Friday, April 19, 2024
Homeઓપન સ્પેસકૌંભાંડોની વણથંભી હારમાળા

કૌંભાંડોની વણથંભી હારમાળા

પંજાબ નેશનલ બેકં (પીએનબી)નું કૌભાંડ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા ઉપર જ પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા છે. આ અંગે અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે કે કૌભાંડ કેટલા રોડ કે અબજ રૃપિયાનું છે? આના માટે કોણ અને કેટલો જવાબદાર છે ? શા માટે આટલી મહત્ત્વની અને ગંભીર બાબતો અંગે જે તે સંબંધિત અધિકારી અને સરકારે (આ અંગે તેનું ધ્યાન દોરવા છતાં) સમયયર અને પૂરતું ધ્યાન કેમ ન આપ્યું ? નાની-નાની લોનોની વસૂલીમાં મોટી કાર્યવાહી કરનારી બેંકોએ અને એ પછી સરકારોએ કરોડોની મસમોટી લોનો લેનારા કૌભાંડીઓને વિદેશ ભાગી જતા અટકાવ્યા કેમ નહીં ? વિ. વિ. પ્રશ્નો લોક-માનસમાં ઉદ્ભવે છે. આ બધી રમત  ન્ર્ંઝ્ર (લેટર ઓફ ક્રેડિટ) કે અન્ડર ટેકિંગની છે. પીએનબી કૌભાંડમાં પણ આ જ બન્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ આટલી મોટી રકમ જારી કરવા માટે બેંકે પોતાની સિસ્ટમ અનુસાર જ કામ નથી કર્યું એવું કહેવાઈ રહ્યું છે. એકાદ-બે અધિકારીઓની સહી કે મંજૂરીથી જ આટલી મોટી રકમ લોનરૃપે આપી દેવાઈ. જ્યારે કે આટલી મોટી રકમ વધુ અધિકારીઓની ચકાસણી તથા મંજૂરી બાદ જ આપવાની સિસ્ટમ હોય છે. આમાં સક્ષમ અધિકારીઓની મંજૂરી વિના આ રકમ અપાઈ હોવાનું બહાર આવવાથી નાના અધિકારીઓના જ નામ સામે આવ્યા છે. સક્ષમ અધિકારીની સહી અને મંજૂરી વિના આટલી મોટી રકમો કેવી રીતે લોનમાં આપી દેવાઈ?

આ દરમ્યાન આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્નના ઉત્તરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ જે જણાવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારૃં છે. એક સમાચાર સંસ્થાના હવાલાથી એક ન્યૂઝ ચેનલે પોતાની વેબસાઈ ઉપર જણાવ્યું છે કે છેલ્લા સાડા પાંચ વર્ષોમાં બેંકોની ૩ લાખ, ૬૭ હજાર, ૭૬પ કરોડ રૃપિયાની રકમ પરસ્પર સમજૂતી હેઠળ રાઇટ ઓફ કરી દેવામાં આવી છે ત્યારે હાલમાં આનાથી પણ વધુ રકમોને ડૂબતી બચાવવા ઘણા મોટા અને વધુ પ્રયત્નો કરવા પડશે. કયાંક એવું ન થાય કે બેંકોને ડૂબતી બચાવવા નાના ખાતેદારોના પરસેવાની અને ગરીબોની બચતમાંથી લૂંટ ચલાવાય અને અબજોની લૂંટ કરી નાસી જનારાઓ પાસેથી થોડી ઘણી રકમ વસૂલ કરી મોટાભાગની લોન માંડ-વાળ કે રાઇટ ઓફ કરી દેવામાં આવે અને ત્યારબાદ ફરીથી નવા કૌભાંડો માટે માર્ગ મોકળો કરી દેવામાં આવે.

આરબીઆઈના જણાવ્યા મુજબ ઈ.સ.ર૦૧ર-ર૦૧૩થી સપ્ટેમ્બર ર૦૧૭ સુધી પબ્લીક તથા પ્રાઈવેટ સેકટરની બેંકોએ પરસ્પર સમજૂતી (ઇન્કલૂડિંગ કમ્પ્રમાઈઝ) દ્વારા કુલ ૩,૬૭,૭૬પ કરોડની રકમ રાઇટ ઓફ કરાઈ છે. આમાંથી ર૭ પબ્લિક સેકટરની બેંકો છે, જ્યારે રર પ્રાઈવેટ સેકટરની બેંકો છે, જેમણે આ રકમ રાઇટ ઓફ કરી છે.

સામાજિક કાર્યકર ચંદ્રશેખર ગૌડને આરબીઆઈ દ્વારા આપવામાં આવેલ ઉત્તરમાં જણાવાયું છે કે બેંકો દ્વારા રાઇટ ઓફ કરવામાં આવતી રકમમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. કડક કાયદાઓ તથા નીતિ-નિયમો હોવા છતાં આવા કૌભાંડો વર્ષોથી થતાં રહે છે. તેમને યોગ્ય તથા સમયસર સજા કરવામાં આવતી નથી. સાથે જ આ પણ બહુ મોટી ખામી છે કે કૌભાંડીઓને પૂરતી સજા નથી અપાતી અને વસૂલી પણ નથી કરાતી એટલું જ નહીં, બલ્કે આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર અધિકારીઓ કે રાજકીય સમર્થકો સામે પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી.  આમાં નાની માછલીઓ સપડાઈ જાય છે અને મોટા મગરમચ્છ છટકી જાય છે. ચૂંટણીફંડમાં મોટો ફાળો આપવા બદલ આ અંગે નરમ વલણ દાખવવામાં આવતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે.

અહીં એક વાત આ પણ સામે આવી છે કે પ્રાયવેટ સેકટરની બેન્કોની તુલનામાં પબ્લીક સેકટર કે સરકારી બેન્કોમાં કૌભાંડો કે નુકસાન વધુ જોવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિ-માસિકમાં પ્રાયવેટ સેકટરની બેન્ક એચ.ડી.એફ.સી.એ ૪૬૪૨ કરોડ રૃપિયા, આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કે ૧૬૫૦ કરોડ રૃપિયા અને એકસિસ બેન્કે ૭૨૬ કરોડ રૃપિયાનો નફો કર્યો. જ્યારે બીજી બાજુ આ જ ત્રિ-માસિકમાં સરકારી કહો કે પબ્લીક સેકટર ક્ષેત્રની બેન્કો પૈકી ભારતીય સ્ટેટ બેન્કે ૨૪૧૬ કરોડ રૃપિયા, બેન્ક ઓફ ઇન્ડિયાએ ૨૩૪૧ કરોડ રૃપિયા, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ૧૯૮૫ કરોડ રૃપિયા, સેન્ટ્રલ બેન્કે ૧૬૬૪ કરોડ રૃપિયા અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ ૧૨૫૦ કરોડ રૃપિયાનું નુકસાન કર્યું. આની પાછળના અનેક કારણો હોઈ શકે છે પરંતુ મોટાભાગે પબ્લીક સેક્ટરની બેન્કોમાં સત્તાધારી કે શાસકોના વધુ પડતા દબાણો તથા હસ્તક્ષેપ હોવાનું કહેવાઈ રહ્યું છે. અન્ય સરકારી ખાતાઓની જેમ બેન્કિંગ ક્ષેત્રે પણ વ્હાલા-દવલાની નીતિના કારણે પોતીકા કે કહ્યાગરા કે પછી બધું ‘ગોઠવી’ આપનારાઓને જે તે જવાબદારીવાળા હોદ્દાઓ પર બેસાડવાની રમત કાર્યરત્ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોતાની જાહેરાતો કે ચૂંટણી ફાળામાં પૂરતી રકમ ઉદ્યોગપતિઓ પાસેથી મેળવી તેમને આ રીતે બેન્કો દ્વારા ‘ગોઠવણ’ કરાવી દેવાની નીતિ આમાં વધુ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે જે આગળ જતાં દેશ તથા સમાજ માટે ખૂબ જ હાનિકારણ નીવડી શકે છે.

આથી જરૂરત છે કે આવા કૌભાંડોને અટકાવવા લાગતા-વળગતા તમામ બારી-દરવાજા બંધ કરી દેવામાં આવે અને આના માટે જરૂરી સિસ્ટમ સુધારવા  અને તેને ઈમાનદારીથી અમલી બનાવવામાં આવે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments