનાવતા રહ્યા. કેમકે આ ઇશ્વરીય જીવન વ્યવસ્થામાં જે પણ આદેશો કે નિયમો હતા તે તેમની અનૈતિક અને લાલચુ ઇચ્છાઓની વિરૃધ્ધમાં હતા.

ઇશ્વરની  જે જીવન વ્યવસ્થા છે એ જ અસલ ઇન્સાનિયત (માનવતા) છે. ઇશ્વરે જ્યારે મનુષ્યને ધરતી પર મોકલ્યો અને જે જીવન વ્યવસ્થા આપી એ જીવન વ્યવસ્થામાં એવા નિયમો અને કાનૂન આપવામાં આવ્યા છે જેમાં માનવતાની સાચી તાલીમ છે.

ઇશ્વરીય જીવન વ્યવસ્થામાં મનુષ્ય અને મનુષ્યની વચ્ચે કોઇ ભેદ-ભાવ નથી. બધા જ માનવ અક સરખા છે. કોઇ જન્મથી ઉંચુ કે નિચું નથી ન રંગ,ભાષા કે રાષ્ટ્રથી. બધા માણસો એક સમાન છે. પણ સ્વાર્થી લોકોએ ઇશ્વરીય જીવન વ્યવસ્થામાં પોતાની સત્તા સ્થાપવા માટે અને આર્થિક લાભ મેળવવા માટે લોકોમાં ભેદ-ભાવ કરી દીધો અને નવો ધર્મ બનાવ્યો જેનો પાયો ઉંચ-નિંચ અને ભેદ-ભાવ પર આધારીત છે. આવી જ રીતે વિશ્વના બધા જ ધર્મો એક ઇશ્વરીય જીવન વ્યવસ્થા માં થી અલગ થઇને બનેલા છે. જો તમને સાચી માનવતા જોઇએ તો એ તમને ઇશ્વરીય જીવન વ્યવસ્થામાં જ મળશે. કારણ કે ઇશ્વર કોઇમાં ભેદ-ભાવ કરતો નથી.  બધાજ માણસોને એણેજ બનાવ્યા છે. જે બધાને પ્રકાશ આપે છે. ઇશ્વરનો નિયમ અને કાનૂન બધી માનવજાત માટે ભલાઇ અને શાંતિ નો છે.

આપણને જરૃર છે કે આપણે તે એક ઇશ્વરમાં શ્રદ્ધા અને ભરોસો રાખીએ જેણે બધાનું સર્જન કર્યું. જે બધાનો સર્જનહાર છે. એનો એક પણ નિયમ માનવતા માટે નુકસાનકારક નથી. એનો નિયમ આખ બંધ કરીને માનવો જોઇએ અને એની આજ્ઞાનું પાલન કરવું જોઇએ. એજ સૌથી સાચી માન્યતા છે કે મનુષ્ય પોતાના સાચા સર્જનહારને ઓળખે અને એની જ પુજા અને બંદગી, ઉપાસના અને એની જ આજ્ઞાકારી હોય.

હું એક પ્રશ્ન પુછવા માંગુ છું કે ઇશ્વરીય જીવન વ્યવસ્થા અનુસાર જીવન ગુજારવું. ઇશ્વરની ઇચ્છાઓનું પાલન કરવું ઇશ્વરનાં આજ્ઞાકારી થવું એ કોઇ ખરાબ વાત છે? નહિં એ તો આપણી ફરજ છે!

ઇશ્વરીય જીવન વ્યવસ્થાને અંગ્રેજીમાં ” ઉછરૃ ર્ંહ્લ ન્ૈંહ્લઈ” અથવા “જીરૃજી્ઈસ્ ર્ંહ્લ ન્ૈંહ્લઈ” કહેવાય છે. અને જે વ્યક્તિ ઇશ્વરનો આજ્ઞાકારી હોય એને “ર્ંહ્વીઙ્ઘૈીહં” કહેવાય છે. આ બન્ને શબ્દોને અંગ્રેજીમાં કહેવાથી લોકો ને કોઇ પ્રોબ્લેમ થતો નથી. પણ જ્યારે અરબી ભાષામાં કહીએ તો ? ઇશ્વરીય જીવન વ્યવસ્થાને અરબી ભાષામાં “ઇસ્લામ” કહેવાય  અને જે વ્યક્તિ ઇશ્વરના “ર્ંહ્વીઙ્ઘૈીહં” એને અરબીમાં “મુસ્લિમ” કહેવાય છે.

ઇસ્લામ અને મુસ્લિમનો અર્થ ઃ

ઇસ્લામના બે મતલબ થાય છે. પેહલો છે સલામતી શાંતિં અને બીજો છે, આજ્ઞાકારી થવું. આજ્ઞાનું પાલન કરવું. એટલે ઇશ્વરની આજ્ઞાનું પાલન કરવું અને કોઇ વ્યક્તિ ઇશ્વરનો આજ્ઞાકારી થાય એને અરબીમાં  મુસ્લિમ કહે છે.

ઇસ્લામ કોઇ ધર્મ નથી જેવા કે બીજા ધર્મો છે કે જેઓ ર્િૈખ્તૈહટ્ઠઙ્મ ઙ્ઘૈદૃૈહી જઅજંીદ્બ ર્ક ઙ્મૈકી માં થી અલગ થઇને વજુદમાં આવ્યા હોય. બલ્કે ઇસ્લામ એ જ ઇશ્વરીય જીવન વ્યવસ્થા છે જે આપણા સર્જનહાર તરફથી છે.

જો દુનિયા ઇસ્લામ (ઇશ્વરીય જીવન વ્યવસ્થા) અનુસાર ચાલે તો ધરતી પર શાંતી માનવતાની સ્થાપના થઇ જાય. ઇસ્લામ માનવજાત માટે લાભદાયક છે, ઇસ્લામમાં બધીજ સમસ્યાઓનો હલ છે. ઇસ્લામમાં એક પણ એવી વાત નથી જે માનવતા માટે લાભદાયક ન હોય, ઇસ્લામમાં બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે.

ઇસ્લામમાં એક પણ એવી વાત નથી જે માનવતા માટે હાનિકારક હોય. ઘણા બધા લોકોને જ્ઞાનની અછતનો કારણે ઇસ્લામની બાબતમાં ગેરસમજો છે. જો કોઇ વ્યક્તિ ઇસ્લામનો ખુલ્લા મનથી અભ્યાસ કરશે તો તે આ સ્વિકાર્યા વગર નહિં રહે કે ઇસ્લામ જ માનવતા અને શાન્તિ સ્થાપિત કરશે.

હું મુસ્લિમની પ્રશંસા આટલા માટે નથી કરતો કે હું પણ મુસ્લિમ છું પણ હું એટલા માટે કરૃં છું કારણ કે હકીકતમાં ઇસ્લામ આવો જ છે.

ઇસ્લામમાં માનવ અધિકારો ઃ

”લોકો અમે તમને એક પુરૃષ અને સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતીઓ) અને કબિલાઓ (બિરાદરીઓ) બનાવી દીધા જેથી તમે એક બીજાને ઓળખો (ન કે નફરત કરો) હકીકતમાં અલ્લાહની નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે.” (કુઆર્નઃ ૪૯ઃ ૧૩ ).

પૈગમ્બર મુહમ્મદ સલ. એ પોતાના જીવનના આખરી ખુત્બામાં ફરમાવ્યું છે કે. ”હે લોકો! તમારી સ્ત્રીઓનો તમારા પર અધિકાર છે. તમારો તેમના પર અધિકાર એ છે કે તે તમારા બિસ્તર પર કોઇ અન્યને ન સુવડાવે તેમજ તમારી પરવાનગી વિના કોઇ એવી વ્યક્તિને તમારા ઘરમાં પ્રવેશ ન કરવા દે, જેને તમે પસંદ કરતા નથી. જો તે એવું કરે તો તમે તેના પર સખ્તી કરી શકો છો. જો તે તમારી વાત માની લે તો તેને નિયમઅનુસાર સારૃ ખવડાવો અને સારૃં પહેરવો. હું તમને સ્ત્રીઓ બાબતે ભલાઇ અને સદ્વર્તનની તાકીદ કરૃં છું. તેમના અંગે અલ્લાહથી ડરો. ”

લોકો તમારો માલિક અને પાલનહાર પણ એક જ છે અને તમારા પિતા (પ્રથમ ઇશ્દુત હઝરત આદમ અલૈ સ.) પણ એક છે. તમે બધા આદમથી સંબધિત છો અને આદમને માટીમાંથી બનાવવામાં આવ્યા હતા. આજ્ઞાનતા કાળના તમામ ભેદભાવ મારા પગ નીચે છે. તમારામાંથી તે જ અલ્લાહની નજરમાં શ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત છે જે તમારામાં સૌથી વધુ સંયમી અને ઇશ-ભય રાખવાવાળા છે. કોઇ આરબની બિનઆરબ પર અને કોઇ બિનઆરબને આરબ પર કોઇ પ્રતિષ્ઠા પ્રાપ્ત નથી સિવાય કે સંયમી અને ઇશભયના. શું મે તમારા સુધી (સંદેશ) પહોંચાડી દીધો? લોકોના પ્રતિસાદ પછી આપ સ.અ.વ. એ ફરમાવ્યું જેઓ હાજર છે તેઓ ગરહાજર સુધી આ સંદેશને પહોંચાડી દે.

લોકો ન તો મારા પછી કોઇ પયગંબર આવશે કે નબી અને ન તો તમારા પછી કોઇ ઉમ્મત (માનવ સમુદાય ઉઠાવવામાં આવશે). ધ્યાનથી સાંભળી લો! પોતાના માલિક અને પલનહારની બંદગી કરો, પાંચ (નિયમિત) સમયની નમાઝ પઢો, રમઝાનના રોઝા રાખો     ધન-સંપત્તિની ઝકાત ખુશી-ખુશી આપ્યા કરો, અલ્લાહના ઘરની હજ્જ અદા કરો. પોતાના શાસનધિકરાઓનું અનુકરણ કરો અને આ રીતે પોતના રબ  (માલિક અને પાલનહારની) જન્નતમાં દાખલ થઇ જાઓ.

મોહમ્મદ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે અલ્લાહની સોગંધ તે મુસ્લિમ નથી…. એ વ્યક્તિ જેની તકલીફોથી એમનો  પાડોશી સુરક્ષિત નથી. (બુખારી).

એ વ્યક્તિ મુસલમાન નથી જે પોતે પેટે ભરીને જમે છે અને તેના પડોશી ભુખ્યા સુવે છે. (હદીસ).

એ લોકો , જેઓ ઇમાન લાવ્યા છો! અલ્લાહથી ડરો અને જે કઇં તમારૃં વ્યાજ લોકો પાસે બાકી રહી ગયું છે તેને જતુ કરો, જો તમે સાચે જ ઇમાન  લાવ્યા છો. પરંતુ જો તમે આમ ન કર્યું તો તમને ચેતવણી આપવામાં  આવે છે કે અલ્લાહ અને તેના રસુલ તરફથી તમારા માટે યુધ્ધનું એલાન છે.  હજુ પણ તોબા કરી લો અને વ્યાજને જતું કરો તો તમારૃં મુદ્દલ લાવા માટે તમે હકદાર છો ન તમે અત્યાચાર કરો  ન તમારા પર અત્યચાર કરવામાં આવે. (કુઆર્નઃ૨ઃ૨૭૮-૨૭૯)

તમારો દેવાદાર તંગીમાં હોય તો તેનો હાથ છુટો થાય ત્યાં સુધી મોહલત આપો અને દાન કરી દો, તો તે તમારા માટે વધું સારૃ છે. જો તમે સમજો. (૨-૨૮૦)

આ છે ઇસ્લામમાં માનવ અધિકારો. આ તો હું બહુ જ  ટુંકમાં લખુ છું, કારણ કે ઇસ્લામમાં એટલા બધા માનવ અધિકારો આપેલા છે કે એને એક લેખમાં લખવું અસંભવ છે.

વિશ્વમાં ઇસ્લામ સિવાય એવી કઇ જીવન વ્યવસ્થા છે જે માનવતા માટે આવા નિયમો અને આવું માર્ગદર્શન આપે છે. અને ઇસ્લામ ફકત માનવતાની વાત જ નથી કરતો બલ્કે તેને પ્રેક્ટિકલી ઇમ્પલિમેન્ટ કરે છે અને આ ૧૪૩૦ વર્ષ પહેલા સ્થાપિત પણ થયેલા છે.

(૧) ઇસ્લામનો પહેલો સ્થંભ તૌહીદ છે તેમાં ફકત એક સાચા ઇશ્વરની જ બંદગી અને પુજા કરવામાં આવે છે જે બધાનો સર્જનહાર પાલનહાર છે.

આ માનવતામાં એકતા સ્થાપિત કરવા માટે ફરજીયાત છે કે બધા એકજ ઇશ્વરમાં શ્રદ્ધા રાખે.

(૨) દિવસમાં પાંચ વખત બધા મુસ્લિમો એક સાથે ભેગા થઇનેએક મસ્જીદમાં નમાઝ અદા કરે છે. ત્યાં અમીર, ગરીબ, કાળો, ગોરો કે કોઇ પણ જાતી કે સમુદાયના હોય બધા એક લાઇનમાં એક સાથે મળીને એક ઇશ્વરની બંદગી કરે છે, ત્યાં કોઇ ભેદભાવ નથી.

(૩) રમઝાનમાં બધા એક સાથે ઉપવાસ રાખે છે,સવારથી સાંજ સુધી પાણી પણ નથી પીતા, જેનાથી જે ગરીબ લોકો ભુખ્યા રહે છે એના જેવા ભુખ્યા રહેવાનો એહસાસ થાય છે, જેના કારણે આવા ગરીબ લોકો પ્રત્યે પ્રેમ, સહાનુભુતી, હમદર્દી પેદા થાય.

(૪) ઝકાતમાં માલદાર લોકોના ધનમાંથી ૨.૫% દાન ગરીબ લોકોને આપવું ફરજીયાત છે. જેનાથી સમાજ માં કોઇ કોઇના પાસે હાથ ન ફેલાવે એવા સમાજનું નિર્માણ થાય છે. માવદારો ના ધનમાંથી ૨.૫% ધન છે એ ગરીબોનો હક છે.

(૫) હજમાં વિશ્વના બધા મુસ્લિમો ચાહે તે કોઇ પણ દેશ કે રાષ્ટ્ર કે સમુદાયનો હોય એક સાથે જ હજ કરે છે અને એક અલ્લાહની ઇબાદત કરે છે. આ વૈશ્વિક ભાઇચારા છે.

આ છે સાચી માનવતાનો પ્રેક્ટિકલ પ્રોગ્રામ જે માનવતામાં શાંતિ સ્થાપિત કરે છે.

અહિયાં તમે પ્રશ્ન કરી શકો છો કે જે જીવન વ્યવસ્થા ઇસ્લામની તમે વાત કરો છો તો એ એના માનનારાઓમાં આનો લક્ષણો કેમ દેખાતો નથી, જેની વાત તમે ઉપર કરી?

– એનો પેહલો જવાબ આ છે કે જે લોકોની તમે વાત કરો છો તે પહેલા એ જોઇ લો કે એમનું જીવન કેટલું ઇસ્લામ અનુસાર છે. અર્થાત એ કેટલા ઇશ્વરનું આજ્ઞાકારી (મુસ્લિમ) છે. કોઇ નામ રાખવાથી મુસ્લિમ નથી થતો.

–  બીજું એ કે જે સ્વાર્થી લોકો ઇસ્લામથી ડરે છે (જેે એમની સ્વાર્થ, અનૈતિક ઇચ્છાઓની વિરૂદ્ધમાં છે.) એ લોકોે મુસ્લિમોને બદનામ કરે છે. અને લોકોના મનમાં ઇસ્લામની બાબતમાં ગેરસમજો ફેલાવી રહ્યા છે. અને આ સ્વાર્થી લોકો જ ધરતી પર પોતની સત્તા સ્થાપવામાં લોકોનું લોહી વહેવડાવી રહ્યા છે.વ્યાજથી ગરીબોનું લોહી ચુસી રહ્યા છે. પોતાની માં બહેનોને નગ્ન કરીને બજારમાં લાવે છે, અને અમને આર્ટ એન્ડ કલ્ચરના નામે ટી.વી. શો, ફેશન શો, ફિલ્મ વગેરેમાં પૈસા કમાવવા માટે ઉપયોગ કરે છે. જેના કારણે સમાજમાં અશ્લીલતા અત્યાચાર, બળાત્કાર વગેરે અપરાધો થાય છે. શું આ માનવતા છે ?

આવા લોકો જ ધરતી પર બગાડ અને આતંકાવાદ ફેલાવે છે અને જે વોકો શાન્તિ સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે તેમને આ લોકો આતંકવાદીનું લેબલ ચોંટાડે છે. અને કહે છે કે અમે તો શાન્તિ અને સુધાર કરવા વાળા છીએ. અમે તો વોર અગેન્સ્ટ ટેરર કરી રહ્યા છીએ. હકીકતમાં એ પોતે જ વિશ્વમાં આતંક અને બગાડ ફેલાવી રહ્યા છે.

‘જ્યારે પણ તેમને કહેવામાં આવ્યંુ કે ધરતી ઉપર બગાડ ન ફેલાવ, તો તેમણે એમ જ કહ્યું: અમે તો સુધારણા કરનારા છીએ સાવધાન! હકીકતમાં આ જ લોકો બગાડ ફેલાવનારા છે, પણ તેમને ભાન નથી.’ (કુઆર્નઃ ૧૧-૧૨)

‘આરંભમાં સૌ લોકો એક જ પધ્ધતિ (જીવન વ્યવસ્થા) ઉપર હતા. (પછી આ સ્થિતી બાકી રહી નહીં અને મતભેદ થયા) ત્યારે અલ્લાહે નબી (પયગમ્બર) માકલ્યા જે સન્માર્ગ માટે ખુશખબર આપનારા અને ખોટા માર્ગ ઉપર ચાલવાના પરીણામોથી ડરાવનારા હતા, અને તેમના સાથે સત્યગ્રંથ અવતરિત કર્યો. જેથી સત્ય વિષે લોકો વચ્ચે જે મતભેદો ઉભા થયા હતા તેનો નિર્ણય કરે (અને આ મતભેદ ઉભા થવાનું કારણ એ ન હતુ કે આરંભમાં લોકોને સત્ય બતાવવામાં આવ્યું ન હતું) મતભેદ તો એ લોકોએ કર્યો જેમને સત્યનું જ્ઞાન આપી દેવામાં આવ્યં હતું. તેમણે સ્પષ્ટ આદેશો મેળવી લીધા પછી માત્ર એટલા માટે સત્યને ત્યજીને જુદી-જુદી પદ્ધતિઓ (ધર્મો) ઉપજાવી કાઢી કારણ કે તેઓ પણ પરસ્પર અતિરેક કરવા માંગતા હતા. તો જે લોકો પયગંબરો ઉપર ઇમાન લઇ આવ્યા, તેમને અલ્લાહે પોતાના આદેશથી તે સત્યનો માર્ગ દેખાડી દીધો, જેમાં લોકોએ મતભેદ કર્યો હતો. અલ્લાહ જેને ઇચ્છે છે સીધો માર્ગ દેખાડી દે છે.” (કુઆર્નઃ૨-૨૧૩)

(azhar_shaikh12@yahoo.com)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments