Sunday, December 22, 2024
Homeમનોમથંનતંત્રી લેખ ...

તંત્રી લેખ …

કવિ બાયરને ‘ડોનજોવે’માં ૧૮૧૯માં કહેલું કે ‘સૌથી મીઠુ વેર એ છે જે બાળકો અને સ્ત્રીઓને મારીને કે ટોર્ચર કરીને લેવાય. પણ એ વેર બાયલાનું છે.’ કવિ બાયરન ગમે તે કહે પણ જ્યારે મલાલા યુસુફ ઝઈને નોબેલનું જાન વગરનું તખતુ અપાઈ રહ્યું હતું,બરાબર તે જ સમયે આંતકીઓ પેશાવરમાં તેનું લોહીયાળ વેર લઈને સૈનિક સ્કૂલના નાના નાના ૧૩૨ માસુમ ભૂલકાઓ સહિત ૧૪૧ જાનોનો બેરહેમી પૂર્વક ખૂડદો બોલાવી રહ્યા હતા.

પાક.ના પેશાવરની આર્મીસ્કૂલમાં આતંકીઓની બેરહેમી અને ક્રુરતાનો ભોગ બની શહીદ થયેલા ૧૩૨ માસુમ ભૂલકાઓના મા-બાપ, ભાઈ-બહેન, સગા-વ્હાલા સમિત પાક. પાડોશી દેશ ભારત સહિત સમગ્ર દુનિયાભરની માના, લોકોના દિલના કાળજા કપાયા છે. સમગ્ર દુનિયાએ આ બર્બર્તાપૂર્ણ અને ઘૃણાસ્પદ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી વખોડ્યો છે. આ એક એવી આઘાતજનક ઘટના છે કે જેણે ન માત્ર પાક.ની પ્રજા, પાક.ની સરકાર પરંતુ સમગ્ર દુનિયાને એક મોટો ચકમો આપી ધંધોળી દિધા છે અને આવા બર્બરતાપૂર્ણ કાયરતાભર્યા કાવતરા માટે વિચારવા મજબૂર કરી દિધા છે.

સૈન્ય દ્વારા સંચાલિત શાળામાં આતંકવાદીઓએ જે રીતે માસુમોને ઠંડા કલેજ મારી નાખ્યા અને પછી પોેતે પણ મોતને ભેટયા, એ આત્મધાતી હુમલાનો સૌથી ક્રુરતમ પ્રકાર હતો. દુનિયામાં આવા ‘સુસાઈડબોમ્બર’ કહેવાતા આત્મઘાતીઓની નવાઈ રહી નથી પરંતુ આ હુમલામાં મૃતકોની સંખ્યા, તેમનો પ્રકાર (નાના ભૂલકાઓ) તેમને મારવાની અંધાધૂંધ ગોળીબારની રીત, આ ક્રુર કાર્યવાહી પાર પાડવાની પદ્ધતિ (એક શાળામાં આઠ-આઠ કલાક આતંક મચાવવો) અને છેવટે આ હુમલા પછી તેની જવાબદારી લઈને તેને વાજબી ઠેરવવાની રાક્ષસી વૃતિ આ બધી જ બાબતો એ પાક. સમેત સમગ્ર વિશ્વને હચમચાવી દિધુ છે. વિશ્વ આ પ્રકારની ક્રુરતા જોઈ આઘાતમાં સરી પડયું છે.

‘ફાટા’ તરીકે ઓળખાતા ‘ફેડરલી એડમિનીસ્ટર્ડ ટ્રાઇબલ એરિયાઝ’ (કેનદ્રશાસિત આદિવાસી પ્રદેશો)માં અશાંતિનો લાંબો ઇતિહાસ છે. વઝીર કબીલાના લોકોના નામથી ઓળખાતો ‘ફાટા’માં આવતો વઝીરીસ્તાન પ્રદેશ પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેની સ્ફોટક સરહદનો હિસ્સો છે. આમ તો ત્યાંની સત્તાવાર ભાષા પશ્તો છે પણ બિનસત્તાવાર ભાષા બંદુકની છે. અહિં ઉલ્લેખનીય છે કે રશિયા એ જ્યારે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો, ત્યારે તેનો સામનો કરવા સારૃ અમેરિકાએ પાકિસ્તાનના સરહદી પ્રાંતના લોકોને ‘ધર્મયોદ્ધા’ બનાવવા સારૃ ઘાતક હથિયારો આપ્યા. ધર્મ અને હથિયારનું સંયોજન કામચલાઉ નહિ, પણ કાયમી ધોરણેે કેવું ઘાતક નિવડશે તેનો વિચાર કરવાની જરૃર અમેરિકાને ન હતી. તેનો મતલબ તો માત્ર જે-તે સમયે રશિયાને હંફાવવાથી જ સરી જતો હતો.

રશીયાએ પોતાના ઉચાળા ભર્યા પછી અફઘાનિસ્તાન ઉપરાંત ‘ફાટા’ અને ‘સરહદીપ્રાંત’ અમેરિકા પ્રેરીત આતંકીઓના અડ્ડા બન્યા. ભારતના નકસલવાદી પ્રભાવ ધરાવતા વિસ્તારોની જેમ આ વિસ્તારોમાં પણ પાકિસ્તાની સરકારનું શાસન માત્ર નામ પૂરતું જ હતું.

સ્કૂલના બાળકોની હત્યાથી સામાન્ય હત્યાકાંડ કરતા વધારે આંચકો લાગે તે દેખીતું છે. પાકિસ્તાનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો અને પાક. સરકાર દ્વારા પરિસ્થિતિને આધીન પરિસ્થિતીને ખાડવાસારૃ તાત્કાલિક ધોરણે જગતજમાદાર અમેરિકાના ઇશારે આવી ક્રુર ઘટના સામે પગલા ભરવામાં આવશે પણ આ વિષચક્રનો ઝડપથી અંત આવે તેમ નથી. કારણકે આવી પરિસ્થિતિને આધીન લેવાયેલા પગલા કોઇ ખાસ અસરકારક સાબિત થતા નથી અને આવી હિંસા ખોરીનો સીલસીલો અટકતો નથી. તેનું સાદુ કારણ માત્ર એટલું જ છે કે આ પ્રકારની કાર્યવાહી પાંદડા કે કાળ કાપવા જેવી જ નિવડે છે. તેના અસલ મૂળ સુધી પહોંચાતુ નથી. તેના મૂળને શોધી તેને ડામવાની સખત જરૃર છે. આમ પરિસ્થિતિને ખાડવાથી અંહિ નહી તો અન્યની જેમ એ સતત સ્કુરિત થતાં જ રહેવાનું. અહિં સો મણનો સવાલ તેના મૂળ શોધવાનો છે. અસલ મુળ શું છે? ક્યાંથી તેને પોષક તત્વો મળે છે? કોણ તેને સાવરે છે? શું ખેલ પડદા પાછળ ખેલાય છે? અને કોણ કોનો હથ્થો બને છે તે અસલ ખોજનો વિષય છે. ભૂતકાળમાં પણ આવી મોટી ઘટનાઓ આકાર પામી ચૂકી છે પરંતુ ત્યાં પણ પરિસ્થિતિને ખાળીને આગળ વધતા મામલો તો ત્યાંનો ત્યાં જ રહ્યો અને દુનિયામાં આવી એક પછી એક ઘટનાઓ ઉભી થવા લાગી. અહિં વર્ણનીય છે કે, ભૂતકાળમાં દુનિયામાં થયેલા હુમલા પર એક નજર ફેરવીએ, તેમાં થયેલા હુમલાઓમાં ભારતમાં થયેલો સંસદ પરનો કે અક્ષરધામ હુમલો હોય કે પછી ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના હોય કે પછી બિહારનો બોમ્બ વિસ્ફોટ કે માલેગાંવ બ્લાસ્ટ કે મુંબઇ હુમલા હોય કે પછી હૈદરાબાદનો મક્કામસ્જિદ વિસ્ફોટ હોય તે જ રીતે અમેરિકાનો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો હોય કે સિડની હુમલો કે પછી અફઘાનિસ્તાનમાં બેંક પર થયેલો આત્મઘાતી હુમલો હોય. આ બધા હુમલાઓમાં તેના પ્રેરકબળ કે અસલ મૂળ તરફ નજર દોડાવવાની અને આયોજકોની અસલીયત અને માનસિકતા પર ગહન ચિંતન-મનન કરવાની અને તેને જ ખાડવાની પ્રક્રિયા એ આવા આતંકી પ્રવૃતિઓનો ઇલાજ માત્ર હોય શકે છે.

દુનિયાભરમાં ઘટતી કોઈ પણ આતંકી ઘટના પાછળ ઇસ્લામનો એટલે કે માત્ર મુસલમાનોનો જ હાથ હોવાની છબી ઉપાસવાની અને તેને જ કઠેડામાં ઉભા કરવાની એક સંકુચિત અને કુદ્રષ્ટી વિસ્તારીત થઈ રહી છે. (તે થઈ નથી રહી કરવામાં આવી રહી છે.) ઇસ્લામને જાણ્યા સમજ્યા કે પરખ્યા સિવાય માત્ર કેટલાક મુસ્લિમ ચહેરા અને મુસ્લિમ નામો માત્રથી સમગ્ર કોમને બદનામ કરવાનું ષડયંત્ર માત્ર હોય છે અને આ ષડયંત્રને સેંકડો વર્ષોથી યહુદીઓ અને અમેરિકા દ્વારા પ્રેરીત ચાલનું પરિણામ માત્ર છે. તાજેતરની ઘટનામાં પણ બધા જ વિકલ્પો વિચારને કારણ છે તેમાં એક એવું પણ કારણ શક્ય છે કે ‘તેમને’ પ્રદેશમાં, ‘તેમના’ દ્વારા, ‘તેમના’ પર હુમલો કરાવી ‘તેમના’ બદનામ કરવાની એક ચાલ હોવાનું પણ નકારી શકાતું નથી અને આ ચાલ ઇસ્લામ વિરૂદ્ધ વર્ષોથી ચાલતા એક ‘ઇન્ટરનેશનલ પ્રોપેગેન્ડા’ના ભાગરૃપી પણ માની શકાય. અને હા, અહિં, એક બાબત સ્પષ્ટ ઉલ્લેખનીય છે કે, આ ઘટના પછી જે લોકો વખોડવાની અને નિંદા કરવાની પ્રથા થકી મગરના આંસુ સારે છે. તેમને તો આવો કોઈ અધિકાર જ બનતો નથી કે આ પ્રકારની ફોર્માલીટી કરે, તેમણે તો ઇતિહાસ ચકાસી આત્મખોજ કરવાની જરૃર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments