અસદના અમ્મી -અબ્બુ ઇન્તેકાલ પામી ચૂકયા હતા. તે પોતાની દાદી સાથે રહેતો હતો. તેની ઉંમર લગભગ ૭ વર્ષની હતી. તેમનું ઘર બહુ નાનું હતંુ, તેમ છતાં દાદી તથા અસદ માટે એ ઘર કોઈ ને’મતથી ઓછું ન હતું. એકવાર અસદે જોયું કે તેની દાદીના હાથમાં કંઈ તકલીફ થઈ છે, જ્યારે તેની દાદીએ અસદને કહ્યું કે રોટી બનાવતી વખતે તેના હાથ દાઝી ગયા છે તો અસદ ખૂબ ઉદાસ થઈ ગયો. તેણે વિચાર્યું કે “જ્યારે દાદીના હાથ દાઝ્યા હશે તો તેમને કેટલી તકલીફ થઈ હશે.” એવામાં રમઝાન માસ પૂરો થવા આવ્યો હતો અને ઈદ આવવાની હતી. અસદની દાદીએ રમઝાન શરીફના બધા રોઝા રાખ્યા હતા આજે છેલ્લો દિવસ હતો. અસદ અને તેના મિત્રો અહેમદ તથા વક્કાસ પણ ઈદના આવવાની રાહ જોઈ રહ્યા હતા. અંતે ઈદનો દિવસ પણ આવી પહોંચ્યો. તમામ બાળકો ખૂબ જ ખુશ હતા, અને અસદ સિવાય બધાએ આજે નવા નવા કપડાં પહેર્યા હતા, કેમ કે અસદ અને તેની દાદીએ ગરીબીના લીધે ઈદના કપડાં બનાવડાવ્યા ન હતા. અહેમદ તથા વક્કાસ સારા પોષાક પહેરીને અસદના ઘરે ગયા. પરંતુ આ શું ત્યાંનું દ્રષ્ય જ કાંઈ જુદું હતું.
અસદ પોતાના જૂના કપડામાં ઊભો હતો, અને દાદી રોજની જેમ નાશ્તો બનાવી રહી હતી, અહેમદ તથા વક્કાસના મોઢેથી અચાનક જ નીકળ્યું, અસદ ! આ શું ? તમે હજી સુધી તૈયાર નથી થયા ? અસદે કહ્યું, “કેમ ? હું તો ક્યારનો તૈયાર થઈ ચૂક્યો છું ? “શું તમારો ઈદનો ડ્રેસ “આ જ છે?”અહેમદે તેના પોષાક તરફ ઇશારો કરતાં કહ્યું, “હા, કેમ બરાબર નથી શું ?” અસદે કહ્યું .”હા, હા, બરાબર છે ને તમારા કપડાં! ચાલો, મેળા તરફ જઈએ.” વક્કાસે આખી વાત સંભાળી લેતા કહ્યું, “દાદી, હું મેળામાં જાઉં ? જાઉંને દાદી, બોલોને દાદી મેળામાં જાઉંને ? “અસદે ભોળપણથી દાદીને પૂછ્યું અને અહેમદ તથા વક્કાસને કહ્યું, “તમે લોકો ચાલો, હું આઉં છું,” “કેમ મેળામાં શું રાખ્યું છે ? “ઈદ ઘરમાં પણ મનાવી શકાય છે.” દાદીએ અસદને કહ્યું, “પરંતુ, દાદી હું કેમ જઈ ન શકું. અહેમદ અને વક્કાસ પણ તો જઈ રહ્યા છે. “અસદે” કહ્યું,”મેં કહ્યું ને કે તમે નહીં જાવ એટલે નહીં જાવ. મારો એકમાત્ર દીકરો છો તમે ! ખુદા ના કરે અને જો તમને કંઈ થઈ ગયું તો ? હંુ કદી પોતાને માફ નહીં કરી શકું.” દાદીએ કહ્યું.
અસદે પણ જવાની જિદ કરી અને કહ્યું કે મને કંઈ નહી ંથાય દાદી. મને જવાદોને !!! “અસદની આટલી જિદ જોઈ દાદીએ તેને જવા હા પાડી. અને તેને કહ્યું, “થોભો, તમારી ઈદી તો લેતા જાવ,” અને સાથે જ દસ રૃપિયા અસદના હાથમાં આપી દીધાં, જેવો જ અસદ મેળામાં પહોંચ્યો અહમદ અને વક્કાસ તેની રાહ જોઈ રહ્યા હતા, અસદે અહેમદના હાથમાં મૌજૂદ મીઠાઈનો ડબ્બો અને વક્કાસના હાથમાં રહેલ કોલ્ડ્રીંકને જોયા. અહેમદ અને વક્કાસ આગળ વધ્યા અને અસદને કહ્યું, આ તો અસદ, અમારી તરફથી ઈદની નાની સરખી સોગાત, જ્યાર ેઅસદે મીઠાઈ અને કોલ્ડ્રીંક તરફ જોયું કે જે અહેમદ અને વક્કાસે તેને સોગાત તરીકે આપ્યા હતા તો તેની આંખોમાં આંસૂ આવી ગયા, અને તેણે અહેમદ તથા વક્કાસને ગળે લગાવી લીધા અને તેમને કહ્યું; “હું માફી ચાહું છું કે મારી પાસે તમને આપવા માટે કંઈ નથી.” અહેમદ અને વક્કાસે કહ્યું, “કંઈ નહીં દોસ્ત, તારી દોસ્તી તો અમારી સાથે હંમેશ રહેશે. “હજી એ ત્રણેય દોસ્તો વાતો કરી રહ્યા હતા કે તેમણે એક માણસનો અવાજ સાંભળળ્યો જે કહી રહ્યો હતો. “પાંચ રૃપિયામાં જન્નતની મજા માણો.” જ્યારે અસદે એ તરફ જોયું તો તે એક ઝૂલા સાથે ઊભો હતો. અસદે મનમાં ને મનમાં કહ્યું કે આ તો તેને લૂંટી રહ્યો છે. એક ચક્કર લગાવીને તે કહેશે કે ચાલો, જાવ, જન્નતનો રાઉન્ડ પૂરો થઈ ગયો. અચાનક જ અસદની નજર વાસણ વેચનાર ઉપર પડી. તે તરત જ ત્યાં ગયો અને તેને કહ્યું, “ભાઇ આ ચિમટો કેટલામાં આપશો ? “એ માણસે કહ્યું કે ૨૦ રૃપિયાથી ઓછામાં નહીં મળે. અસદે વિચાર્યું કે મારી પાસે તો ૧૦ રૃપિયા જ છે, તેણે ફરી એ માણસને કહ્યું કે, ભાઇ કંઇ રાહત નથી થઈ શકતી ? એ માણસ બોલ્યો કે સારૃં ૧૫ રૃપિયાથી ઓછામાં નહીં આપું.આ સાંભળીને અસદ જવા લાગ્યો. કેમ કે તેની પાસે તો માત્ર ૧૦ રૃપિયા જ હતા તેને જતો જોઈને એ વાસણવાળાએ કહ્યું કે સારૃં તો ૧૦ રૃપિયા જ આપી દો. આ સાંભળીને અસદ પાછો ફર્યો અને ૧૦ રૃપિયા તેને આપીને એ ચિમટો લઇને તે ઘરની તરફ ચાલી નીકળ્યો. ઘરે પહોંચીને તેણે દાદીને કહ્યું, “દાદી ! તમે જ્યારે રોટી રાંધો છો તો તમારી આંગળીઓ દાઝી જાય છે. હું તમારા માટે કંઈ લાવ્યો છું.” જ્યારે દાદીએ ચિમટો જોયો તો તેમની આંખોમાં આંસૂ આવી ગયા, અને તેમણે કહ્યંું કે અસદ તમે પોતાની ઈદી પોતાના માટે વાપરતા ને ? અસદે કહ્યું , “દાદી, મારા તરફથી તમે આને ‘ઈદની સોગાત’ સમજીને રાખી લો. આ સાંભળીને દાદીએ અસદને ગળે લગાવી લીધો.