Wednesday, January 15, 2025
Homeસમાચારમુસ્લિમ પર્સનલ લૉ મુસલમાનોને મળેલ ભારતીય-બંધારણીય અધિકાર : મૌ. નુસરતઅલી

મુસ્લિમ પર્સનલ લૉ મુસલમાનોને મળેલ ભારતીય-બંધારણીય અધિકાર : મૌ. નુસરતઅલી

તા.ર૩ એપ્રિલ ર૦૧૭થી તા.૭ મે, ર૦૧૭ દરમયાન સમગ્ર દેશમાં જમાઅતે ઇસ્લાી હિંદ દ્વારા યોજાયેલ  મુસ્લિમ પર્સનલ લૉ જાગૃતિ અભિયાનના ભાગરૃપે જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત દ્વારા અભિયાનનો  ‘સમાપન કાર્યક્રમ’નો તા. ૭ મે, ૨૦૧૭ના રોજ, ડૉ. બાબા સાહેબ આંબેડકર હૉલ, સરસપુર ખાતે  યોજાઈ ગયો.

આ સમાપન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી દિલ્હીથી પધારેલ જમાઅતે ઇસ્લામી હિંદના નાયબ અમીર નુસરત અલીએ અધ્યક્ષીય પ્રવચન આપતાં કહ્યું કે જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા આયોજિત મુસ્લિમ પર્સનલ લૉ જાગૃતિ અભિયાનનો સંદેશ આ જ છે કે એક તરફ આપણે શરીઅતને પ્રમાણિકતાથી વ્યવહારમાં લાવીએ, અર્થાત્ તેના પર નિષ્ઠાપૂર્વક અમલ કરીએ, આની સાથે દેશબાંધવોને શરીઅતથી પરિચિત કરાવીએ. મુસ્લિમ પર્સનલ લૉને સમજવા-સમજાવવાની અને અમલી નમૂનો રજૂ કરવાની જરૂરત છે. પરિવારના વડા અને વડીલોની જવાબદારી છે કે તેઓ પોતાની પરિવારજનોને શરીઅતના પાબંદ બનાવે. અલ્લાહની મરજીને પ્રાથમિકતા આપવાની જરૃર છે તો જ આપણે અલ્લાહની મદદ અને તેની દયાને પાત્ર બનીશું.

હાફિઝ અફઝલ હુસૈન દ્વારા કુઆર્નમજીદની તિલાવત અને અનુવાદ રજૂ કરાયા બાદ મુસ્લિમ પર્સનલ લૉ જાગૃતિ અભિયાનના ગુજરાતના કન્વીનર મુહમ્મદ ઇલ્યાસ કુરૈશીએ પ્રારંભિક પ્રવચનમાં આ ઝુંબેશનો હેતુ, તેની સમજૂતી અને તેના મહત્ત્વ વિશે પોતાના વિચારો વ્યકત કર્યા હતા. તેમણે જણાવ્યું કે આજે જે સમસ્યાઓ ઊભી થઇ છે એ બધા માટે જવાબદાર મુસ્લિમ મિલ્લતની ઇસ્લામ તથા શરીઅતના કાનૂનો પ્રયત્નોની અજ્ઞાનતા છે. સમયની તાતી જરૃર છે કે મુસ્લિમો ઇસ્લામના કૌટુંબિક વ્યવસ્થાથી વાકેફ થાય અને દેશબાંધવોને પણ સમજણ આપે.

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના અમીર શકીલઅહમદ રાજપૂતે મુસ્લિમ પર્સનલ લૉ જાગૃતિ કેમ?  વિષય ઉપર પ્રકાશ પાડયો હતો. તેમણે અલ્લાહનો આભાર માનતાં કહ્યું કે આપણને ઇસ્લામના રૃપમાં એક સુંદર માર્ગદર્શન મળ્યું છે. તે તદ્દન માનવીય પ્રકૃતિને અનુરૃપ છે. પરંતુ આપણે એની કદર ન કરી શકયા અને પરિણામે એવી સભ્યતાઓ, પરંપરાઓ, રીત-રિવાજો આપણે ત્યાં જોવા મળે છે જે બિલકુલ અમાનવીય છે. તેમણે વધુમાં જણાવ્યું કે પરિવાર એ સમાજનું મૂળભૂત એકમ અને મહત્ત્વપૂર્ણ સંસ્થા છે, તેથી અલ્લાહ દ્વારા અવતરિત આ શરીઅતમાં પરિવારની આ સંસ્થાની સુરક્ષાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એવા સિદ્ધાંતો બનાવવામાં આવ્યા છે, જેના દ્વારા પરિવારના જુદા-જુદા સભ્યોની વચ્ચે પ્રેમ અને સ્નેહનો સુદૃઢ સંબંધ સ્થાપિત થાય. દહેજ જેવી બૂરાઈને ટાંકતા જણાવ્યું કે હવે તો લગ્નના સમયે છોકરીના ઘરવાળાઓની નાક તો શરીઅતના કાનૂનથી પણ મોટી થઈ ગઈ છે, અને છોકરાઓના ઘરવાળાની બેશરમી તો આકાશને આંબે છે, અને આવા પાલનને ચોરી અને લૂંટ સાથે સરખાવ્યા હતા. તેમણે અનુરોધ કર્યો કે કોઈ છાતીમાં બે હૃદય નથી હોતા. માત્ર એક જ હૃદય હોય છે – ‘બંદએ ખુદા બન યા બંદએ ઝમાના.’

જમીઅતે ઉલમા ગુજરાતના ઉપપ્રમુખ મુફતી અસજદ કાસિમીએ મુસ્લિમ પર્સનલ લૉના મહત્ત્વ ઉપર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે શરીઅતના કાનૂનો કોઈ આલિમ કે ફાઝિલ દ્વારા નથી બનાવવામાં આવ્યો બલ્કે અલ્લાહે બનાવેલ છે અને માત્ર અલ્લાહના જ બનાવેલ છે. આપણને આમાં કોઈ ફેરફારનો હક્ક નથી. દીન સિવાય કોઈ વસ્તુ અલ્લાહને ત્યાં સ્વીકાર્ય નથી  આજે દેશમાં મુસલમાનો અનેક બાબતોમાં બાંધછોડ કરી રહ્યા છીએ પરંતુ ઇસ્લામી બાબતોમાં કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી મુસ્લિમ પર્સનલ  લૉની સુરક્ષા આપણી જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો મુસ્લિમો પોતાની અનૂકૂલિત જીવન ગુજારે તો આ દેશમાં તેને કોઈ સમસ્યાનો સામનો નથી કરવાનો પરંતુ જો ઇસ્લામી શરીઅતના આધારે જીવન વ્યતીત કરવાનો શરૃ કરશે તો સમસ્યાઓનો તુફાન ઊમટી પડે છે.

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના મહિલા પાંખના સેક્રેટરી આરિફા પરવીન સાહેબાએ મહિલાઓની સમસ્યા અને ઉકેલ ઉપર પ્રવચન આપતાં કહ્યું કે ઇસ્લામ પ્રાકૃતિક દીન છે. ઇસ્લામી ખાનદાનનો આધાર પુરુષ અને સ્ત્રી બંનેથી પડે છે.  પરંતુ આજે જે સંજોગો સર્જાયા તે અત્યંત દુઃખદ છે. તેમણે મહિલાઓથી અનુરોધ કર્યો કે મહિલાઓને શિક્ષિત થવાની જરૃર છે અને છૂટાછેડાના જે બનાવોની જે ટકાવી છે એને વધુ ઘટાડવાની જરૂરત છે. મહિલાઓ જાગૃત થાય અને પર્સનલ લૉથી વાકેફ થાય. પુરુષોની જેમ મહિલાઓ પણ આદર્શ સમાજની રચનાના કાર્યમાં જોડાય. બાળકોનું સાચા અર્થમાં પ્રક્ષિક્ષણ કરે અને મહિલાઓ પોતાના સ્થાનને ઓળખે. ઉલમાએ કિરામથી અનુરોધ કર્યો કે ખુત્બાતે જુમ્આમાં ઇસ્લામની કોટુંબિક વ્યવસ્થાનો પરિચય તથા નિકાહની મજ્લિસમાં સમજણ આપવામાં આવે. અંતે જણાવ્યું કે મોટા પ્રમાણમાં કાઉન્સેલીંગ સેન્ટર ઊભો કરવાની જરૃર છે જેથી કોર્ટમાં જવાને અટકાવી શકાય.

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના ભૂતપૂર્વ્ અમીર મુહમ્મદ શફી મદનીએ જણાવ્યું કે મુસ્લિમ પર્સનલ લૉ જાગૃતિ અભિયાનને અહીં સમાપ્ત ન સમ્ઝિ સતત કરતા રહેવાની જરૃર છે. આ કાનૂન અલ્લાહ તરફથી મળેલ છે અને આપણી સુરક્ષા માટે છે. આ અભિયાન કોઈ દબાણ કે વર્તમાન સંજોગોને જોઈને નથી ચલાવી રહ્યા બલ્કે સમાજમાં ફેલાયેલી ગેરસમજો દૂર કરવા અને પર્સનલ લૉથી વાકેફ કરાવવા માટે કરી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું કે મુસ્લિમ મહિલાઓની ચિંતા કરતા લોકોને પોતાની મહિલાઓની ચિંતા કરવાની જરૃર છે. મુસ્લિમ મહિલાઓની ચિંતા શરઈ કાયદાઓ જેટલી કોઈ કરી શકે નહીં. અંતે શરઈ પંચાયત, દારૃલ કઝાનું મહત્ત્વ જણાવ્યું હતું.

બાપુનગરની મુહમ્મદી મસ્જિદના ઈમામ અને ખતીબ મૌલાના અનીસુર્રહમાને કુઆર્ન અને હદીષ દ્વારા ઇસ્લામમાં મહિલાઓના સ્થાન ઉપર પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે હિંદુ ધર્મમાં સતી પ્રથાનો ઉલ્લેખ કરી ઇસ્લામે મુસ્લિમ સ્ત્રીઓને જે સ્થાન આપ્યું છે તેની સંપૂર્ણ માહિતી આપી. તેમણે વધુમાં કહ્યું કે દીકરીઓને બોજ ન સમજવામાં આવે.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાસિમહુસેને કર્યું હતું. કાર્યક્રમના અંતે આ અભિયાન દરમ્યાન યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં વિજેતઓને અનુક્રમે રૃા.૧૦,૦૦૦, રૃા.૭,૦૦૦ અને રૃા.પ૦૦૦ ઉપરાંત ટ્રોફી તથા સર્ટિફીકેટ પણ આપવામાં આવ્યું. સાથે જ પ્રથમ ૧૬ વિજેતાઓને આશ્વાસન ઈનામથી નવાજવામાં આવ્યાં. જેમાં ૧૪ નંબર ઉપર રાજકોટની હિરલ જોષીને પણ ઈનામથી નાવજવામાં આવી હતી. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments