અહમદાબાદ,
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના નિધનથી જમાઅતે ઇસ્લામી હિંદ હિંદ, ગુજરાતે દુઃખની લાગણી અનુભવી છે અને તેમના પરિવાર અને વર્તુળના લોકો સાથે સંવેદનાઓ વ્યક્ત કરી છે. અલ્લાહ તઆલા તેમના સમગ્ર કુટુંબીજનોને સબ્રેજમીલ અર્પે.
જમાઅતના ગુજરાતના પ્રદેશઅધ્યક્ષ શકીલઅહમદ રાજપૂતે આ અંગે સંવેદના વ્યક્ત કરી જણાવ્યું છે કે “મર્હૂમ ઘણાં વર્ષોથી સાર્વજીનિક જીવનમાં કાર્યરત્ હતા અને સમાજ માટે ઘણું સેવાભાવી કાર્ય કર્યું છે. અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસ પક્ષને અને બિનસાંપ્રદાયિકતામાં માનનાર વ્યક્તિ હોવાથી ગુજરાતને તેમની ખોટ સાલશે. તેઓ કોંગ્રેસ પક્ષમાં પૂંજીની જેમ સ્થાન ધરાવતા હતા અને ખૂબ જ મુશ્કેલ સમયમાં કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા.એક જાણીતી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ ઊભી કરવા અને ચલાવવામાં પણ ખૂબ સારો એવો ફાળો રહ્યો છે. આ ઉપરાંત કેટલાક સામાજિક ક્ષેત્રે કાર્યરત્ ટ્રસ્ટ કે સંસ્થા-સંગઠો સાથે પણ તેમની સેવાઓ બિરદાવવાપાત્ર રહી છે. આ ઉપરાંત ત્યાંના જી.આઈ.ડી.સી.ના વિકાસ અને આદિવાસીઓના ઉત્કર્ષ માટે પણ ખૂબ જ કાર્ય કર્યું છે. અલ્લાહ તઆલાથી દુઆ છે કે તેમની એ સેવાઓને કબૂલ કરેે અને મગફિરત ફરમાવે.”