Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસકાળા નાણાંને ડામવાનું આ પગલું કેટલું યથાર્થ?

કાળા નાણાંને ડામવાનું આ પગલું કેટલું યથાર્થ?

કાળા નાણાં સામે લડાઈ અને તેને ડામવા માટેના પગલાંનું અમે સ્વાગત કરીએ છીએ અને બધા ભારતીયોને જોઇએ કે ખતરાને ડામવા માટે જે હકારાત્મકતા અને સારા હેતુથી પગલાં ભરવામાં આવે તેને ટેકો આપે.

પણ જે રીતે ભારત સરકારે નિર્ણય લીધો છે કે ૫૦૦ અને ૧૦૦૦ના ચલણોને બંધ કરવામાં આવે તેનાથી સામાન્ય જનતા ઉપર મોટી અડચણો આવી પડી છે અને એ પણ કે કાળા નાણાં ઉપર કોઈ નોંધપાત્ર અસર નથી પડવાની – નીચે મુજબના કારણોસર …

(૧) કાળા નાણાંનો વિશાળ જથ્થો કાં તો ટેક્સ હેવનમાં બેંક ડિપોઝીટના સ્વરૂપમાં છે અને કાં તો મિલકત અથવા રીયલ એસ્ટેટમાં રોકાણના સ્વરૂપમાં હોય છે. પ્રધાનમંત્રીએ વચન આપ્યું હતું કે વિદેશોથી કાળુ નાણું પાછું લાવીશું પણ એ દિશામાં નક્કર પગલાં લેવાના બદલે ચલણોને બંધ કરવાની રમત રમી રહ્યા છે જે આટલા મોટા ખતરાનો એક અંશ પણ નથી.

(૨) કાળા નાણાંને ઉઘાડું કરવા માટે સંવૈધાનિક અને રાજકીય આ મુખ્ય પગલાંઓ ભરવામાં આવે; કાળા નાણાંના વિદેશી સ્ત્રોતો જાહેર કરવામાં આવે અને નક્કર કાયદાકીય અને રાજકીય પગલાંઓ લેવામાં આવે, લોનની ચૂકવણી ન કરતા નાદારોના નામ જાહેર કરવામાં આવે અને રીઅલ એસ્ટેટ બીઝનેસમાં સુધારા  લાવવા માટે મોટા કરજ ચુકવવામાં ડિફોલ્ટરના નામો જાહેર જનતા સમક્ષ મુકવામાં આવે. આ પગલાંઓના બદલે સરકાર અસલ મુદ્દાઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

(૩) ૧૦૦૦ અને ૫૦૦ના ચલણો પહેલાથી જ મોટી સંખ્યામાં છે, આ ચલણોને રદ કરી નવી ૨૦૦૦ની નોટો ચલણોમાં બદલવાનું કાર્ય ચોક્કસપણે એક ખર્ચાળ બાબત છે. અમારી માંગણી છે કે આ ખર્ચાઓને જાહેર કરવામાં આવે. આવી મોટી રકમ રોકાણ કર્યા પછી ભારતના લોકોને શું લાભ મળશે? અમને શંકા છે આ પડતર કિંમત અને નફાનું પ્રમાણ આશાવાદી નથી.

(૪) આ આચનક ચલણોને બંધ કરવાનો નિર્ણય વિશાળ કાળા નાણાંના ધારકોને વધુ નુકશાન નહીં પહોંચાડે, પરંતુ આ ચોક્કસપણે સામાન્ય અને ગરીબ જનતાને અને ખાસ કરીને એ મોટા ભાગની વસ્તી જેમની પાસે બેંક અકાઉન્ટ્‌સ નથી તે લોકોને વધારે મુસીબતોનો સામનો કરવો પડશે.

(૫) હકીકતને સમજ્યા વગર કે ભારતની એક મોટી વસ્તી બેંકમાં ખાતા ધરાવતી નથી અને મોટા ભાગના નાના નાના વેપારીઓ બેન્કિંગ ચેનલોમાં તેમના વ્યવહારો મર્યાદિત કરવા માટે સક્ષમ નથી, સરકાર એટીએમ ઉપાડ પર અવાસ્તવિક નિયંત્રણો મૂકે છે. આથી નાના વેપારીઓને એક મોટો ફટકો પડયો છે કે તેઓ લોકો સાથે રોકડ વ્યવહારો કરવા માટે સમર્થ નથી. એવું જણાય છે અને ગણતરીઓ ચાલે છે કે નાના વેપારીઓ અને સર્વિસ પ્રોવાઈડર્સના વેપારોને મોટા કદના સંગઠિત કંપનીઓમાં લઈ જવામાં આવશે. એક વ્યક્તિ જેમના ખિસ્સામાં ફકત થોડા રૂપિયા હશે તે મોટા સુપર માર્કેટ પાસેથી ખરીદી કરવાનું પસંદ કરશે અથવા બહુરાષ્ટ્રીય બ્રાન્ડ ધરાવતી દુકાનોથી કાર્ડ ચુકવણી દ્વારા ખરીદી કરવાનું પસંદ કરશે અને નાની દુકાનોને પસંદ નહીં કરે કે જેમની પાસે કાર્ડ દ્વારા ચુકવણીની સુવિધા નથી.

(૬) આ બાબત પહેલાથી જ ડાઉન માર્કેટમાં એક વિશાળ અને શક્તિશાળી મંદી ઊભી કરશે અને સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો કરશે. રોકડની અછત ખરીદી કરવાની ક્ષમતામાં ઘટાડો કરશે અને બજારમાં ધીમી ગતિ લાવશે.

એકંદરે જોઈએ તો આ પગલું કાળા નાણાંના ખુબ જ નાના અને મામૂલી ભાગને ઉજાગર કરશે પરંતુ આની  સામે સામાન્ય લોકોને મોટું નુકશાન અને મુશ્કેલીઓ ઉઠાવવી પડશે.   તેથી આ ચોક્કસ છે કે આ પગલું કાળા નાણાંને રોકવા માટે નથી લેવામાં આવ્યું પરંતુ આનો પ્રત્યક્ષ હેતુ વાસ્તવિક મુદ્દાઓથી સામાન્ય લોકોનું ધ્યાન હટાવવાનું  છે અને નાના વેપારીઓ તથા સામાન્ય લોકોને ગેરલાભ પહોંચાડી મોટી કંપનીઓને ફાયદો પહોંચાડવાનો છે. ***

(લેખક જમાઅતે ઇસ્લામી હિન્દના નાયબ અમીર છે.)

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments