Thursday, November 21, 2024
Homeકેમ્પસ વોઇસકાઉન્સિલીંગ વ્યવસાયમાં એક ઉજ્જવળ ભવિષ્ય

કાઉન્સિલીંગ વ્યવસાયમાં એક ઉજ્જવળ ભવિષ્ય

જીવનની ભાગ દોડમાં સવારે આંખ ખૂલવાથી લઈને રાત્રીના ઘરે પાછા ફરીએ ત્યાં સુધી રોજની જાણે એક જ વાર્તા છે. વૈશ્વિકરણના આ સમયમાં એક બાજુ લોકોમાં એક બીજાથી આગળ વધવાની  હોડ છે. તો બીજી બાજુ પ્રતિસ્પર્ધી તરીકે આગળ વધવાના લીધે અને તેના કામના દબાણના લીધે માણસને બીમાર બનાવવા માટેનું કારણ પુરતુ છે. આ એવી બીમારી નથી જે કોઈ દવા લેવાથી સારી થઈ જાય. પરંતુ આ એક મનોવૈજ્ઞાનિક સમસ્યા છે, ને આજે આ સમસ્યાથી દરેક પ્રગતિશીલ દેશ સામનો કરી રહ્યો છે. અમેરિકા જેવા દેશમાં પાંચમાંથી એક વ્યક્તિ માનસિક રોગનો શિકાર છે. ભારત દેશમાં આ આંકડો લગભગ ૬૦ લાખથી ઉપર છે. ચિંતાજનક બાબત એ છે કે આ આંકડો સમયાંતરે વધી રહ્યો છે. જેનું મુખ્ય કારણ અમારી રોજની બદલાતી દિનચર્યા અને અમારા વ્યવહારના બદલાવના કારણે. સવારથી લઈને રાત સુધી બીજા દિવસે ફરીથી એ જ દિવસની પ્રક્રિયા ખાન-પાનમાં બદલાવ, ફાસ્ટફૂડ, જંકફૂડ કલ્ચરને કારણે આજથી ૫૦ વર્ષ પુર્વે માણસમાં બહુ નકારાત્મક બદલાવનો અનુભવ થાય છે. આ બદલાવ સ્વાસ્થ્યની સાથે-સાથે માણસમાં મનોવૈજ્ઞાનિક સ્તર ઉપર જોવામાં મળે છે.

આ મનોવૈજ્ઞાનિક બીમારીના ઉપાય અથવા ઉપચાર માટે આજે દેશભરમાં મનોચિકિત્સક પણ એટલા ઉપલબ્ધ નથી જેની આપણને આવશ્યકતા છે. ડિસેમ્બર ૨૦૧૫માં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અનુસાર રાષ્ટ્ર વ્યાપી મનોચિકિત્સક ૮૯૮ નૈદાનિક મનોવૈજ્ઞાનિક (Clinical Phychologist), ૮૫૦ મનોવૈજ્ઞાનિક સામાજિક કાર્યકર્તા અને ૧૫૦૦ મનોવૈજ્ઞાનિક નર્સો દેશભરમાં કાર્યરત્ છે.

મતલબ કે દેશભરમાં કુલ ૧,૦૦,૦૦૦ લોકો ઉપર ફકત ૩ મનોચિકિત્સક કાર્યરત્ છે, જે WHO પ્રમાણે ૧૮ ટકા ઓછું છે. પ્રતિ એક લાખ લોકો ઉપર ૫-૬ મનોચિક્તિસક અનિવાર્ય છે. આ અનુમાન અનુસાર ભારતમાં લગભગ ૬૬,૨૦૦ મનોચિકિત્સકોની ખોટ છે.

આ જ પ્રકારે લગભગ દર ૧ લાખ નાગરિકો ઉપર ૨૧ થી ૨૨ મનોચિકિત્સક નર્સ કે જે વૈશ્વિક ધારાધોરણને આધારે ભારતભરમાં અંદાજીત ૨,૬૯,૭૫૦ નર્સોની જરૂરત છે.

આ જરૂરીયાતનેે પુર્ણ કરવા માટે અમને એક મજબૂત કાર્યપદ્ધતિ અને બળની જરૂરત છે. જે અમારા નવયુવકો ઘણી સારી રીતે તેનું પરિણામ આપી શકે છે. સલાહકાર અને કાઉન્સિલરનું કામ એક મદદ પ્રદાન કરવાનું હોય છે. જે લોકોને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સહયોગ પ્રદાન કરે છે. કાઉન્સિલરને સહાયતા પ્રદાન કરવા માટે પરામર્શ, ટેકનિકલ પદ્ધતિઓ અને ઉપચારોના ઉપયોગનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. જે ગ્રાહકો અથવા નાગરિકને એમની સમસ્યાના નિરાકરણ માટે મદદરૃપ થાય છે.

કાઉન્સિલીંગના ક્ષેત્રે કાર્ય કરવા માટે વિદ્યાર્થીએ ૧૨માં ધોરણમાં વિજ્ઞાન, વાણિજ્ય માનવ કલા (Huminities) અને મનોવિજ્ઞાનના વિષયો લેવા આવશ્યક છે.

શૈક્ષણિક મુશ્કેલીઓ : મધ્યમ

નોકરી જૉબ પ્રોફાઈલ :

કાઉન્સિલર કોઈ પણ પ્રકારની સમસ્યા સંદર્ભે ઉકેલ માટે લોકોની સહાયતા કરે છે. કોઈપણ પરિણામ સુધી પહોંચતા પહેલા ધ્યાનથી સાંભળવાનું કાર્ય કરે છે. તે ગ્રાહક અને નાગરિકને એક પરિણામ પર લાવવા માટે તેની ભાવનાઓને અને વિચારોને શોધવા અને તેને સ્પષ્ટ કરવામાં સહાયતા કરે છે.

દા.ત. કારકિર્દી યોજના – સામાજિક મુદ્દા – ભાવનાત્મક અને લાગણીની સમસ્યાઓ વૈવાહિક પારિવારિક અથવા માતા-પિતા સાથે સંકડ, ઘરેલુ હિંસા તથા અન્ય સમસ્યાઓનો સામનો કરી રહેલો ગ્રાહક અથવા નાગરિકની સહાયતા, પરામર્શ અને વિચાર-વિમર્શ, ટેકનિકલ અને ચિકિત્સા પ્રદાન કરવું અને તેમના સ્વાસ્થ્યના વિકાસને સુનિશ્ચિત કરે છે. કાઉન્સિલર્સ નશીલા પદાર્થો અને દારૃના વ્યસનમાં પરોવાયેલા સમાજમાં પણ કાર્ય કરે છે.

રોજગારની તકો

શાળા કાઉન્સિલીંગ કારકિર્દી, કાઉન્સિલીંગના કેન્દ્રોમાં, પુર્નવસન કાઉન્સિલીંગ, માનસિક આરોગ્ય પરામર્શ, શૈક્ષણિક કાઉન્સિલીંગ સંગઠન, સામાજીક વિકાસની સંસ્થાઓ, કોર્પોરેટના માનવ સંસાધન વિભાગમાં, રાજ્ય તથા કેન્દ્ર સરકારના વિભાગો તથા સ્વંય રોજગારની તકો મોજૂદ છે.

કેવી રીતે પહોંચવું?

બારમાં ધોરણ પછી મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિષયમાં સ્નાતક હોવું કાઉન્સિલીંગનો એ ડિપ્લોમાં કોર્ષ છે.જે સ્નાતક પછી આવશ્યક છે. આ ડિપ્લોમાં કોર્ષમાં મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને સામાજીક કાર્યમાં છે.

અભ્યાસ ક્યાં કરવુ?

* કર્નાટક યુનિવર્સિટી

* રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન તથા પ્રશિક્ષણ વિભાગ

* પંજાબ યુનિવર્સિટી

* પ્રાદેશિક શૈક્ષણિક ઇન્સ્ટીટ્યુટ, મૈસૂર

* એસએનડીટી યુનિવર્સિટી

* મદ્રાસ યુનિવર્સિટી

* ગુજરાત યુનિવર્સિટી

* ભાવનગર યુનિવર્સિટી

* ડૉ. સુભાષ મહિલા આર્ટ્સ કોલેજ, જુનાગઢ (વિદ્યાર્થિનીઓ માટે)

* એફ.ડી. આર્ટ્સ કોલેજ, અહમદાબાદ (વિદ્યાર્થિનીઓ માટેે)

* સરકારી આર્ટ્સ કોલેજ, ગાંધીનગર

* ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી

* હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

* એલ.ડી. આર્ટ્સ કોલેજ, અહમદાબાદ

* એસ.ટી.બી. આર્ટ્સ કોલેજ, સૂરત

* સરદાર પટેલ યુનિવર્સિટી

* સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

વગેરે…  વધુ કોલેજોની જાણકારી આ લીંક ઉપરથી વીઝીટ કરી શકો છો.

http://bit.ly/2oNDiyK

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments