ભારતની ભૂમિ આદિકાળથી અસંખ્ય આંદોલનોની સાક્ષી રહી છે. સ્વતંત્રતા પહેલા પણ અને તેના પછી પણ આ ભૂમિએ ઘણા આંદોલનો જોયા છે. આ બધા આંદોલનોમાં મને એક વસ્તુ સામાન્ય જોવા મળી, જે શોષક અને શોષિત બંનેમાં સામાન્ય રૂપે જોવા મળે છે. જેનાથી ઊર્જા પ્રાપ્ત કરીને શોષક વધુ દમન કરે છે તથા જેનાથી ઊર્જા પ્રાપ્ત કરીને પીડિત વધુ સંઘર્ષ કરે છે.
જી હાં, તે “ચા” જ છે, જે મોટા મોટા આંદોલનોની રૂપરેખા તૈયાર કરવામાં ઊર્જાનું સંચાર કરે છે. જેટલા પણ આંદોલન થાય છે તેની શરૂઆત ચાના ટેબલથી થાય છે, ચા દ્વારા જ તે આંદોલનોનો ધ્વજ વિજય પથ પર આગળ વધે છે. ચા ની દુકાનથી જ નવા કાર્યકર્તાઓને આંદોલનના મિત્ર બનાવવામાં આવે છે, ચાથી જ સલામ, નમસ્તે, ખૈરિયતના પછીની પટકથા લખવામાં આવે છે, ફોન કરીને ચાની દુકાન પર જ નવા આંદોલનકારીઓને બોલાવવામાં આવે છે, ચા પીતા પીતા જ વ્યવસ્થાની આલોચના કરવામાં આવે છે, ચા પીવડાવીને જ વ્યવસ્થાથી લડવાનો કર્તવ્ય યાદ અપાવવામાં આવે છે. ચાના ટેબલ પર જ બંધારણ બચાવવાની શપથો લેવામાં આવે છે, ચા પીને જ બાબા સાહેબ આંબેડકરના કર્મ અને વચન યાદ અપાવવામાં આવે છે.
ઘણા આંદોલનો ચાના ટેબલથી જ શરૂ થાય છે અને ત્યાં જ દમ તોડી નાખે છે, ઘણા લોકો આગળ પણ વધે છે, પરંતુ ઊર્જા તો ચાના ટેબલ પરથી જ પ્રાપ્ત થાય છે. ઘણા આંદોલનતો દર વખતે ચા પીવાની વચ્ચે જ શરૂ થઈ જાય છે અને ચાની છેલ્લી ચૂસકી સાથે અંતિમ શ્વાસ લઈને અંત પણ થઈ જાય છે અને ફરી આગલી ચાની રાહ જોવામાં આવે છે.
મને પણ “ચા” ખૂબ જ પસંદ છે. એટલી વધુ કે જો હું ભાજપા શાસિત રાજ્યોની જેમ ઇતિહાસ બદલવા તથા તેની સાથે છેડછાડની તાકાત ધરાવતો હોત તો હું સૌથી પહેલા મિર્ઝા ગાલિબના શેર સાથે મારું હુનર પારખતો.
“રગોં મેં દોડને ફિરને કે હમ નહીં કાએલ,
જો આંખ હી સે ન ટપકે તો ફિર ‘ચાય’ ક્યા હૈ”
યુગ કોઈ પણ હોય, સત્તા કોઈની પણ હોય, પ્રધાનમંત્રી કોઈ પણ હોય, પરંતુ ચા અને ચાનો આનંદ તો તે જ રહેશે જે ભૂતકાળમાં રહ્યો છે. હાં, ઘણા ચા પીને ‘રામ રાજ્ય’ ની કલ્પના ને સાકાર કરશે અને ઘણા ચા પીને પોતાના ભૂતકાળને યાદ કરતા આવી રીતે ગાશે.
“એ આબરૂ-એ-ગંગા, વો દિન હૈ યાદ તુઝકો,
ઉતરા તેરે કિનારે જબ કારવાં હમારા…!!!”