આજકાલ દુનિયામાં અનપેક્ષિત પરિણામોની બૂમ ખૂબ સાંભળાય છે. ઇકેલશનમાં કોઈની જીત અથવા હાર થાય તો અવારનવાર સાંભળવા મળે છે કે પરિણામો અણધાર્યા છે. એવું નહીં થયું જેવું થવું જોઈતું હતું. કોઈ નહીં કહેતુ કે તે દિવાલ પર લખાણ હતુ જેને રાજકારણીઓ અને વિશ્લેષકો વાંચવા અને સમજવાથી અસમર્થ રહ્યા.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ. રીપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપની જીત અને ડેમોક્રેટીક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનની હાર થઈ તો મીડિયાની આ જ ટીપ્પણીઓ હતી કે પરિણામો અનપેક્ષિત રહ્યા છે, વિશ્વ આશ્ચર્યચકિત છે, અમેરિકી જનતામાં ખુશીનું વાતાવરણ છે તો દુનિયા નિરાશ છે. આવું કેમ છે એ નથી બતાવવામાં આવી રહ્યું. કોઈ નથી કહી રહ્યો કે દેશમાં સત્તા કરવાનો નિર્ણય ત્યાંની જનતા કરે છે નહીં કે દુનિયા. દુનિયાની ઇચ્છા કે અનિચ્છાથી કશું નથી થતું ચૂંટણીમાં જનતા જે ઇચ્છે છે તે જ થાય છે. સત્તાની ચાવી તેની જ પાસે હોય છે. તેઓ જેના પક્ષમાં નિર્ણય કરે છે તે જ સત્તામાં આવે છે. ચૂંટણીની સમીક્ષા અવશ્ય મતદારો પર અસર નાંખે છે પરંતુ ફકત અંદાજો લગાવી શકાય છે છેલ્લો નિર્ણય જનતા જ કરે છે અને તેનો નિર્ણય મૂલ્યાંકન પર આધારિત નથી હોતો બલ્કે વહેવારુ હોય છે.
જે રીતે બીજા દેશોની જનતા સરકારનો નિર્ણય કરે છે એ જ નિર્ણય અમેરિકનોએ કર્યો. કેમ? શું? આ તેઓ જ બતાવી શકે છે. વિશ્લેષકો અથવા સર્વે કરવાવાળા બતાવવાની ક્ષમતા રાખતા તો પરિણામો તેમના સંકેતોથી વિપરીત ન હોત. વિશ્વની ચૂંટણીઓમાં એવું હંમેશા થાય છે કે જે દેખાય છે પરિણામ એવા હોતા નથી.
જેવી રીતે રાજકારણીઓ લોકોની છેતરપિંડી કરવામાં નિષ્ણાંત હોય છે હવે જનતા પણ તેઓને છેલ્લા સમય સુધી ભ્રમ વ્યસ્ત રાખે છે. બેલેટ બોક્સ ખુલતા જ ઘણા બધા નેતાઓના પગ નીચેથી જમીન ખસી જાય છે અને તેને બનાવવા માટે એમની પાસે સમય જ નથી હોતો. ક્યારેક હદથી વધારે પોતાની જાત ઉપર વિશ્વાસ કરવો કોઈ પાર્ટી અથવા ઉમેદવારને ડુબાડી દે છે અને હારતાં-હારતાં ફકત પોતાના પ્રયત્નો અને સમર્પણથી જીતી જાય છે. અમેરિકામાં પણ આવું જ થયું. શ્રીમતી ક્લિન્ટન જીતતા જીતતા હારી ગયા અને શ્રી ટ્રંપ હારતાં-હારતાં જીતી ગયા. હવે હકીકત આ જ છે કે રાષ્ટ્રપતિ બારાક ઓબામાના અનુગામી શ્રી ડોનાલ્ડ ટ્રંપ થશે.
કેટલી વિચિત્ર વાત છે કે જે વિવાદાસ્પદ અને જાતિવાદ ઉપર આધારીત નિવેદનોને ચૂંટણી પહેલા ટ્રંપના હારના કારણો બતાવવામાં આવી રહ્યા હતા અને હવે જીતની પ્રેરણા બતાવામાં આવી રહ્યા છે એટલે ચટ ભી મેરી પટ ભી મેરી. વિશ્લેષકોનું આ જ વિશ્લેષણ છે. કાંચડાની જેમ રંગ બદલવામાં ટ્રંપ પણ કોઈનાથી કમ નથી. બતાવવામાં આવી રહ્યું છે કે જીત્યા પછી પોતાની વેબસાઈટ ઉપરથી મુસ્લિમ વિરોધી વિગતો અને વાયદાઓને હટાવી લીધા. હવે પોતાને ઉદારવાદી બતાવી રહ્યા છે તદ્દન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જેનો ભુતકાળ જુદો હોય અને તેમની પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં કઈ રીતનું અભિયાન ચલાવ્યું. પરિણામ આવતાં જ તેમનું પહેલું વિવેદન આવ્યું હતું કે હું સવા સો કરોડ લોકોનો વડાપ્રધાન છું. સત્તા સંભાળતા પોતાની જાતને મોડરેટ સાબિત કરવાના પ્રયત્નો શરૃ કરી દીધા જે જરૂરી પણ હતા કારણ કે લોકશાહી દેશમાં સત્તાધારી પક્ષ પોતાને કોઈ ખાસ વર્ગથી નથી બાંધી શકતો પરંતુ આનો અર્થ એ પણ નથી કે પહેરવેશ બદલવાથી તેમની પોલીસી અને પ્રોગ્રામ પણ બદલી જાય. સરકાર પાછલા બારણેંથી તે જ એજન્ડાઓ પર કામ કરી રહી છે જે તેઓની ઓળખ છે.
ટ્રંપે ઇલેકશન ઝૂંબેશમાં દરમ્યાન જે રીતે જાતિવાદી આધારિત અને ઇમીગ્રેશનના વિરોધમાં જે નિવેદનો આપ્યા અને મુસ્લિમોના દેશમાં પ્રવેશ કરવા પર પાબંદીની વાત કહી, એ કોઈ ભૂલી શકતો નથી. તેને મત આપવાવાળા મતદારો પણ આ જ ઉમ્મીદ કરી રહ્યા હશે નહીંવત પોતાની પાર્ટીના નેતાઓના વિરોધ છતાં પણ તે સફળ ન થયા હોત. ટ્રંપ રાજકારણમાં બિનઅનુભવી છે અને તેમને જબરદસ્ત રાજકીય, વ્યવસ્થાપન અને ચૂંટણીનો અનુભવ રાખવાવાળા અને તેમના વિચારસરણી અને નિવેદનોનો વિરોધ કરનારી વર્તમાન શાસક ડેમોક્રેટિકની ઉમેદવાર હિલેરી ઉપર પ્રાધાન્યતા આપવાને આકસ્મિક ન કહી શકાય. આની પાછળ એક મોટી અને શક્તિશાળી લોબી જરૃર ઊભી હશે અને આ યહૂદી લોબી જ હોઈ શકે છે જે પોતાના કાર્યો કરાવશે. કદાચ આ માટે ઇસ્લામી વિશ્વ તેમનાથી ડર મહેસૂસ કરી રહ્યું છે.
કેટલાક સમયથી એક ટ્રેન્ડ જોવામાં આવી રહ્યો છે કે જે લોકો અથવા પાર્ટી સાંપ્રદાયિકતા અથવા જાતિવાદની વાત કરે છે અને ઇસ્લામ અને મુસલમાનોના વિરોધમાં પોતાનું રાજકારણ કરે છે, તેને જ જનતા મત આપીને શાસન આપી રહી છે. આ પણ કહેવામાં આવી રહ્યું છે કે ગ્લોબલ વિલેજની વાત કરવાવાળી અમેરીકી જનતાને અનુભવ થઈ રહ્યો છે કે તે પોતે એક પછી એક કટોકટીનો ભોગ બની રહી છે. આ માટે તેઓએ એવા નેતાને ચૂંટયા જે બિઝનેશથી સંબંધ રાખે છે જે ફકત અમેરિકાનો ફાયદો જુએ અને આ અમેરિકાની પોલીસીનો આધાર છે. જે દેશો ટ્રંપની સફળતાથી ખુશ થઈ રહ્યા છે તે કદાચ આ હકીકતને અવગણી રહ્યા છે કે અમેરિકા દરેક મામલામાં પોતાના ફાયદા જુએ છે. ત્યાં ફકત સરકારો અને ચહેરાઓ બદલાય છે પોલીસી નહીં. ઇરાક, લીબિયા અને સિરિયા ઉપર હુમલો થયો અથવા ઈરાનના વિરોધમાં આતંકવાદના નામે યુદ્ધ અમેરિકાએ ફકત પોતાની સ્વાર્થોને સામે રાખ્યા છે અને સમગ્ર દુનિયાને નુકસાન ઉઠાવવા માટે મજબૂર કર્યો છે. આ માટે દરેક નવા અમેરિકી રાષ્ટ્રપતિથી આશા ઓછી અને ભય વધારે હોય છે અને ભય વધારે સાચો સાબિત થાય છે. આ માટે વધારે ભ્રમણાઓમાં પડવું જોઈએ નહીં. જનતાએ પોતાના ફાયદા માટે ટ્રંપને ચૂંટયા અને તે સૌથી પહેલા તે જ કસોટી ઉપર ખરો ઉતરવાનો પ્રયત્ન કરશે.
(સૌજન્યઃ દા‘વત)