“મૌલાના ક્લબે સાદિક ઇતેહાદે બૈનુલમુસ્લિમીનના ઉપદેશક હતા. તેઓ શિયા-સુન્નીના વિભાજનને દૂર કરવા અને અંતરને ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને સફળતા પ્રાપ્ત કરી. આટલું જ નહીં, પરંતુ તેમણે સાંપ્રદાયિક સુમેળ માટે પણ સખત મહેનત કરી. તેમનું અવસાન ભારતમાં મુસ્લિમ ઉમ્મત માટે ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન છે.” આ મંતવ્યો જમાઅતે ઇસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસેનીએ તેમના શોક સંદેશમાં વ્યક્ત કર્યા હતા.
જમાઅતના અમીરે કહ્યું કે ક્લબે સાદિક મુસ્લિમોમાં શૈક્ષણિક જાગૃતિ લાવવા માટે હંમેશાં કાર્યરત્ રહ્યા. તેમણે દેશના વિવિધ ભાગોમાં શૈક્ષણિક, તબીબી અને કલ્યાણકારી સંસ્થાઓની સ્થાપના કરી. લખનૌની એરા મેડિકલ કોલેજ તેમની યાદગાર છે. તેમણે “તૌહીદ અલ-મુસ્લિમીન ટ્રસ્ટ”ની સ્થાપના કરી જેના દ્વારા તેઓ ઘણાં ગરીબ અને હકદાર યુવાનોને મદદ રૂપ થયા અને તેમના શિક્ષણ માટેના ખર્ચ બરદાશ્ત કર્યા.
હુસેની સાહેબે જણાવ્યું હતું કે ડો. ક્લબે સાદિક લાંબા સમયથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ હતા. બોર્ડની બેઠકોમાં તે નિયમિતપણે હાજર રહેતા. તેમની વાતચીત ખૂબ જ ગંભીર, સંક્ષિપ્ત અને વિચારશીલ રહેતી. તેઓ જમાઅતે ઇસ્લામી હિંદની પ્રવૃત્તિઓને પણ પસંદગીની દ્રષ્ટીથી જોતા હતા. તેમણે જમાઅતના અનેક મોટા કાર્યક્રમોમાં પણ ભાગ લીધો
જમાઅતે ઇસ્લામી હિંદના અમીરે મર્હૂમ માટે દુઆએ મગફિરત કરી હતી અલ્લાહથી દુઆ પણ કરી કે અલ્લાહ તઆલા તેમની સેવાઓ કબૂલ ફરમાવે. તેઓને જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ સ્થાન આપે અને તેમના પરિવાર અને વર્તુળના લોકોને ધૈર્ય આપે.