Friday, November 22, 2024
Homeસમાચારમહાવિભૂતી અને ઋજુહૃદયી એવા મૌલાના મોહતરમ જનાબ સિરાજુલ હસન સાહબનો ઇન્તેકાલ પુર...

મહાવિભૂતી અને ઋજુહૃદયી એવા મૌલાના મોહતરમ જનાબ સિરાજુલ હસન સાહબનો ઇન્તેકાલ પુર મલાલ…

સેક્રેટરી, જમાઅતે ઈસ્લામી હિન્દ, જનાબ મુહમ્મદ શફી મદની સાહબની કલમે… ✒️

હજારો સાલ નરગિસ અપની બે નૂરી પે રોતી હય,
બહુત મુશ્કિલ સે હોતા હય ચમન મેં દીદવર પૈદા”.

જમાઅતે ઈસ્લામી હિંદના ભૂતપૂર્વ અમીર (રાષ્ટ્રીય અધ્યક્ષ ), મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ભૂતપૂર્વ ઉપ પ્રમુખ મૌલાના મુહમ્મદ સિરાજુલ હસન સાહેબનું તેમના વતન રાયચુર, કણૉટકમાં આજે સાંજે લાંબી માંદગી બાદ ૮૮ વર્ષની ઉંમરે અવસાન થયું.

મોહતરમ મૌલાના ૨૪ વર્ષની નાની ઉમરે જમાઅતે ઈસ્લામી હિંદ, કણૉટકના અમીર (રાજય પ્રમુખ) તરીકે નિયુક્ત થયા અને ૧૯૫૬ થી ૧૯૮૪ સુધી પોતાની ફરજ નિભાવતા રહયા, ૧૯૮૪ થી ૧૯૯૦ સુધી જમાઅતે ઈસ્લામી હિંદના રાષ્ટ્રીય સચિવ અને ૧૯૯૦ થી ૨૦૦૪ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા. અને એક લાંબી મુદત સુધી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નાયબ અધ્યક્ષની જવાબદારી પણ નિભાવતા રહ્યા.

માનનીય મૌલાના બહુ જ પ્રેમાળ અને ઋજુ હૃદયના માલિક હતા, માનવ માત્ર માટે બેહદ પ્રેમ અને આદર ધરાવનાર અને ભારતીય મુસ્લિમ સમાજ સામેના પડકારો અને સમસ્યાની સતત ચિંતા ધરાવતા અને તેના નિરાકરણના પ્રયાસો તથા સમાજનો વિકાસ દીને ઈસ્લામ મારગે કરવા તરફ જમાઅત અને સમાજ ને દોરતા રહ્યા .

ભારતનું નિર્માણ સદ્-ભાવના અને પરસ્પર ભાઈચારા અને વિશ્ચાસથી જ શકય છે તેવું આપનું માનવું હતું. આ કામ માટે સદભાવના મંચ અને ધાર્મિક જન મોરચા જેવી સંસ્થાઓ પણ આપના પ્રયત્નો થી ઊભી થઈ.

અલ્લાહથી દુઆ છે કે અલ્લાહ તેમની મગફેરત ફરમાવે, તેમના પ્રયત્નો કુબુલ ફરમાવે અને તેમના દરજાતને બુલંદ ફરમાવી જન્નતુલ ફિરદૌસ માં ઉચ્ચ મુકામ અતા કરે, આમીન.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments