એક વિદ્યાર્થી એક શિક્ષકના દ્વારે પહોંચ્યો. અને સાદ પાડી કહ્યું, “હે! વડીલ બુઝુર્ગ અલ્લાહે તમને જે કાંઇ આપ્યું છે તેનાથી મને પણ લાભાન્વિત કરો.”
શિક્ષકે તેને રોકડ રકમ આપી અને પોતાના સેવકને તેના માટે ભોજન લાવવાનું કહ્યું. પરંતુ વિદ્યાર્થીએ આભાર વ્યક્ત કરીને બન્ને વસ્તુઓ સ્વીકાર કરવાથી ક્ષમા માંગી લીધી. અને કહ્યું, “હું આપના દ્વારે રોકડ રકમ અને સ્વાદિષ્ટ ભોજનનો ભિખારી બનીને આવ્યો નથી. હું તો જ્ઞાાન પિપાસુ છું. એટલા માટે જ્ઞાાનનો ઇચ્છુક અને માંગનાર છું.”
આ સાંભળીને શિક્ષક બહુ ખુશ થયા, તેને પોતાનો અતિથિ બનાવ્યો અને વાયદો કર્યો કે તેને તેઓ જ્ઞાાનથી લાભાન્વિત કરી દેશે. શિક્ષકે જ્યારે વિદ્યાર્થીને જ્ઞાાન શિખવાડીને રવાના કર્યા ત્યારે વિદ્યાર્થી ઘણો પ્રસન્ન હતો અને તેનો રૃવાંડો-રૃવાંડો શિક્ષકનો આભાર વ્યક્ત કરી રહ્યો હતો. તે કહી રહ્યો હતોઃ
તે જ્ઞાાન જે સિધો માર્ગ (સન્માર્ગ) દેખાડે
ધન-દૌલતની વિપુલતાથી વધુ શ્રેષ્ઠ છે.
કોઈ જ્ઞાાનીએ શ્રેષ્ઠ કહ્યું છે કેઃ “જ્ઞાાન ધનથી શ્રેષ્ઠ છે. એટલા માટે કે જ્ઞાાન તમારૃ રક્ષક બની જાય છે. અને ધનની તમારે રક્ષા કરવી પડે છે. જ્ઞાાન ખર્ચ કરવાથી વધે છે. જ્યારે કે ધન ખર્ચ કરવાથી ઓછંં થાય છે.” *