ઇસ્લામના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે મુસ્લિમોએ તો બેહિસાબ લખ્યું છે, આજે પણ લખી રહ્યા છે અને ભવિષ્યમાં પણ લખશે પરંતુ આ મહામાનવ કે માનવશ્રેષ્ઠ કે માનવતાના ઉપકારક તથા માનવતાના મુક્તિદાતા વિશે અન્ય ધર્મીઓએ પણ પ્રશંસા-પુષ્પો રજૂ કર્યા છે. એવો જ એક પુષ્પ એક ખ્રિસ્તી માઇકલ હાર્ટ દ્વારા વિશ્વના ૧૦૦ મહાન લોકો વિશે લખાયેલ પુસ્તક ‘્રી ઁેહઙ્ઘિીઙ્ઘ’માંથી આ લેખ ‘યુવાસાથી’ના વાચકો માટે ગુજરાતી અનુવાદ કરી રજૂ કરીએ છીએ. આ લેખનું મહત્ત્વ એટલા માટે પણ છે કે હજારો વર્ષ દરમ્યાન થઈ ગયેલા વિશ્વના મહાન ૧૦૦ લોકોમાં ઈસા અ.સ.ને બદલે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક ખ્રિસ્તી લેખકે પ્રસ્તુત કર્યા છે. તેણે તેના કારણ પણ આપ્યા છે. – તંત્રી
શકય છે કે અત્યંત પ્રભાવકારી વ્યક્તિઓની યાદીમાં હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ગણના સૌથી પહેલા કરવા બદલ કેટલાક સાથીઓને આશ્ચર્ય થાય અને કેટલાક લોકો વાંધો પણ ઉઠાવે. પરંતુ આ એકમાત્ર ઐતિહાસિક હસ્તી છે જે ધાર્મિક અને દુન્યવી બંને મોરચે બરાબર રીતે સફળ રહી.
હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે વિનમ્રપણે પોતાના પ્રયત્નોની શરૃઆત કરી અને વિશ્વના મહાન ધર્મોમાંથી એક ધર્મનો પાયો નાખ્યો અને તેને ફેલાવ્યો. તેઓ એક અત્યંત પ્રભાવશાળી કે અસરકારક રાજકીય અગ્રણી/ માર્ગદર્શક પુરવાર થયા. આજે ૧૩૦૦ વર્ષ વીતી ગયા પછી પણ તેમના પ્રભાવો માનવો ઉપર હજી પણ સંપૂર્ણ અને ગાઢ છે.
આ પુસ્તકમાં સામેલ અનેક વ્યક્તિઓનું આ સદ્ભાગ્ય રહ્યું છે કે તે વિશ્વના સાંસ્કૃતિક કેન્દ્રોમાં જન્મ્યા અને ત્યાં જ એવા લોકો વચ્ચે ઉછર્યા કે જે સામાન્ય રીતે ઉચ્ચ સભ્યતા તથા સંસ્કૃતિ પામેલા કે રાજકીય રીતે કેન્દ્રીય હેસિયત ધરાવતી કોમો હતી. આનાથી ઊલ્ટું તેમનો જન્મ દક્ષિણ આરબમાં મા શહેરમાં ઈ.સ.પ૭૦માં થયો. આ ત્યારે વ્યાપાર, કળા અને જ્ઞાનના કેન્દ્રોથી બહુ દૂર વિશ્વનો જૂનવાણી પ્રદેશ હતો. તેઓ છ વર્ષના હતા ત્યારે તેમની માતાનો ઇન્તેકાલ થયો. તેમનો ઉછેર આમ-સ્તરે થયો. ઇસ્લામી ઇતિહાસ આપણને જણાવે છે કે તેઓ ‘અનપઢ’ હતા. પચ્ચીસ વર્ર્ષની વયે તેમના લગ્ન એક ધનિક મહિલા સાથે થયા. તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો. તેમ છતાં ચાલીસ વર્ર્ષની વય સુધી પહોંચતા પહોંચતા લોકોમાં તેમનો એક અસાધારણ માનવ હોવાનો પ્રભાવ સ્થાપિત થઈ ચૂકયો હતો.
એ વખતે મોટાભાગના આરબો બુત-પરસ્ત હતા. તેઓ અનેક દેવતાઓ ઉપર ઈમાન ધરાવતા હતા. મામાં અલબત્ત ખ્રિસ્તીઓ તથા યહૂદીઓની નાની-નાની વસાહતો પણ મોજૂદ હતી. તેમના જ માધ્યમથી આપ એકમાત્ર ખુદાની કલ્પનાથી વાકેફ થયા. જ્યારે તેમની વય ચાલીસ વર્ષ હતી, ત્યારે તેમને લાગ્યું કે એકમાત્ર ખુદાની મુબારક ઝાત તેમની સાથે પોતાના ફરિશ્તા જિબ્રઈલના માધ્યમથી વાતચીત કરી રહ્યો છે અને આ કે તેમને સાચા અકીદાના પ્રચાર માટે પસંદ કરવામાં આવ્યો હતો.
ત્રણ વર્ષ સુધી તેઓ પોતાના નિકટના સગા-સંબંધીઓમાં જ પોતાના દૃષ્ટિકોણ કે વિચારધારાઓનો પ્રચાર કરતા રહ્યા. લગભગ ૬૧૩ ઈસવીમાં તેમણે ખુલ્લેઆમ પ્રચાર શરૃ કર્યો. ધીમે ધીમે તેમને પોતાના સમ-વિચારકોનું સામિપ્ય પ્રાપ્ત થયું તો માના સત્તા કે વગ ધરાવતા લોકોએ તેમની ઝાત (વ્યક્તિત્વમાં) પોતાના માટે ખતરો જણાયો. ઈ.સ.૬રરમાં પોતાના પ્રાણની રક્ષાના હેતુથી મદીના ચાલ્યા ગયા. (આ માની ઉત્તરે ર૦૦ માઈલના અંતરે આવેલ એક શહેર છે) ત્યાં તેમને એક મોટા રાજકારણીની હેસિયત પ્રાપ્ત થઈ.
એ ઘટનાને ‘હિજરત’ કહેવામાં આવે છે. આ નબીના જીવનમાં એક સ્પષ્ટ વળાંક હતો. મામાં તો તેમને કેટલાક સાથીઓનો સમૂહ પ્રાપ્ત હતો. મદીનામાં તેમની સંખ્યા ખૂબ જ વધારે થઈ ગઈ. ટૂંકમાં જ તેમના વ્યક્તિત્વની અસરો સ્પષ્ટ થઈ ગઈ, અને તેઓ એક સંપૂર્ણ શાસક બની ગયા. આગામી કેટલાક વર્ષોમાં તેમના અનુયાયીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો, અને મદીના તથા માની વચ્ચે કેટલાક યુદ્ધો લડવામાં આવ્યા. જેમનો અંત ઈ.સ.૬૩૦માં આપના વિજય તથા મામાં એક વિજેતા તરીકે પાછા ફરવાની સાથે આવ્યો. તેમના જીવનના આગલા અઢી વર્ર્ષોમાં આરબ કબીલાઓ ઝડપથી એ નવા ધર્મના વર્તુળમાં દાખલ થયા. ઈ.સ.૬૩રમાં આપની વફાત થઈ, તો આપ આરબના દક્ષિણી ટાપુઓના સૌથી વધુ પ્રભાવશાળી શાસક બની ચૂકયા હતા.
આરબના બદૃુ કબીલાઓ કડક સ્વભાવના લડાયકોની હેસિયતથી ઓળખાતા હતા, પરંતુ તેઓ સંખ્યામાં ઓછા હતા. ઉત્તરીય કૃષિ વિસ્તારોમાં વસેલ વિશાળ સલ્તનતોના સૈન્યની સાથે તેમની કોઈ બરાબરી ન હતી. તેમ છતાં આપે ઇતિહાસમાં પ્રથમ વખત તેમને ભેગા કર્યા. આ એકમાત્ર પ્રત્યક્ષ ખુદા ઉપર ઈમાન લઈ આવ્યા. એ નાના આરબ સૈન્યોએ માનવ-ઇતિહાસમાં વિજયોનો એક આશ્ચર્યજનક સિલસિલો સ્થાપિત કર્યો. આરબના ટાપુઓની ઉત્તરે સાસાનીઓની નવી ઈરાની સલ્તનત સ્થપાયેલ હતી. ઉત્તર-પશ્ચિમમાં બાઝન્તીની કે પૂર્વીય સલ્તનત રૃમા હતી જેની ધરી કોન્સ્ટેન્ટીનોપલ હતું.
સંખ્યાની દૃષ્ટિએ આરબ સૈન્યનો પોતાના હરીફો સાથે કોઈ મેળ ન હતો. તેમ છતાં યુદ્ધ મેદાનમાં મામલો જુદો હતો. એ પુરજોશ આરબોએ ખૂબ જ ઝડપથી તમામ મેસોપોટેમિયા, શામ (સીરિયા) અને ફલસ્તીન ઉપર વિજય મેળવ્યો. ઈ.સ.૬૪રમાં મિસર (ઇજિપ્ત)ને બાઝન્તીના પ્રભુત્વથી છોડાવ્યો, જ્યારે કે ઈ.સ.૬૩૭માં કુદસિયાના યુદ્ધ તથા ઈ.સ.૬૪રમાં નિહાવિંદના યુદ્ધમાં ઈરાની સૈન્યોને તબાહ-બરબાદ કર્યા.
તેમ છતાં નબીએ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જાનશીન અને નિકટના સહાબા હઝરત અબૂબક્ર રદિ. અને હઝરત ઉમર ઇબ્નુલ ખત્તાબ રદિ.ના નેતૃત્વ હેઠળ મળનાર એ મહાન વિજયો ઉપર જ મુસલમાનોએ સંતોષ ન માન્યો. ઈ.સ.૭૧૧ સુધી આરબ સૈન્યો દક્ષિણ આફ્રિકાની પેલે પાર એટલાન્ટિક મહાસાગર સુધી પોતાની વિજય પતાકાઓ લહેરાવી ચૂકી હતી. પછી તેઓ ઉત્તર તરફ વળ્યા અને જિબ્રાલ્ટરની ખાડી પાર કરી સ્પેનમાં ‘વેસી ગોથક’ સલ્તનત ઉપર કબજો કર્યો.
એક સમયે તો એવું જણાતું હતું કે, મુસલમાનો તમામ ખ્રિસ્તીય યુરોેેપ ઉપર કબજો જમાવી લેશે. તેમ છતાં ઈ.સ.૭૩રમાં તૂરના જાણીતા યુદ્ધમાં કે જ્યારે મુસ્લિમ સૈન્યો ફ્રાન્સમાં પ્રવેશી ચૂકયા હતા, ત્યારે ફ્રાંક કોમના સૈન્યોએ તેમને અંતમાં ભારે પરાજય આપ્યો. યુદ્ધ તથા લડાઈની એ સદીમાં એ બદવી કબીલાઓએ નબીના શબ્દોથી ગરમાવો લઈને ભારતની સીમાઓથી લઈ એટલાન્ટિક મહાસાગર સુધી એક મહાન સામ્રાજ્ય સ્થાપી લીધું. એટલું મોટું સામ્રાજ્ય કે આ અગાઉ ઇતિહાસમાં કોઈ દૃષ્ટાંત નથી મળતું જ્યાં એ સૈન્યોએ વિજયો હાસલ કર્યા, ત્યાં જ મોટાપાયે લોકો એ નવા અકીદા પ્રત્યે આકર્ષાયા.
પરંતુ આ તમામ વિજયો ટકાઉ પુરવાર ન થયા. ઈરાની જો કે ઇસ્લામ *ત્યે વફાદાર રહ્યા પરંતુ તેમણે આરબોથી આઝાદી મેળવી લીધી. સ્પેનમાં સાત સદીઓ સુધી ગૃૃહયુદ્ધ ચાલતું રહ્યું, અને અંતે સ્પેનના ટાપુઓ ઉપર ફરીથી ખ્રિસ્તીઓનો કબજો થઈ ગયો. પૌરાણિક સંસ્કૃતિના આ બે પારણાઓ મેસોપોટેમિયા અને મિસર આરબોના પ્રભુત્વ કે કબજા હેઠળ જ રહ્યા. આ જ ટકાઉપણું ઉત્તર આફ્રિકામાં પણ સ્થાપિત રહ્યું. આગામી સદીમાં આ નવો ધર્મ મુસ્લિમ વિજિત વિસ્તારોની વાસ્તવિક સીમાઓથી પણ પાર ફેલાઈ ગયો. આજે આફ્રિકા તથા મધ્ય એશિયામાં આ ધર્મના કરોડો અનુયાયીઓ મોજૂદ છે. આ જ સ્થિતિ પાકિસ્તાન, ઉત્તર ભારત અને ઇન્ડોનેશિયામાં પણ છે. ઇન્ડોનેશિયામાં તો આ ધર્મે એક સંગઠિત કરી દેનારા તત્ત્વની ભૂમિકા નિભાવી. ભારત-પાક. ઉપખંડમાં હિંદુ-મુસ્લિમ વિવાદ એક સામૂહિક સંગઠનના માર્ગમાં હજી પણ એક અડચણ ઊભેલી છે.
પ્રશ્ન આ છે કે આપણે કેવી રીતે માનવ ઇતિહાસ ઉપર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રભાવોનું વિશ્લેષણ કરી શકીએ છીએ. તમામ ધર્મોની જેમ ઇસ્લામે પણ પોતાના અનુયાયીઓના જીવન ઉપર ઊંડી અસરો નાખી છે. આ જ કારણ છે કે લગભગ બધા જ મહાન ધર્મોના સ્થાપકો આ પુસ્તકમાં સામેલ છે. હાલમાં ખ્રિસ્તીઓ મુસલમાનો કરતાં સંખ્યાની દૃષ્ટિએ બમણા છે. આથી વાત વિચિત્ર લાગે છે કે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઈ.સા. અ.સ. મસીહ કરતાં ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. આ નિર્ણયના બે મૂળભૂત કારણો છે. પ્રથમ આ કે ખ્રિસ્તીઓ ધર્મના વિકાસમાં યસૂઅ મસીહની ભૂમિકાની સરખામણીમાં ઇસ્લામના વિકાસમાં હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ભૂમિકા અનેકગણી વધારે અને મહત્ત્વની રહી. જો કે ખ્રિસ્તી ધર્મના મૂળભૂત નૈતિક અકીદાઓ કે આસ્થાઓની રચનામાં યસૂઅનું વ્યક્તિત્વ પાયાનું રહ્યું. (એટલે કે જ્યાં સુધી આ યહૂદી અકીદાઓથી પણ અલગ છે). સેન્ટ પોલે જ ખરા અર્થમાં ખ્રિસ્તી ઈશ્વરીયતાના વિકાસમાં વાસ્તવિક પ્રગતિ સાધી. તેણે ખ્રિસ્તી અનુયાયીઓમાં વધારો પણ કર્યો અને તે નવા કરારનામાના એક મોટાભાગનો લેખક પણ છે.
હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફકત ઇસ્લામની ઈશ્વરીયતાની રચનામાં સક્રિય હતા એટલું જ નહીં, બલ્કે તેના મૂળભૂત નૈતિક નિયમો પણ વર્ણવ્યા. આ ઉપરાંત તેમણે ઇસ્લામના વિકાસ માટે પણ પ્રયત્નો કર્યા તથા તેની ધાર્મિક ઇબાદતોની પણ સ્પષ્ટતાઓ કરી.
હઝરત ઈસા અ.સ. મસીહની વિરૂદ્ધ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફકત એક સફળ અગ્રણી કે નેતા હતા એટલું જ નહીં બલ્કે એક ધાર્મિક અગ્રણી એકે વડા પણ હતા. વાસ્તવમાં એ જ આરબ વિજયોની પાછળ રહેલ અસલ તાકાત હતા. આ દૃષ્ટિએ તેઓ સમગ્ર્ર માનવ ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવિત કરનાર રાજકીય નેતા પુરવાર થયા છે.
અત્યંત મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ સંબંધે કહી શકાય છે કે તે અનિવાર્ય હતી. જો તેમનું માર્ગદર્શન કે નેતૃત્વ કરનાર કોઈ વિશેષ રાજકીય નેતા ન પણ હોત તો પણ તે ઘટીને જ રહેતી. દા.ત. જો સાઇમન બોલીવર કયારેય પેદા થયો ન હોત, તો પણ ઉત્તરીય અમેરિકી વસાહતો સ્પેનથી આઝાદી મેળવી જ લેત, પરંતુ આરબ વિજયો વિશે એવું નથી કહી શકાતુું. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી પહેલા એવું કોઈ દૃષ્ટાંત મોજૂદ નથી. આ વાત ઉપર ભરોસો કરવામાં ખચકાટ અનુભવવાનું કોઈ જ કારણ નથી કે પયગમ્બર વિના આ વિજયો શકય ન હતા. માનવ ઇતિહાસમાં આના જેવો એક દાખલો તેરમી સદી ઈસ્વીમાં થનાર મોંગોલોના વિજયો છે, જે મૂળભૂત રીતે ચંગેઝખાનના પ્રભાવ હેઠળ થયા. આ વિજયો આરબો કરતાં ઘણાં વધારે મોટા અને વિશાળ હોવા છતાં હરગિજ ટકાઉ કે સ્થાયી ન હતા. આજે મોંગોલોના કબજામાં ફકત એ જ વિસ્તારો બાકી રહી ગયા છે જે ચંગેેઝખાનના યુગમાં તેમના પ્રભુત્વ કે અધિકાર હેઠળ હતા.
આરબ વિજયોનો મામલો આનાથી ઘણો જુદો છે. ઇરાકથી મોરો સુધી આરબ કોમને રાષ્ટ્રોની એક સાંકળ ફેલાયેલ છે. તેઓ ફકત પોતાના સમાન કે સંયુકત અકીદા ‘ઇસ્લામ’ના જ કારણે પરસ્પર સંગઠિત નથી બલ્કે તેમની ભાષા, ઇતિહાસ અને સભ્યતા પણ સમાન ને સંયુકત છે. કુઆર્ને મુસ્લિમ સંસ્કૃતિમાં કેન્દ્રીયતા પેદા કરી છે અને આ હકીકત પણ છે કે આને અરબીમાં લખવામાં આવ્યું. કદાચ આ જ કારણે અરબી ભાષામાં પરસ્પરની સમજી ન શકાય તેવા વિવાદમાં ગુંચવાઈને વેર-વિખેર ન થઈ. જો કે દરમ્યાનની તેરમી સદીમાં એવી શકયતાઓ ઊભી થઈ ગઈ હતી. નિઃશંક એ આરબ રાજ્યોની વચ્ચે મતભેદો અને વિભાજન મોજૂદ છે. આ વાત સમજી શકાય તેવી પણ છે, પરંતુ આ આંશિક દૂરી આપણને સંગઠનના એ મહત્ત્વના તત્ત્વોની ઉપેક્ષા કરવા તરફ આકર્ષિત નથી કરી શકતા જે હંમેશથી મોજૂદ રહ્યા. દા.ત. ઈરાન તથા ઇન્ડોનેશિયા બંને તેલ પેદા કરનારા અને મુસ્લિમ દેશો છે. પરંતુ ઈ.સ.૧૯૭૩-૭૪ની શરદ ઋતુમાં થનારા તેલના વેપારના પ્રતિબંધના નિર્ણયમાં સામેલ ન હતા. આ માત્ર સંજોગ નથી કે તમામ આરબ રાજ્યો અને ફકત આરબ રાષ્ટ્રો જ એ નિર્ણયમાં સામેલ હતા.
અમે જાણીએ છીએ કે સાતમી સદી ઈસ્વીમાં આરબ વિજયોની માનવ ઇતિહાસ ઉપર અસરો હજી પણ મોજૂદ છે. આ દીની તથા દુન્યવી અસરોનું એવું અજોડ જોડાણ છે કે જે મારા વિચારે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને માનવ ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વનો દરજ્જો આપવાનું ઔચિત્ય બને છે.