Friday, April 19, 2024
Homeઓપન સ્પેસ'અચ્છે દિન આને વાલે હૈં' પરંતુ કોના? અને ક્યારે?

‘અચ્છે દિન આને વાલે હૈં’ પરંતુ કોના? અને ક્યારે?

અમેરીકામાં જ્યારે ચુંટણી પ્રચાર ચાલતો હોય ત્યારે આપણે ટી.વી ઉપર તેની ચર્ચાઓ સાંભળીએ છીએ. બંને પક્ષના પ્રમુખો પ્રજાની વચ્ચે જઇને જાહેરમાં પોત-પોતાના પક્ષના ચુંટણી ઢઢેરા ઉપર સ્વસ્થ ચર્ચા કરતા જોવા મળે છે. બંને પક્ષ પ્રમુખો એક બિજાને અને જાગૃત પ્રજા બંનેને પ્રશ્નો કરે છે. અને આ ચર્ચાઓના આધારે ઓપીનીયન પોલ બંને પક્ષની તરફેણ અને વિરૃધ્ધમાં ઉંચુ-નિચું થતું રહે છે.

આપણે હંમેશા અમેરીકાના વેસ્ટ(કચરા) ને જ અપનાવતા રહ્યા છીએ. બેસ્ટને અપનાવતા નથી. ભારતીય લોકતંત્રને મજબુત અને દૃઢ બનાવવા માટે આપણે સંસારના સફળ લોકતંત્ર તરફ દૃષ્ટી કરવાની અને તેમાંથી જે સારૃં છે તે શિખવાની અને અપનાવવાની જરૃર છે.

ગત લોકસભા ઇલેક્શનમાં ભારતીય જનતા પક્ષએ (મોદીએ વાંચવું) પ્રજાને છેતરવા, ભ્રમમાં નાખવા દિવા સ્વપ્ન બતાવતા અનેક સુત્રો પ્રચલિત કર્યા જેમાં ”અચ્છે દિન આયેંગે” ખુબજ પ્રચલિત થયું. પ્રજાએ ભારતીય જનતા પાર્ટીમાં (મોદીમાં) આંખ બંધ કરીને મગજને બાજુ પર મુકીને વિશ્વાસથીય વધારે અંધવિશ્વાસ કરી લીધો કે ભારતીય પ્રજાના સારા દિવસો આવશે. ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ કરતા કોંગ્રેસનો વિશ્વાસઘાત પ્રજાને વધારે છેતરી ગયો. દુધની દાઝેલી પ્રજા એટલી હતપ્રત હતી કે છાશ ને ફુકવાનું પણ ભુલી ગઇ અને આખરે જે થવાનું હતું તે થયું.

કોંગ્રેસની જે વૉટબેંક આ ચુટણીમાં ભારતીય જનતા પક્ષ તરફ ઢળી હતી તેમનો એક મહીનાના શાસનમાં જ મોહભંગ થઇ ગયો અને ફરી છેતરાયા હોવાની લાગણી થવા લાગી. આના કરતા તો કોંગ્રેસ શું ખોટી હતી તેનું ભાન થવા લાગ્યું. ભારતીય જનતા પાર્ટીની વૉટબેંકને પણ ટુંક સમયના શાસનમાં કઇંક અજુગ્તું થયાની લાગણી તો થઇ છતાં થોડો વધારે સમય આપવાની દરીયા દિલી બતાવી એટલામાં રેલવે બજેટ ઉપર ૧૪ ટકાનો તોતિંગ વધારો આવી ગયો. “મોંઘવારી છે ઘણા સમયથી રેલવે બજેટમાં વધારો થયો ન હતો, ભલે ભાડાં વધ્યા પણ સુવિધાઓ પણ જરૃર વધશે.” એવા આશ્વાસનો મોદી ભક્તો એક-બિજાને આપવા લાગ્યા અને પોતાની જાતને અને અન્યોને સમજાવવાના પ્રયત્નો કરવા લાગ્યા. ટી.વી. ચેનલોએ તો જાણે આંખ મિચામણા કર્ર્યા, જે ઇશ્યું ઉપર મીડીયાએ કોંગ્રેસને લગભગ ઘેરી લીધી એ જ મીડિયા ભાજપના પક્ષમાં ચુપ રહ્યુ બલ્કે કોર્પોરેટ સેક્ટરના પક્ષમાં ચુપ રહ્યું.

‘પડતા ઉપર પાટુ’ની જેમ પ્રથમ સામાન્ય બજેટ રજુ થયું. નિષ્ણાંતોએ પોતપોતાની રીતે તેનું આકલન કર્યું. દર વખતની જેમ કોઇએ તેના પક્ષમાં અને કોઇએ વિરોધમાં પોતપોતાના મંતવ્યો આપ્યા. આંખે ઉઠીને વળગે એવી વાત જોવા મળી કે ચુંટણી પ્રચારમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહને ભાંડવામાં કોઇ કચાસ રાખી ન હતી. ” રૃપિયાના ડૉક્ટરે રૃપિયાને કમજોર બનાવી દિધું”જેવું સુત્ર જાહેરસભામાં આપ્યું. “અર્થશાસ્ત્રના નિષ્ણાંતે આર્થિક સંકટ ઉભું કરી દીધું.” જેવી અનેક વાતો કરીને કોંગ્રેસની આર્થિક નીતીઓને ખોટી જાહેર કરવામાં કોઇ કચાસ રાખી ન હતી. એ જ મનમોહનસિંહ પાસે વર્તમાન નાણાંમંત્રી અરૃણ જેટલી સલાહ-સુચનો મેળવવા માટે બજેટ માટે ટીપ્સ લેવા માટે ગયા. બજેટ રજુ થયા પછી સોનીયા ગાંધીએ કહ્યું પણ ખરૃં કે આતો અમારા બજેટ અને પોલીસીની જ નકલ છે.

આ વિશે ચર્ચાઓ ઘણી બધી કરી શકાય કહેવાનો આશય આ છે કે ભારતીય પ્રજાએ જાગૃત થવું પડશે, હોશીયારી દેખાડવી પડશે. કોઇ પણ પક્ષ ઉપર અંધવિશ્વાસ કરી શકાય નહીં આ શિખ લેવાની જરૃર છે. ચુંટણીમાં પક્ષોએ આપેલા વચનો અને ચુંટણી ઢંઢેરા બાબતે જવાબ માગવો પડશે તેના ઉપર અમલ કરવા માટે મજબુર કરવા પડશે. ચુંટણીમાં પ્રજાએ ભલે કોઇ પણ પક્ષને મતદાન કર્યું હોય પરંતુ સરકારની રચના પછી પ્રજાએ એક થઇને સરકાર પાસે હિસાબ માંગવા આપેલા વચનો પુરા કરવા ફરી એક વખત આંદોલન છેડવાની જરૃર જણાય છે.

‘અચ્છે દિન આયેંગે’નો હવે મજાક મશ્કરીના સ્વરૃપમાં ઉપયોગ થવા લાગ્યો છે. કોના સારા દિવસો પ્રજાના-ભાજપના- આર.એસ.એસ.ના-કોર્પોરેટ સેક્ટરના કે મીડિયાના? આવનારા પાંચ વર્ષ સુધી આને શોધવાનો પ્રયત્નો કરતા રહીશું. એટલું ચોક્કસ છે કે કોેંગ્રેસના સારા દિવસો ગયા. અચ્છે દિનની આશામાાં મોંઘા દિવસો અવી ગયા છે તેને કાબુમાં લેવાની જરૃર છે. ‘અચ્છે દિન આયેં કે ન આયેં મહેંગાઇ જાની ચાહીએ.’

પ્રજાએ આ ચુંટણીમાં ભાજપ-માદીને બહુમત આપીને અગ્નિપરીક્ષામાં જરૃર મુકી દીધા છે, એનડીએની સંયુક્ત સરકારનું બહાનું આગળ નહીં ધરી શકાય. હવે સરકાર લાચાર મજબૂર નથી જે કંઇ કરવાનું છે તેમણે જ કરવાનું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments