Thursday, April 25, 2024
Homeઓપન સ્પેસગુજરાતી ગઝલકાર શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિત્તે તેમનું સ્મરણ

ગુજરાતી ગઝલકાર શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિત્તે તેમનું સ્મરણ

આજે ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ ગઝલકાર ‘શૂન્ય પાલનપુરી’ ની પુણ્યતિથિ છે.

મૂળ નામ અલી ખાન ઉસ્માન ખાન બલોચ‌‌નો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ લીલાપુર, ગુજરાતમાં થયો હતો અને તેઓ ૧૭ માર્ચ ૧૯૮૭ના રોજ પાલનપુર ખાતે આ દુનિયાને અલવિદા કહી ગયા.

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનો નોધપાત્ર ફાળો..

ગઝલ સંગ્રહો

  • શૂન્યનું સર્જન (૧૯૫૨‌‌)
  • શન્યનું વિસર્જન (૧૯૫૬)
  • શૂન્યના અવશેષ (૧૯૬૪)
  • શૂન્યનું સ્મારક (૧૯૭૭)
  • શૂન્યની સ્મૃતિ (૧૯૮૩)
  • શૂન્યનો વૈભવ (૧૯૯૨) (સંગ્રહ)
    અનુવાદ
  • ખૈયામ અથવા રુબૈયાત

તેમની પુણ્યતિથિના દિવસે પ્રસ્તુત છે તેમની એક માર્મિક ગઝલ

જાશું જઈને કાળની ગરદન ઝુકાવશું,
સંસાર પરથી જુલ્મની હસ્તી મિટાવશું.

જવાળાઓ ઠારશું ને ફૂલો ખિલાવશું,
જગને અમારા પ્રેમનો પરચો બતાવશું.

કમજોરથી અમે નથી કરતા મુકાબલો;
કોણે કહ્યું કે ‘મોતથી પંજો લડાવશું ?’

મૃગજળને પી જશું અમે ઘોળીને એક દી,
રણને અમારી પ્યાસનું પાણી બતાવશું.

ચાલે છે ક્યાં વિરોધ વિના કોઈ કારભાર ?
ભરશું જો ફૂલછાબ તો કાંટા ય લાવશું !

ડૂબેલ માની અમને ભલે બુદબુદા હસે,
સાગર ઉલેચશું અને મોતી લુંટાવશું.

આખી સભાને સાથમાં લેતા જશું અમે;
અમને ઉઠાડશો તો કયામત ઊઠાવશું.

બળશે નહીં શમા તો જલાવીશું તનબદન !
જગમાં અખંડ જ્યોતનો મહિમા નિભાવશું.

માથા ફરેલ શૂન્યના ચેલા છીએ અમે,
જ્યાં ધૂન થઈ સવાર ત્યાં સૃષ્ટિ રચાવશું.

– શૂન્ય પાલનપૂરી


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments