આજે દુનિયામાં દરેક વ્યક્તિ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે. ક્યાંક એ હંમાગી સમસ્યા છે તો ક્યાંક કાયમી. ક્યાંક ચેપી રોગો એક કારણ છે તો ક્યાંક અચાનક ઉત્પન્ન થયેલ નવા રોગો જાહેર આરોગ્યની સમસ્યાઓમાં વધારો કરે છે. બીજી તરફ પરમાણુ હથિયારોની હરિફાઈના કારણે વાતાવરણમાં મોજૂદ વિવિધ હાનીકારક વાયુઓના કારણે પણ જાહેર આરોગ્યની સમસ્યાઓમાં વધારો થયો છે. જ્યારે ખાવા-પીવાની વસ્તુઓમાં હાનીકારક અને નુકસાનકારક વસ્તુઓના સંમિશ્રણ પણ રોગોની બઢતીના મુખ્ય કારણ છે. સમસ્યાઓના નિરાકરણમાં જ્યાં એક બાજુ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજનાઓ અને કાર્યક્રમો સેટ કરવામાં આવી રહ્યા છે, ત્યાં તે પદ્ધિતઓની હિમાયત કરવામાં આવી રહી છે જેના દ્વારા ન માત્ર જાહેર આરોગ્યની સમસ્યાઓ હલ થશે બલ્કે કહેવામાં આવી રહ્યું છે કે સમાપ્ત પણ થઈ જશે. કદાચ આ જ પૃષ્ઠભૂમિમાં પ્રિય દેશ ભારતના સૈદ્ધાંતિક શાસક પક્ષએ જાહેરાત કરી છે કે ૨૧, જૂન ૨૦૧૫ને ‘વર્લ્ડ યોગા દિવસ’ મનાવવામાં આવશે. યોગાના નિષ્ણાંતો કહે છે કે આ રીતે જાહેર આરોગ્યની તમામ સમસ્યાઓ હલ થઈ જશે. કેટલાક આસન (મુદ્રા) છે અને આની ખાસ રીત, જો આના પર ચોક્કસ અમલ કરવામાં આવે તો ન માત્ર રોજિંદા જીવનની સમસ્યાઓ બલ્કે તે તમામ જટિલ સમસ્યાઓ પણ ઉકેલાઇ જશે, જેની સારવાર આજના યુગમાં એક ગંભીર સમસ્યાથી ઓછી નથી. બી.જે.પી.ના લીડર યોગી આદિત્યનાથેે વારાણસીમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું. આદિત્યનાથેે કહ્યું છે, જે લોકો સૂર્યને નમસ્કાર નથી કરતા તેઓને સમુદ્રમાં ડૂબી જવું જોઈએ, જેમણે યોગા મંજૂર નથી તેઓને ભારતની ધરતી છોડી દવી જોઈએ, જે લોકો યોગાનો વિરોધ કરી રહ્યા છે તેઓને સૂર્યથી ક્યારેય પ્રકાશ ન લેવો જોઈએ, અને ઘરોમાં કેદ રહેવું જોઈએ. સાથે જ આદિત્યનાથે કહ્યું કે જેઓ યોગા, ગીતા તથા સૂર્યનમસ્કારની અગત્યતાને નથી જાણતા તેઓ આવી વાતો કરી રહ્યા છે અને એક ચુસ્ત માનસિકતાના લોકો સાંપ્રદાયિકતાના વર્તુળમાં કેદ કરવાવાળા ભારતની ઋષિ પરંપરાનો અનાદર કરી રહ્યા છે. આ મોકાથી આપને ખબર હોવી જોઈએ કે યોગી આદિત્યનાથ ગોરખપૂરના એમ.પી. છે અને એક કાર્યક્રમના સમાપન સત્રમાં આ વાતો કરી હતી.
યોગા વિશે દુનિયામાં હાલમાં, જે વલણો ઉતપન્ન થયા છે, એનું પણ ઉપરછલ્લું નિરિક્ષણ કરી લઈએ. અમેરિકામાં રહેનારી એક મુસ્લિમ મહિલા ફરિદા હમઝાએ ગત બે વર્ષ સુધી યોગા કર્યા બાદ તેને શિખવાડવાનો નિર્ણય કર્યો. તે જણાવે છે જ્યારે મે પોતાના કુટુંમ્બ અને કેટલાક મિત્રોને આ વિષે જણાવ્યું તો તેમનો ઉત્તર સકારાત્મક ન હતો. તેઓ ખુબજ ચિંતિત હતા અંતે હું એવું શું કરી રહી છું? કારણ બની શકે છે કે આ ઇસ્લામના કેટલાક સિદ્ધાંતોની વિરુદ્ધ હોય. સમગ્ર સંસારમાં અનેક મુસ્લિમ, ઇસાઇ અને યહુદી યોગા વિષે આ પ્રકારની આશંકા વ્યક્ત કરે છે. તેઓ યોગાને હિંદુમત અને બુદ્ધમત સાથે સંબંધિત એક પ્રાચીન આધ્યાત્મિક અમલના દ્રષ્ટિકોણથી જુએ છે. ગયા વર્ષે બ્રિટનના એક ચર્ચમાં યોગા કરવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એક ચર્ચના પાદરી જ્હોન ચેન્ડલરનું કહેવું છે કે યોગા એક હિંદુ આત્મા કસરત છે. એક કેથોલિક ચર્ચ હોવાના નાતે અમારે ખ્રિસ્તી ધર્મની સમજૂતી આપવી જોઈએ. ખ્રિસ્તી સંગઠન નેશનલ સેન્ટ્રલ ફોન લો અને પોલીસીના અધ્યક્ષ ડીન બ્રોઇલઝ જણાવે છે કે પશ્ચિમમાં અનેક લોકો યોગાને બિનધર્મી એટલા માટે માને છે કારણ કે તે તર્કને વિકસાવવા માગે છે. તેઓ જણાવે છે કે, પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી શબ્દો અને આસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે કે અશ્ટાન્ગ યોગામાં કસરત અને અનુભવ કહેવામાં આવી છે. હિંદુ સંગઠનો પણ આ સ્વીકાર કરે છે કે યોગાના કેટલાક વિચારો અન્ય ધર્મોની સાથે મતભેદ ધરાવે છે. પરંતુ આ હિંદુ ધર્મની કેટલીક આસ્થાઓની સાથે પણ સંબંધ ધરાવે છે. એ સિવાય અમેરિકામાં પણ પાદરીઓ યોગાને શેતાનનું કાર્ય જણાવી ચુક્યા છે. જાણકારી મુજબ પ્રિય દેશની સુપ્રીમ કોર્ટ ખુબજ ઝડપથી આ બાબત વિષે નિર્ણય આપનારી છે કે શું યોગા વાસ્તવમાં એક ધાર્મિક રીવાજ છે? ગત મહિને ભારતમાં યોગાના સમર્થનકારીઓએ ન્યાયાલયથી તેને શૈક્ષણિક અભ્યાસક્રમનો અનિવાર્ય ભાગ બનાવાવાની અપીલ પણ કરી હતી. પરંતુ અદાલત આ પ્રશ્ન ઉપર લઘુમતિ સમુદાયના મંતવ્યો લીધા પછી જ કોઈ નિર્ણય કરશે. તો શું યોગા મુળભુત રીતે એક ધાર્મિક ક્રિયા છે? અનેક હિંદુઓ મુજબ યોગાના માધ્યમથી તમે પ્રાકૃતિક રીતે સાચો સ્વરૃપ અને તેની મુળ પરિસ્થિતિ વિષે જાણી શકો છો, જયારે કે અનેક લોકો તેને જન્મથી મૃત્યુ સુધીના બંધનોથી મુક્તિ પ્રાપ્ત કરવાનું માધ્યમ સમજે છે. આ બધું ખ્રિસ્તી, ઇસ્લામ અને અન્ય ધર્મોમાં યોગ્ય છે કે નહીં આ એક ચર્ચાનો વિષય છે. ઉદાહરણ તરીકે સૂર્ય નમસ્કાર અથવા સૂર્યને પ્રણામ વિભિન્ન પ્રકારની શારીરિક કસરતોનો એક કેન્દ્ર છે. તેથી આ હિંદુ દેવતાઓની પૂજાથી પણ જોડાયેલું છે. રીબીકા ફ્રેન્ચ જણાવે છે કે, આ આમ તો ધાર્મિક છે પરંતુ આ તમારા દ્રષ્ટિકોણ પર આધારિત છે. ઘુંટણીયે પડવાને નમન પણ માની શકાય છે અને હું આ પણ વિચારી શકું છુ કે હું માત્ર નમી રહી છું.
ઇસ્લામના દ્રષ્ટિકોણથી સૂર્યના મહત્વને જાણવાના પ્રયત્ન કરીએ તો પવિત્ર કુઆર્નના અનેક આયતોમાં તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. અને આ સ્પષ્ટતા એટલા માટે પણ મોજૂદ છે કે મુહમ્મદ સ.અ.વ.ના જમાનામાં પણ અને તે અગાઉ પણ દરેક યુગમાં સૂર્યને દેવતા ગણવામાં આવતું હતું. તેથી કુઆર્નની આયત સ્પષ્ટ કરે છે કે સૂર્ય ખરેખર ઇશ્વરના સર્જનોમાં એક સર્જન છે, આ સિવાય અન્ય કોઈ પણ નહીં. હઝરત ઇબ્રાહીમ અ.સ.ના ઉલ્લેખમાં કહેવામાં આવ્યું છે, “પછી જ્યારે સૂર્યને પ્રકાશિત જોયો તો કહ્યુંં ઃ આ છે મારો રબ, આ સૌથી મોટો છે ! પરંતુ જ્યારે તે પણ આથમ્યો તો ઇબ્રાહીમ પોકારી ઉઠયો, ”હે મારી કોમના લોકો! હું તે બધાથી વિમુખ છું જેમને તમે અલ્લાહના ભાગીદાર ઠેરવો છો.(સૂરઃ અન્આમ-૭૮)”. બીજી જગ્યા જણાવવામાં આવ્યું ઃ “શું તમે જોતા નથી કે અલ્લાહના આગળ સિજદો કરી રહ્યા છે જેઓ આકાશોમાં છે અને જેઓ ધરતીમાં છે, સૂર્ય અને ચંદ્ર અને તારાઓ અને પર્વતો અને વૃક્ષો અને જાનવરો અને ઘણા મનુષ્યો અને ઘણા એવા લોકો પણ જેઓ અઝાબ (યાતના)ને પાત્ર થઈ ચૂક્યા છે ? અને જેને અલ્લાહ અપમાનિત અને તિરસ્કૃત કરી દે, પછી તેને પ્રતિષ્ઠા આપનાર કોઈ નથી, અલ્લાહ કરે છે જે કંઈ ચાહે છે. (સૂરઃ હજ્જ-૨૨ઃ૧૮)”. એક બીજી જગ્યા જણાવવામાં આવ્યું ઃ “મેં જોયું કે તે અને તેની કોમ અલ્લાહને છોડીને સૂર્યના આગળ સિજદો કરે છે” – શૈતાને તેમના કાર્યો તેમના માટે શોભાસ્પદ બનાવી દીધા અને તેમને મુખ્ય માર્ગથી રોકી દીધા, આ કારણે તેઓ સન્માર્ગ પામતા નથી… (સૂરઃ નમ્લ-૨૭ઃ૨૪)”. પછી અલ્લાહે પોતાની બાદશાહીનું વર્ણન કરતા ફરમાવ્યું ઃ “તે દિવસમાં રાત અને રાતમાં દિવસને પરોવીને લઈ આવે છે. ચંદ્ર અને સૂર્યને તેણે આધીન બનાવી રાખ્યા છે. આ બધું જ એક નિશ્ચિત સમય સુધી ચાલી જઈ રહ્યું છે. તે જ અલ્લાહ (જેના આ બધા જ કામ છે) તમારો માલિક અને પાલનહાર છે. રાજ્ય તેનું જ છે. તેને છોડીને બીજા જેને તમે પોકારો છો તેઓ એક તણખલાના પણ માલિક નથી. (સૂરઃ ફાતિર-૩૫ઃ૧૩)”. અને આ પણ કહ્યુંઃ “અલ્લાહની નિશાનીઓમાંથી છે આ રાત્રિ અને દિવસ તથા સૂર્ય અને ચંદ્ર. સૂર્ય અને ચંદ્રને સિજદો ન કરો, બલ્કે તે અલ્લાહને સિજદો કરો જેણે એમનું સર્જન કર્યું છે, જો વાસ્તવમાં તમે તેની જ ઉપાસના કરવાવાળા છો. (સૂરઃ હા-મીમ અસ્-સજદહ-૪૧ઃ૩૭)”. આ અલ્લાહની નિશાનીઓ નથી કે તમે આ સમજો છો આની ઉપાસના કરવા લાગો કે અલ્લાહ તેમના સ્વરૃપમાં પોતાને પ્રગટ કરી રહ્યા છે. બલ્કે આ અલ્લાહની નિશાનીઓ છે જેના પર વિચાર કરવાથી આપણે બ્રહ્માંડની અને સમગ્ર વ્યવસ્થા વાસ્તવિક્તા સમજી શકીએ છીએ અને જાણી શકીએ છીએ કે અંબિયા (ઇશદૂતો) અ.સ. જે તૌહીદ (એકેશ્વરવાદ)નો શિક્ષણ આપી રહ્યા છે તે જ સત્ય છે.
વાતની પૃષ્ઠભૂમિમાં ફકત સૌથી ઊંચું કોઈનું સ્થાન છે તો એ ખુદા અને તેના સર્જનની વાસ્તવિક હેસિયતથી પરિચિત હોવું છે. સાથે જ ખુદા અને તેના બંદાઓના નિશ્ચિત અને સંબંધિત જવાબદારીઓની ચુકવણીમાં હંમેશા વ્યસ્ત રહેવું છે. આ બે ક્રિયાઓના પરિણામમાં વિશ્વાસ સાથે કહી શકાય છે કે વ્યક્તિ, રાષ્ટ્ર અને મિલ્લત દરેક પ્રકારની પ્રકટ અને છુપી બીમારીઓથી સુરક્ષિત થઈ શકશે.
maiqbaldelhi@gmail.com
maiqbaldelhi.blogspot.com