આપણા દેશમાં આજકાલ હંસી-મજાકનું બેવડું નાટક ચાલી રહ્યું છે. જ્યાં એક તરફ હસાવવાનું કામ થયું છે, ત્યાં જ બીજી બાજુ આ ફિલ્મ પર ધર્મના અપમાનનો પણ બોજો છે.
જે રીતે ‘ઓ માય ગોડ’માં ઇશ્વરના અસ્તિત્વ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, ત્યાં જ ફિલ્મ “PK”માં ઇશ્વરની વાસ્તવિકતા અને તેના પ્રતિ વાસ્તવિક વિચારધારા સુધી પહોંચવાના પ્રયાસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
ફિલ્મથી જ્યાં એક ધાર્મિક વર્ગને ઠેસ પહોંચી છે ત્યાં જ બીજી બાજુ નાસ્તિક વર્ગમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે, પરંતુ જ્યાં સુધી ખરી વાત છે, ન તો કોઈ ધર્મ વિશેષને અપમાનિત કરવામાં આવ્યો છે, અને ન જ નાસ્તિક વિચારધારાને અપનાવાઈ છે.
ફિલ્મમાં આ અજાણ જગતથી એક વ્યક્તિ શું શીખે છે તેને હંસી-મજાકના રૃપમાં બતાવવામાં આવ્યું છે. પરંતુ આની ઉપર પણ ગંભીરતાથી ચિંતન-મનન કરવું જોઈએ કે ધર્મનું સાચું રૃપ શું હોય, અને ધાર્મિક લોકોએ કઇ કઇ વાતોમાં વિશ્વાસ રાખવો જોઈએ અને કઇ કઇમાં નહીં.
હિંદુ ધર્મના અપમાનને લઈને મારૃં માનવું છે કે આ ફિલ્મ જો સાઊદીઅરબ કે પાકિસ્તાનમાં બની હોત તો ત્યાંના મુસલમાનો વિષે પ્રશ્નો ઉઠાવતી અને અમેરિકા કે ઇંગ્લેન્ડમાં બનતી અથવા તો ફ્રાંસમાં તો ત્યાંની વિચારધારા અને નાસ્તિકતાને સંબોધન કરતી.
આ જ કડીમાં એક વાત આ પણ છે કે સ્વામી દયાનંદને પોતાના “સનાતન ધર્મ”ની સમીક્ષા ૧૦ અધ્યાયોમાં કરી છે. તો બાકી તમામ ધર્મોને ૪ અધ્યાયોમાં પતાવ્યા છે. કેમકે ત્યાં ભારતીય પરિપેક્ષ્યને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.
ફિલ્મનો મુખ્ય સંદેશ એ જ છે જે મુખ્ય નાયક આમિરખાન અંતમાં કહે છે; “ઇશ્વરમાં રહેતી શ્રદ્ધા માનવોમાં આશા અને વિશ્વાસનો સંચાર કરે છે, પરંતુ જે અનેક બનાવટી ઇશ્વર, ઢોંગી બાવાઓ, મુલ્લા અને પાદરીઓએ ઊભા કરી દીધા છે, તે ધર્મના નામે ચાલતી દુકાનો છે ધર્મ નથી.”
આ ધર્મનો ધંધો છે. આ ધંધો ફકત હિંદુઓ વચ્ચે જ નહીં બલ્કે મુસલમાનો, ખ્રિસ્તીઓ અને શીખોની વચ્ચે પણ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો છે. ફિલ્મમાં અનેક એવા દ્રશ્યો છે જેમાં ઇસ્લામના નામે સ્ત્રી-શિક્ષણનો વિરોધ અને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણની પોલ ખોલવામાં આવી છે. આવા કેટલાય અન્ય દ્રશ્યો પણ ફિલ્મમાં ફિલ્માવાયા છે.
જ્યાં સુધી આમિરખાન પર મુસલમાન હોવાના કારણે પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે તો મારૃં કહેવું છે કે આ જ આમિરખાન જ્યારે “મંગલ પાડે” અને “લગાન”માં દેશપ્રેમી હોઈ શકે છે તો ફિલ્મ “PK”માં દેશદ્રોહી શા માટે? આ ફિલ્મના મોટાભાગના પાત્રો હિંદુ ધર્મ સંબંધિત છે તો બીજી બાજુ જોનારાઓમાં પણ એ જ ધર્મના લોકો વધુ છે.
અંતમાં બે વાત !
એક તો આ કે શું આપણે વાસ્તવિક રીતે પોતાના દિમાગને વિચારવા અને ઇશ્વરની પરિકલ્પના પર તાર્કિક ચર્ચા કરવા માટે તૈયાર છીએ કે નહીં. બીજી આ કે ફિલ્મમાં ફિલ્માવવામાં આવેલ એ ભાગ કે આપણે કયા ઇશ્વરને અપનાવવાનું પસંદ કરીશું; જેણે આપણને બનાવ્યા છે તેને અથવા જેને આપણે બનાવ્યો છે તેને?