આજે અમે એક મેયતમાં ગયા હતા. ઘણાં લોકો એકઠાં થયા હતાં. અમુક સગા-વ્હાલાં, થોડા પાડોશીઓ અને બીજા સંબંધીઓ, બધા જ ગમગીન અને ઉદાસ હતા, ઘરની સ્ત્રીઓ અને બાળકો રડી રહ્યા હતાં, અમને પણ દુઃખ થયું. પોતાની મોતની યાદ આવવા લાગી. રોજ કોઈને કોઈ મરે છે, સ્ત્રીઓ પણ મરે છે, પુરષો પણ. બાળકો પણ મરે છે અને ઘરડાં પણ. એક દિવસ બધા લોકો મરી જશે. જે કોઈ પેદા થયો છે તે છેવટે એકને એક દિવસે મરશે.
મૃત્યુ પછી શું થશે ? આ સવાલ વારંવાર મારા મગજમાં ઊભો થયો. કફન-દફન પછી ઘરે પાછાં ફર્યા. મને આ જ ખૂંચતું રહ્યું. ઘરે આવીને માને પૂછ્યું, તે બોલીઃ-
લોકો આવી જ રીતે પેદા થશે અને મરતાં રહેશે, અને એક દિવસે બધા જીવધારી (જાનદાર) મરી જશે. આખી દુનિયા નાશ પામશે. પછી અલ્લાહ કયામતના દિવસે બધાને બીજીવાર જીવતા કરશે. બધાના કર્મનો હિસાબ-કિતાબ (તપાસ) થશે. જે લોકોએ અલ્લાહનું કહ્યું માન્યું હશે, તેની મરજી પ્રમાણે ચાલ્યાં હશે, સારાં સારાં કાર્યો કર્યા હશે, તેમનાથી અલ્લાહ ખુશ થશે. રહેવા માટે તેમને જન્નત આપશે જ્યાં તેઓ હંમેશા રહેશે. જન્નતમાં દરેક રીતે આરામ મળશે. સારા સારા મહેલો હશે, લીલીછમ બગીચા, સ્વાદિષ્ટ (મજેદાર) ફળો, દૂધ અને મધની નદીઓ હશે. સારાં લોકો ત્યાં આનંદપૂર્વક રહેશે. તેઓ જે માંગશે તે મળશે, રબના (માલિકના) ગુણ ગાશે. અલ્લાહ જે લોકોથી ખુશ હોય તેમને જેટલું મળે તે થોડું છે.
જે લોકોએ અલ્લાહની નાફરમાની કરી હશે, તેના હુકમની વિરૃધ્ધમાં ચાલ્યાં હશે. રસૂલોને ખોટા કહ્યા હશે, ખરાબ કાર્યો કર્યાહશે, તેમનાથી અલ્લાહ નાખુશ થશે. તેમને સખત અઝાબ (સજા) આપવામાં આવશે. આવા લોકોનું સ્થાન દોઝખ (નર્ક) છે. ત્યાં તેઓ હંમેશા રહેશે. દોઝખ ઘણી જ ખરાબ જગ્યા છે, ત્યાં ચારે તરફ આગની જ્વાલાઓ ભભૂકી રહી હશે. ખરાબ લોકો એમાં જ બળશે. દોઝખમાં મોટાં મોટા વીંછી હશે, કાફ્રા ભયંકર સાપ હશે, તેઓ ખરાબ લોકોને કરડશે. લોહી અને પરૃ હશે જે એ લોકો પીશે. ઝોમને એવાં એવાં દુઃખો આપવામાં આવશે જે આપણે વિચારી પણ નથી શકતાં. જેનાથી અલ્લાહ નારાજ થઈ જાય તેને જ પણ સજા મફ્રે તે ઓછી છે.
મેં આ વાત સાંભળી તો મારા રૃંવાડાં ઊભા થઈ ગયા.
તોબા ! તોબા ! હે અલ્લાહ ! અમને તારી મરીજ પર ચલાવ. અમને નેક બનાવ.અમને જન્નતમાં જગ્યા આપ. અમને દોઝખના અઝાબથી બચાવ, આમીન.