‘શા માટે રડો છો ….. કંઇ લઇને થોડી જવાનો છું?’
મારા કાને આ વાત પડતા જ મારી આખોંમાંથી આસું વહેવા માંડ્યા. મારૃં દિલ પણ રડતુ હતું. હું હોસ્પીટલમાં તેની ખબર પૂછવા ગયો હતો. તે ખૂબ જ તકલીફમાં હતો. તેની તકલીફ જોઇ તેનો નાનો ભાઇ અને માં રડવા લાગ્યા. તેમને રડતા જોઇ દર્દીએ આ વાત કહી હતી.
આ માત્ર એક નિસાસો ન હતો પરંતુ તેની પાછળ તેના ઘરવાળાની માનસિકતા છતી થતી હતી. તે ૩૮ વર્ષનો યુવાન સાવ પાતળો, ખાડામાં બેસી ગયેલી આંખો, દબાયેલા ગાલો, તીખો પણ ધીરો આવાજ અને ભાઇ બહેનોમાં સૌથી મોટો હતો. એમનું ઘર સાવ અભણ. કોઇએ ધોરણ ૭ થી વધુ ભણતર પ્રાપ્ત કર્યું ન હતું. પિતા પણ અભણ પણ તેમનો નાનો વ્યાપાર. થોડો મોટો થયો એટલે તેના પિતા સાથે ધંધામાં લાગી ગયો. માતાએ તેમનામાં કોઇ સારા ગુણો સીંચવાની ચિંતા કરી ન હતી. હંમેશા માત્ર એક જ વાત કે બેટા તારા આટલા બધા ભાઇ બહેનો છે. તારે કમાવવું પડશેે. તારી બહેનોના લગ્ન કરવાના છે. ભાઇઓને સાચવવાના છે અને તારા પિતાની ઉંમર દિનબદિન તેમનો સાથ છોડતી જઇ રહી છે. છોકરો ખૂબ જ ખંતથી રાત દિવસ એક કરી ખૂબ કમાતો. કેટલીક વખત બહાર ગામ પણ જતો. ક્યારેક થોડી ઘણી તકલીફ હોય તો પણ તેના પર ધ્યાન ન આપતો અને ધંધા પાછળ બધુ જ ખપાવી દેતો. તેના સ્વાસ્થય પ્રત્યે ન તેને ધ્યાન આપ્યું ન ઘરવાળાઓએ.બસ પૈસા ભેગા કરવાની એક લગ્ની લાગી હતી. દિવસ રાત એક જ ચિંતા કે ખૂબ પૈસા કમાવવા, નાની બહેનોના લગ્ન કરવા અને પિતાને તેમની જવાબદારીમાંથી મુક્ત કરવા. ધીમે ધીમે તેનો ધંધો ખૂબ આગળ વધ્યો. તેને જમીનો ખરીદી, ગાડીઓ ખરીદી, અને બહેનોના લગ્ન કર્યા. ભાઇઓ પણ તેની સાથે વ્યાપારમાં જોડાઇ ગયા. કોઇ ભણવા પ્રત્યે ધ્યાન આપ્યું નહીં. તેમની માતાએ પણ કોઇને ભણવા માટે પ્રેરિત કર્યા નહીં. જમીનો ખરીદવાનો ખૂબ શોખ અને ઘણી બધી જમીનોનો તે માલિક પણ હતો. પરંતુ રહેવા માટે કોઇ યોગ્ય સગવડ ક્યારે કરી નહીં. દાન દયામાં પણ કોઇ ખાસ રૃચિ નહીં. સામાજિક કાર્યોમાં પણ કોઇ ભુમિકા નહીં. તેની માતા કેટલીક વખત તેમના પડોશમાં રહેતા ગ્રેજ્યુએટ છોકરાને કહેતી કે તું ભણીને શું કમાય છે? પાંચ દસ હજારની જ નોકરી કરે છે? મારા દિકરાઓ ભણયા ગણયા વગર તારાથી પણ વધુ કમાય છે. તે કમાતો ખૂબ હતો પણ ચીડિયો થઇ ગયો હતો. કેટલીક વખત એકલતાનો એહસાસ કરતો. ૩૮ વર્ષની ઉમર છતાં તેના લગ્ન થયા ન હતા. ચિંતાઓ હળવી કરવા કેટલીક વખત ખોટા રસ્તાઓ અપનાવતો, વ્યસનોનું સેવન કરવા લાગ્યો.
કદાચ તે તેની અંતિમ ક્ષણો હશે. તે વિચારીને તે તેની માંને (ક્રોધમાં અથવા બધું ગુમાવવાની પીડાને લીધે) આ વાત કહેતો હતો. બે દિવસ પછી મને સમાચાર મળ્યા કે તેનું મૃત્યુ થયું છે.
આ માત્ર એક કુટુંબનું નહીં પણ ઘણાં બધા કુટુંબોનું દયાજનક ચિત્ર રજુ કરે છે. ગરીબો જ નહીં પણ અમીરો પણ પોતાના સંતાનોને ર્દ્બહીઅ હ્વટ્ઠહા સમજે છે. તેઓ હમદર્દી, દયા, કરૃણતા, ઈશપરાયણતા, નૈતિકતા, સમાજ માટે કઇ કરવાની ઉમંગને વ્યર્થ સમજે છે. તેમના મતે પૈસો જ બધુ છે. ભૌેતિક સુખ સુવિધાની લાલસા માણસને સ્વાર્થી, અનૈતિક અને લાગણી વિહીન બનાવી દે છે. સમાજમાં સહકારના સ્થાને સ્પર્ધાની ભાવના વાલીઓ પોતાના બાળકોને વારસામાં આપતા જાય છે. જો પેલો કાકાનો પુત્ર કેટલુ કમાય છે? જો પેલી કાકીની દિકરી વિદેશમાં જઇ રહી છે, જો પેલાએ કેવો સરસ બંગલો બાંધ્યો છે, વગેરે. સંતાન એમ સમજે છે કે સુખ માત્ર પૈસામાં જ છે. અને તેથી તે તેને મેળવવા પૃથ્વી અને આકાશોના છેડા એક કરી દેવાના પ્રયત્નો કરવા લાગે છે. પણ જ્યારે તે પોતાની અંતિમ ક્ષણોમાં પહોંચે છેે ત્યારે તેને અહસાસ થાય છે કે પૈસો કશું જ નથી.
ઔર ભી કામ થે જમાને મેં કરને કે લિયે
પણ ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હોય છે. મરણ પથારીએ આ વાસ્તવિક્તાનો દરેકને ખ્યાલ આવી જાય છે પણ ત્યારે તેઓ કઇ કરી શક્તા નથી. મિત્રો આપણે આ દુનિયામાં આવ્યાં છે. પણ હમેશા રહેવાના નથી. મૃત્યુ એ અટલ વાસ્તવિક્તા છે. નાસ્તિક પણ તેને સ્વીકારે છે. મૃત્યુ તો આવવાનું જ છે. આમ તેમ આ જિંદગી વ્યતીત કરવા કરતા ખૂબ જ હોશિયારી અને બુદ્ધિથી વ્યતીત કરવી જોઇએ. કોઇક દિવસ માણસે વિચાર્યું છે કે તે ક્યાંથી આવ્યો છે અને ક્યાં જશે. આ દુનિયા માત્ર સ્ટેશન છે મંઝિલ નથી. સ્વર્ગ અને નર્કનું જે જીવન છે તે અનંત છે. તે દૃષ્ટિ સમક્ષ રાખી જીવન વ્યતીત કરવું જોઇએ. આ જીવન આખિરતની ખેતી છે. અહીં જેવું વાવશો ત્યાં તેવું લણશો. અહીની પરીક્ષામાં તો સપ્લીમેન્ટરી મળી શકે પણ જીવનની પરીક્ષામાં કોઇ બીજો અવસર મળવાનો નથી. કાંતો સ્વર્ગનું શાશ્વત સુખ અથવા નર્કની હંમેશાની તકલીફ. અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે – ”જે દિવસે તે પરિણામ સામે આવી જશે તો તે જ લોકો જેમણે પહેલાં આને અવગણી દીધો હતો કહેશે, હકીકતમાં અમારા રબના રસૂલો (ઈશદૂતો) સત્ય લઇને આવ્યા હતા પછી શું હવે અમને થોડા ભલામણ કરનારા મળશે, જેઓ અમારા માટે ભલામણ કરે? અથવા અમને બીજી વાર પાછા મોકલી આપવામાં આવે, જે કંઇ અમે પહેલા કરતા હતા તેની જગ્યાએ હવે બીજી રીતે કામ કરીને દેખાડીએ.” (સૂરઃઆરાફ-૫૩)
આપણે નક્કી કરવું પડશે કે આપણે શું જોઇએ છે? જો સ્વર્ગ જોઇતું હોય તો સ્વર્ગ માટેના કાર્યો કરવા પડશે અથવા નર્ક આપણું ભાગ્ય બનશે. કેટલાંક લોકો કહે છે કે આ જ દુનિયા સ્વર્ગ કે નર્ક છે. બીજી કોઇ દુનિયા નથી. એ લોકો તદ્દન તર્ક વગરની વાતો કરે છે. સ્વર્ગ એટલે શાશ્વત સુખની જગ્યા, શાંતિનો મુકામ, માત્ર ભલાઇઓનું સ્થળ, અને કઇ કેટલું એ. આ દુનિયામાં ક્યાં ૧૦૦% ન્યાય મળે છે? અપરાધીઓ છુટા ફરે છે, અત્યાચારીઓ રાજ કરે છે, બળાત્કારીઓ નિર્દોષ સાબિત થાય છ, નિર્દોષો અપરાધી બનાવાય છે, ગુનેગારો જલસા કરે છે વગેરે. માણસની અંતરઆત્મા ન્યાય ઇચ્છે છે. શુ એ ઇચ્છા વ્યર્થ છે? ના, આ ઇચ્છા દુનિયામાં પૂર્ણ થાય કે ન થાય પણ આખિરતમાં તો પુર્ણ થવાની જ છે. સત્યવાદીઓ ન્યાય માટે સક્રિય હોય છે. માનવતાના કાર્યો કરે છે. પ્રેમ અને ભાઇચારાની જ્યોત પ્રગટવે છે. આમાં તેઓ દુખ વેઠી સુખ આપે છે. તેમને દુર્જનોથી તકલીફ મળે છે અને તેઓ અત્યાચારના ભોગ બને છે. શું તેમના જીવનને નર્કનું જીવન કહી શકાય? ના, દુનિયા લોકોના સદકાર્યોનું શું બદલો આપી શકાય? નોબલ પ્રાઇઝ!! બસ, જેના કાર્યો દ્વારા માનવતાના પુષ્પો ખિલ્યા હોય, એના માટે તેણે જે દુખો વેઠયા હોય તેનો બદલો માત્ર નોબલ પ્રાઇઝ અને એવું બધું? શું મનુષ્ય એમ નથી ઇચ્છતો કે તેને સંપૂર્ણ બદલો મળવો જોઇએ.
દુનિયાના મોટોભાગના ધર્મો પણ આ વાતનો સ્વીકાર કરે છે કે સ્વર્ગ અને નર્ક છે. જે લોકો આવાગમન અથવા પુનર્જન્મમાં માને છે તેમના ત્યાં પણ મોક્ષની કલ્પના છે. કોઇ એમ કહે કે જે વસ્તુ દેખાતી ન હોય તેનું અસ્તિત્વ ન હોય. અતાકિર્ક અને અજ્ઞાનતાની વાત છે. શું માણસ હવાને જોઇ શક્યો છે? શું તેના અંદર રહેલી આત્માને જોઇ શક્યો છે? વિજ્ઞાનની થીયરીમાં ભણાવતા ઇલોક્ટ્રોન અને પ્રોટોનને જોઇ શક્યો છે? શું તેનું ઇન્કાર કરી શકાય? કોઇ ગામડાના માણસે રોકેટ ન જોયું હોય તો એમ તો કહી શકે કે મને ખબર નથી કે આવું કંઇક હોય છે. પણ રોકેટ છે જ નહીં એવું કહેવું કેટલું તાર્કિક છે?
બીજી વાત એ છે કે જે લોકો સ્વર્ગ અને નર્કની સફળતા કે નિષ્ફળતાને સામે રાખી જીવન વ્યતીત કરે છે તેમનામાંં નૈતિક ગુણોનો વિકાસ થાય છે. હમદર્દી અને ભાઇચારો પેદા થાય છે. તેઓ કોઇપણ અનૈતિક, અશ્લીલ કે ઇશ્વરને પસંદ ન પડે તેવા કાર્યો કરતા ડરે છે. જેથી તેમનું જીવન પણ સુંદર બને છે. થોડીવાર માટે ધારી લો કે સ્વર્ગ જેવું કશું નથી તો પણ તેમનું જીવન તો સફળ છે જ. પણ જેઓ પરલોકને નથી માનતા તેમનું જીવન ગમે તેવું હોય તેઓ સારા હોય કે ખોટા, પણ તેમની પાસે જીવન વ્યતીત કરવાનું ઇશ્વરીય માર્ગદર્શન હોતું નથી. હવે એ લોકો પણ થોડીવાર માટે તેઓ ધારે કે જો સ્વર્ગ – નર્ક વાસ્તવિક હોય તો તેમનું ૬૦-૭૦ વર્ષનું જીવન ગમે તેવું હોય પણ છેલ્લે તો હંમેશ માટે નર્કનું ઇંધણ બનશે.
બુદ્ધિમાન એ જ છે જે સ્વર્ગ – નર્ક (આખિરતના દિવસ) પર વિશ્વાસ કરી ઇશ્વરીય માર્ગદર્શન મુજબ પોતાનંે જીવન વ્યતીત કરે અને આ જીવનને સુંદર બનાવવાનો પ્રયત્ન કરે.
આપણે અંતિમ શ્વાસ લઇએ એ પહેલા સારા કર્મો કરતાં થઈ જઇએ. જીવનનો કોઇ ભરોસો નથી. એટલે જ કહ્યું છું, જો જો વાર ના થઇ જાય. –