Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસકસોટી તો જીવનનો ભાગ છે ! પરંતુ ...

કસોટી તો જીવનનો ભાગ છે ! પરંતુ …

કોઈ વ્યક્તિનું ખાસ મુસીબતમાં શામેલ થવું એ તેની પોતાની ખોટી યોજના અને કાર્યોનું કારણ છે? બીજાઓ તરફથી સંગઠિત અને આયોજનબદ્ધ ષડયંત્ર છે? ઇશ્વર તરફથી કસોટીમાં નાંખવું છે? અથવા ઇશ્વરે અવતરિત કરેલ સજા છે? આમાંથી કઈ વાત એ વિશેષ વ્યક્તિ કે સમુહ પર લાગુ પડે છે આનો નિર્ણય કરવો ખૂબ મુશ્કેલ કામ છે. છતાં ઘટનાઓની સાતત્ય સાથે મકક્મ બુનિયાદો પર સમીક્ષા કરવામાં આવે તો પરિણામ સુધી પહોંચવું કોઈ મુશ્કેલ કામ પણ નથી. શરત ફકત એટલી જ છે કે સમીક્ષા કરવાવાળો દરેક પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત થઈને, હકીકત પર આધારિત પરિણામો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. પરંતુ અઘરું એ વખતે લાગે છે જ્યારે પરિણામોના અધિગ્રહણમાં જરૂરી પુરાવાને વિકૃત કરી દેવામાં આવે અથવા ભૂંસી નાંખવામાં આવે. કસોટી, સમસ્યાઓ, મુસીબતો અને અકસ્માતોની પૃષ્ઠભૂમિમાં હાસિમપૂરા હત્યાકાંડને પણ જોવું જોઈએ. જેનો ઉલ્લેખ અંગ્રેજી સાપ્તાહિક, ‘આઉટલૂક’એ આ રીતે કર્યું છે કે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ એટલે આર.એસ.એસ.ના એક કાર્યકર્તાની હત્યાએ લશ્કર અને પી.એ.સી.ને હાસિમપુરા હત્યાકાંડ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યું હતું અને હત્યાકાંડ પછી પુરાવાનો કાં તો નાશ કરી દેવામાં આવ્યો અથવા પુુરાવાઓને સી.આઈ.ડી. સમક્ષ રજૂ કરવામાં નથી આવ્યા… પ્રશ્ન એ થાય છે કે હાશિમપૂરા હત્યાકાંડ શું સંઘ પરિવારનું વેર વાળવા લીધેલું પગલું છે? આવો પ્રત્યાઘાત જેમાં લશ્કરના જવાનો અને પી.એ.સી.ના કર્મચારીઓએ સંઘ પરિવારનો સાથ આપ્યો? અથવા હકીકત આનાથી તદ્દન ઊલટી છે? ઘટના ૨૨ મે, ૧૯૮૭ની છે. જ્યારે મેરઠ શહેરથી બે કિલોમીટર પણ કરતાં ઓછા અંતર પર હાશિમપૂરા નામક એક મોહલ્લાના ૪૨ મુસ્લિમ નવયુવાનોને ગણવેશ પહેરેલા કર્મીઓએ ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ હત્યાકાંડની ઘટના પછી સી.આઈ.ડી.ના એસ.પી.એસ.કે. રીઝવીએ ૨૨ જૂન, ૧૯૮૯ના પોતાના એહવાલમાં લખ્યું હતુંઃ ઘટના પછી તરત જ એવી અટકળો આવી કે સ્થાનિક રીતે નિયુક્ત મેજર સતીશ ચંદ્ર કોશિકના એક ભાઈ હાશિમપુરામાં ૨૧ મે, ૧૯૮૭માં ગોળીબારમાં ઘાયલ થઈને મૃત્યુ પામી ગયો. કહેવામાં આવે છે કે અંગત દુર્ઘટનાના કારણે મેજર સતીશ ચંદ્ર કોશિકએ ઉત્તરગંગા અને હિન્દોનની નહેરોની પાસે હાશિમપુરાના રહેવાસીઓના હત્યાકાંડ કરાવ્યો હતો. મેજર કોશિકની જનરલના હોદ્દા સુધી બઢતી થઈ, તેઓ નિવૃત્ત થયા પરંતુ પ્રારંભિક રિપોર્ટમાં ઉલ્લેખ કર્યા પછી સી.આઈ.ડી.એ તેમની વધુ કોઈ તપાસ નથી કરી અને પ્રધાનમંત્રી કાર્યાલયથી પણ સી.આઈ.ડી.ની પ્રારંભિક રિપોર્ટ ઉપર કોઈ કાર્યવાહી પણ ન થઈ. અન્ય શબ્દોમાં, સી.આઈ.ડી. રિપોર્ટ દબાવી કોથળીમાં મુકી દેવામાં આવી. આ રિપોર્ટ અને તેના ઉપર અમલીકરણ અને પછી તાજેતરનો નિર્ણય ન માત્ર સમગ્ર સિસ્ટમ પર અગણિત પ્રશ્નો ઊભા કરે છે બલ્કે ન્યાયની લડાઈના લડવૈયાઓના સાહસનું પણ ખૂન કરે છે. આમ છતાં પણ સત્યના ધ્વજવાહક જે તમામ ધર્મોમાં છે, અત્યાચાર સામે અવાજ ઉઠાવવાથી ભયભીત નથી થતા. કારણકે અત્યાચાર સામે મૌન, અપરાધીઓને વધુ ઉત્તેજનનું માધ્યમ બનાવે છે ત્યાં સમાજને પણ અંદરથી ખોખલું કરી દે છે.

અત્યાચાર સામે સંગઠિત થવા વાળા હજૂ હાશિમપુરા હત્યાકાંડ અને તાજેતરના નિર્ણય પર અવાજ ઊઠાવી જ રહ્યા હતા કે પોલીસ એન્કાઉન્ટરની બે ઘટનાઓ સામે આવી ગઈ. એક ઘટના ચંદન દાણચોરીમાં શામેલ ૨૦ વ્યક્તિઓની હત્યાનો છે, જે મોટા ભાગના તમિળ હતા તો ત્યાં બીજી ઘટના તેલંગાણા પોલીસની કસ્ટડીમાં પાંચ વ્યક્તિના એન્કાઉન્ટરનું છે. તેલંગાણા એન્કાઉન્ટરના સંબંધમાં અપુરવાનંદ રાજકીય વિશ્લેષક મેઇનસ્ટ્રીમ મીડિયાની નિર્લજ્જતાને લલકારતા કહે છે કે, માર્યા ગયેલા લોકો જો ગરીબ અને મુસલમાન ન હોત તો મેઇનસ્ટ્રીમ મીડિયા આ સમાચારને જરૃર અગત્યતા આપતી. આનાથી વિપરિત એકજ દિવસમાં ૨૫ વ્યક્તિના મૃત્ય થયા તો પણ મીડિયાએ મૌન ધારણ કર્યું.! તેઓ કહે છે કે જો આ મૃત્યુ કોઈ બસ વિસ્ફોટમાં થઈ હોતતો બધી જ ટેલીવિઝન ચેનલોને જોશ આવી ગયો હોત, પરંતુ એ તો રાજ્ય સરકાર દ્વારા સુયોજીત પોલીસની ગોળીઓથી થઈ છે, તેથી મેઇનસ્ટ્રીન મીડિયાનું મૌન છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશનું તાજેતરનું એન્કાઉન્ટર પણ અત્યંત દુઃખદ છે. આ સમાચારનું વિવરણ જો કરવામાં આવે તો અહીંયા પણ પોલીસ કારવાઈ ઉપર ઘણા પ્રશ્નો ઉઠે છે. છતાં પણ અમને ખબર નથી કે આ પ્રશ્નોથી પ્રસ્થાપિત થયેલ કમિશન કેટલા સમયે રીપોર્ટ આપશે? અને તે નિર્ણય પણ હાશિમપૂરા હત્યાકાંડની જેમ જ હશે અથવા આનાથી વિપરીત?

સ્વતંત્ર ભારતમાં સાંપ્રદાયિક હિંસાનો પણ એક લાંબો ઇતિહાસ છે. ૧૯૪૭માં બંગાળમાં સાંપ્રદાયિક રમખાણો થયા જેમાં લગભગ ૧૦ હજાર જેટલા વ્યક્તિઓ નાશ પામ્યા. ૧૯૬૯ અહમદાબાદ રમખાણોમાં ફકત શહેરમાં ૫૧૨ વ્યક્તિઓની મૃત્યુ થઈ અને આખા રાજ્યમાં લગભગ ૩ થી ૫ હજાર લોકો મૃત્યુ પામી ગયા. ૧૯૮૩ નેલી-આસામ હિંસામાં લગભગ ૨ થી ૫ હજાર વ્યક્તિઓનું મૃત્યુ થયું. ૧૯૮૪ દિલ્હી રમખાણોમાં ૨૭૩૭ લોકો માર્યા ગયા. ૧૯૬૪ રાઉરકેલા અને જમશેદપુર રમખાણોમાં આશરે ૨ હજાર જેટલા લોકોનું મૃત્યુ થઈ ગયું. ૧૯૮૦ મુરાદાબાદ રમખાણોમાં લગભગ ૨ હજાર જેટલા લોકો મૃત્યુ પામ્યા. ૧૯૮૯ ભાગલપુર-બિહાર રમખાણોમાં લગભગ ૮૦૦ થી ૨ હજારની વચ્ચે લોકો મૃત્યુ પામ્યા. ડિસેમ્બર ૧૯૯૨ અને જાન્યુઆરી ૧૯૯૩માં મુંબઈ-મહારાષ્ટ્ર રમખાણોમાં ૮૦૦ થી ૨ હજારની વચ્ચે લોકો મૃત્યુ પામ્યા. ૧૯૮૫ અહમદાબાદ-ગુજરાત રમખાણોમાં લગભગ ૩૦૦ વ્યક્તિઓનું મૃત્યુ થયું. ૧૯૯૨ અલીગઢ-ઉત્તરપ્રદેશ રમખાણોમાં ૧૭૬ લોકો મૃત્યુ પામ્યા. ૧૯૯૨માં જ સૂરત-ગુજરાત રમખાણોમાં લગભગ ૧૭૫ લોકોનું મૃત્યુ થયું. ૧૯૯૦ હૈદરાબાદ-આંધ્રપ્રદેશ રમખાણોમાં લગભગ ૧૩૨ લોકો માર્યા ગયા. ૧૯૬૭ રાંચી રમખાણોમાં લગભગ ૨૦૦ વ્યક્તિઓ નાશ પામ્યા. ૧૯૭૯ જમશેદપુર-પશ્ચિમબંગાળ રમખાણોમાં લગભઘ ૧૨૫ લોકોનું મૃત્યુ થયું. આવી જ રીતે ૧૯૮૪-૮૬-૮૭માં ભિવંડી, મેરઠ અને અહમદાબાદના રમખાણોમાં લગભગ ૨૮૬ લોકો નાશ પામ્યા. સાંપ્રદાયિક હિંસાનો આ સંક્ષિપ્ત ઇતિહાસ છે. જે ન માત્ર મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બતાવે છે બલ્કે દરેક રમખાણોમાં લાખોની સંખ્યામાં ભોગ બનેલા લોકોને પણ સારી રીતે સામે લાવે છે. ઘટનાના પ્રકાશમાં પ્રશ્ન ફકત આ જ છે કે શું આ અકસ્માતો મૃત્યુ પામેલા અને ભોગ બનેલા લોકોની પોતાની ખોટી યોજના અને કાર્યોનું કારણ છે? બીજાઓ તરફથી સંગઠિત અને આયોજનબદ્ધ ષડયંત્ર છે? ઇશ્વર તરફથી કસોટીમાં નાંખવું છે? અથવા ઇશ્વરે અવતરિત કરેલ સજા છે? અથવા પોલીસ, વ્યવસ્થાપન અને ઇન્ટેલિજન્સ એજન્સીની અકર્મણ્તા અને નિષ્ફળતાનું પરિણામ છે?

વાર્તાલાપનો બીજો અને સૌથી મહત્વપૂર્ણ ભાગ પ્રતિક્રિયા પર આધારિત છે. જ્યાં જોવું પડશે કે મુસીબતો જેમાં પીડિતો શામેલ છે તે પોતાની ખોટી યોજના અને કર્મોનું કારણ છે? તોે આવું છે જો પોતાની યોજનાઓમાં ફેરબદલી માટે મંતવ્યો અને દૃષ્ટિકોણમાં ફેલાવ લાવો પડશે. મુસીબતો બીજાઓ તરફથી સંગઠિત અને આયોજનબદ્ધ ષડયંત્રનું પરિણામ છે તો બીજાઓના કાવતરાં પહેલા પોતાની અંદરના ષડયંત્રોને સમજવા જોઈએ. સાથે સમસ્યાઓના હલ માટે આગેકૂચ કરવી જોઈએ. જો એવું લાગે કે મુસીબતો ઉપરોક્ત કારણોના લીધે નથી આવી પણ ઇશ્વરની કસોટી છે. સાથે સારા-ખોટાનો ભેદ કરવાનો હેતુ છે તો એવા સંજોગોમાં ઇશ્વર સમક્ષ પોતાને સાચા સાબિત કરવાના પ્રયત્નો કરવામાં આવે. ત્યારબાદ જ શક્ય છે કે આપણે ઇશ્વરના બધા જ હક્કો અદા કરીએ જે આપણાં પર લાદવામાં આવ્યા છે અને ધૈર્ય રાખી અડગતાપૂર્વક રહીએે. પરંતુ મામલો આમાંથી કોઈ પણ ન હોય તો અને મુસીબત ઇશ્વરે અવતરિત કરેલ સજા હોય તો દરેક વ્યક્તિ જે આ પ્રકોપથી બચાવી લેવામાં આવે એકપણ ક્ષણ વ્યર્થ કર્યા વગર, અગાઉના અને હાલના જીવનના કર્મોની સારી રીતે સમીક્ષા કરી ખામીઓ ઉપર પકડ પ્રાપ્ત કરીએ, અને જીવનના રાત-દિવસમાં તુરત જ બદલાવ માટે ગતિશીલ અને સક્રિય થઈ જઈએ. તે પહેલાં કે ઇશ્વરનો પ્રકોપમાં તે પણ ઘેરાઈ જાય. કસોટી તો જીવનનો ભાગ છે અને તે આવન-જાવન કરતી રહે છે. જરૂરત એ વાતની છે કે સમયાંતરે વ્યક્તિગત અને સામૂહિક સમીક્ષા કરતા રહીએં પછી દરેક વ્યક્તિ સમસ્યાનો જે પણ ઉપાય શોધે તેની જ રોશનીમાં ઊભો થઈ જાય, કટિબદ્ધ થઈ જાય અને સુખઃશાંતિ અને સલમામતિ સાથે પરિવર્તનનો આરંભ કરે. !

maiqbaldelhi@gmail.com
maiqbaldelhi.blogspot.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments