ઈમામ અબૂ હનીફા રહ. મોટા આલિમ (જ્ઞાની) અને ફિકહવેત્તા હતા, સુલતાન મન્સૂરની ખ્વાહેશ હતી કે તેઓ ચીફ જસ્ટીસનો હોદ્દો સ્વીકારી લે અને સુલતાનના જુલ્મ તથા અત્યાચારને ઔચિત્યનું પ્રમાણ પૂરૃં પાડે. પરંતુ અનેક શારીરિક, માનસિક અને આર્થિક દબાણ છતાં તેમણે આ વાત માની નહીં. તે એટલે સુધી કે આ સંઘર્ષમાં પ્રાણ પણ આપી દીધા તેમના શિષ્ય અબૂ યૂસુફ રહ.એ પોતાના ગુરૃના દર્સની ગાદી સંભાળી અને ઈમામ બાદ તેમની કમીને પૂરી કરવાના પ્રયત્નો કરતા રહ્યા. પરંતુ એક સમય એવો પણ આવ્યો કે સુલતાન હારૃન અલ રશીદના પ્રસ્તાવને ઠુકરાવી ન શક્યા. કહેવામાં આવે છે કે અબૂ યૂસુફ રહ. એક નાદાર-ગરીબ પરિવારથી સંબંધ ધરાવતા હતા. એક દિવસ તેમની સાસુએ મ્હેણું માર્યું કે તેઓ કોઈ કામ-કાજ નથી કરતા, બલ્કે સમગ્ર સમય પ્રવચનો આપવામાં લગાવી દે છે. ઈમામ અબૂ યૂસુફ રહ.નું સ્વાભિમાન જોશમાં આવી ગયું અને તેમણે ચીફ જસ્ટીસ બનીને જાણે કે પોતાના સાસુને અમલથી બતાવી દીધું કે તેમની પહોંચ કયાં સુધી છે.
ગુરૃની મહાનતાથી શિષ્યની પ્રગતિ સુધી ફેર માત્ર સાસુના મ્હેણાનો નથી બલ્કે આમાં ઈમામ અબૂ હનીફા રહ.ની આર્થિક ક્ષમતા અને ઈમામ અબૂ યુસૂફ રહ.ની તંગીનું જબરજસ્ત કારણ છે. નબળી આર્થિક પરિસ્થિતિ મોટાભાગે મોટા મોટા લોકોને એ કાર્ય કરવા માટે વિવશ કરી દે છે જે તેમની વિચારધારા અને સ્વભાવ સાથે મેળ નથી ખાતુ.
બક્ષિશ તથા ભેટ સોગાદને સ્વીકારવા એ માનવીમાં પરોપકારિતા ભાવનાને વિકસાવે છે. જો અહેસાનમંદીની આ ભાવના કોઈ વ્યક્તિમાં પેદા થઈ જાય તો ફરજિયાતપણે આ ભાવના પોતાને એનાયત કરનાર સાથે પ્રેમ અને તેની પસંદ-નાપસંદને સ્વીકારવાની ભાવના જન્માવે છે. આથી માનવીએ માત્ર પોતાના સાચા માલિકની એનાયતનો ઇચ્છુક હોવું જોઈએ, જેણે એ બક્ષિશો ભેટો આપી જેમણે સ્વીકારીએ તો જુદી વાત છે, બલ્કે તેમનાથી દૂર રહેવું અને બચવું પણ શક્ય નથી, જેથી તેનાથી માણસ પ્રેમ કરે, અને તેની જ પસંદ-નાપસંદને દૃષ્ટિ સમક્ષ રાખે. માનવીએ દરેક પળે પ્રયત્ન કરવો જોઈએ કે તે પોતાના જેવા માનવીઓનો મહોતાજ ન હોય કે જેથી અન્યોની જીવન-શૈલીના પ્રભાવથી તે આઝાદ રહી શકે.
જ્યારે એક માનવી બક્ષિશ તથા ભેટ-સોગાદોના હવાલાથી આટલો પ્રભાવ સ્વીકારનાર પુરવાર થયો છે તો શું સ્થિતિ હશે એ કોમની કે જે અન્ય કોમોની દેણ અને એનાયત ્સ્વીકારતી હોય? શક્ય છે કે તમે આ વિચારી રહ્યા હોવ કે મુસ્લિમ ઉમ્મત ઉપર બીજી કોમો અને સરકારોની એનાયતો અને રાહતોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. અને એ એનાયતોના પરિણામે પેદા થનાર નૈતિક, સામાજિક જીવન-વ્યવસ્થાઓના ફેરફારો તરફ ઇશારો છે. ના! અહીં મોકો રોદણા રોવાનો નથી, બલ્કે એક સરસ જીવન-સિંદ્ધાંતને સમજવાનો છે. જો મુસ્લિમ ઉમ્મત સમગ્ર માનવતાને બક્ષિશ તથા એનાયત કરનારી ઉમ્મત બની જાય તો શું સમગ્ર માનવતા ઉપર આપણે આપણી વિચારધારા અને જીવન-શૈલીનો પ્રભાવ પાડી શકીએ છીએ? તો ભાઈ, ભૂતકાળમાં આવું બન્યું છે અને ભવિષ્યકાળને આ જ આધારો ઉપર સમતળ કરી શકાય છે. એટલે કે આ મુસ્લિમ ઉમ્મતને સૌ પ્રથમ સ્વાવલંબી બનવું જોઈએ, જેથી કરી અન્ય કોમોની ખરાબ અસરો આપણી જીવન-શૈલી ઉપર સંપાદિત ન થાય અને આનાથી આગળ વધીને મુસ્લિમ ઉમ્મતે અન્ય કોમોની સાર-સંભાળ પણ રાખવી જોઈએ. જેથી ઇસ્લામની સર્વવ્યાપી દા’વતમાં બળ અને અસરકારકતા જન્મી શકે.
મુસ્લિમ ઉમ્મતની આર્થિક મજબૂતી સંબંધે હવે દૂરદર્શિતા ધરાવતા લોકો ચિંતન-મનન કરવા લાગ્યા છે. જ્યાં ઇલ્મી-બુનિયાદો ઉપર આ કાર્ય ચાલુ છે ત્યાં જ અમલી મેદાનમાં પણ આગેકૂચ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે ધ્યાન આપવા લાયક જે બાબત છે તે આ છે કે હજી સુધી આ મોર્ચે વિદ્યાર્થીઓ અને યુવાનોની ભૂમિકા છે બહુ સીમિત છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત યુવાનો જો પોતાના હુન્નર સંબંધિત નિપુણતાનો ઉપયોગ નવી ઔદ્યોગિક સંસ્થાઓ અને તેનાથી સંબંધિત સેવાઓના વિકાસ માટે કરે તો એક તરફ આ ઉમ્મતને સરકારના પ્રભાવ કે અસરથી મુકત કરશે, ત્યાં જ તે રોજગાર પૂરો પાડવા જેવી મોટી સેવાને અંજામ આપી શકશે. આ વાત મુસ્લિમ વિદ્યાર્થીઓ અને યુવાનો સમક્ષ ખૂબ જ ખુલીને આવવી જોઈએ કે એક ઇન્ટરપ્રિન્યોર કે નવીનતાનું પ્રદર્શન કરનારા વ્યાપારી દ્વારા દીનની ઘણી મોટી સેવા લઈ શકાય છે. આવો યુવાન પોતાનો એક પ્રભાવ-ક્ષેત્ર ધરાવે છે. સામાજિક તથા રાજકીય દબાણ બનાવી શકે છે, અને ઇસ્લામની અન્ય જરૃરિયાતો પૂરી કરવા માટે સંસાધનો પૂરા પાડી શકે છે.
જો આલમે ઇજાદમેં હૈ સાહબે ઈજાદ
હર દૌરમેં કરતા હૈ તવાફ ઉસકા ઝમાના
એક લાંબા સમય સુધી મુસ્લિમ ઉમ્મતની શૈક્ષણિક પરિસ્થિતિની વધુ સુધારણા માટે પ્રયત્નો કરવામાં આવતા રહ્યા, આ સંદર્ભે કેટલાય પ્રયોગો થયા અને હવે ઉમ્મત પાસે જામિયા મિલ્લિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ મૌજૂદ છે. આ જ પ્રકારના પ્રયત્નો આર્થિક સ્થિતિને સુધારવા અને વિકાસના માર્ગે આગળ ધપાવવા માટે કરવાની જરૂરત છે. કેટલીય એવી સંસ્થાઓ સ્થાપવી જોઈએ જે મોટાપાયે વેપાર, રોજગાર અને મૂડી સંબંધિત સેવાઓ પૂરી પાડી શકે. અત્યાર સુધીના પ્રયત્નો ખૂબ જ ધીમી ગતિના રહ્યા છે, જ્યારે કે ઝડપી પરિવર્તનોના યુગમાં આ સ્થિતિ એક ક્રાંતિકારી પરિવર્તન ચાહે છે. આ દિશામાં જ્ઞાનિ લોકો અને સામૂહિક સંસ્થાઓએ ધ્યાન આપવું જોઈએ. અલ્લાહ આપણો સહાયક અને મદદગાર થાય.!