Friday, November 22, 2024
Homeઓપન સ્પેસપ્રેમનો વેપાર : વેલેન્ટાઈન ડે

પ્રેમનો વેપાર : વેલેન્ટાઈન ડે

કોઈપણ સભ્ય સમાજમાં પ્રેમ એ એક મધુર અને સ્નેહપૂર્ણ સંબંધ છે. જો આ પ્રેમને ભારતીય પરિભાષામાં ઉલ્લેખીત કરવામાં આવે તો તેની હદ-મર્યાદા કોઈ પ્રેમી-યુગલ કે નવ-વિવાહિત દંપતીથી જ સંબંધીત નથી રહેતી, પરંતુ તે સમાજના અન્ય સંબંધ જેવા કે સામાજીક અને આર્થિક રીતે પછાત લોકો માટે પણ આ પ્રકારનો સ્નેહ અત્યંત જરૂરી હોય છે.

વ્યવસાયીકરણના આ યુગમાં જેમ શિક્ષણ અને મનોરંજનને વેચવામાં આવ્યુ છે, તે જ પ્રમાણે પ્રેમના આ મધુર અને પવિત્ર સંબંધને વેચવાની દુકાનો પણ લાગી ચુકી છે.

ભારતીય સંસ્કૃતિ પર એક સખ્તપ્રહાર ૧૪ ફેબ્રુઆરી ના નામ પર કરવામાં આવે છે. જે દિવસે આ પ્રેમની દુકાન પર ઘણા નવા અને જુના ગ્રાહકો પોતાના પ્રેમનો વેપાર જોરશોરથી કરવાની કોશીશ કરતા હોય છે.

આ પ્રેમના વેપારના શુભ સમયની રીતે ફેબ્રુઆરી માસને ખાસ કરવામાં આવ્યો છે. જેમાં રોઝ ડે, ચોકલેક ડે અને આવા અનેક ‘દિવસો’ ઉજવવામાં આવે છે. જેથી કરીને આ પ્રેમનો પવિત્ર સંબંધ કોઈ વિશેષ વ્યક્તિ અને વિશેષ સમયના બંધનમાં કસીને બાંધેલો હોય તેવું લાગે છે. માતા-પિતા, ભાઈ-બહેન, સગા-સંબંધીઓ અને સમાજ માટે અનંત-કાળ સુધી રહેનારો આ પવિત્ર અને પાવન અભિવ્યક્તિ આ બંધનોમાંથી મુક્ત થવા ઇચ્છે છે.

લાખો રૂપિયાના ફોન-કોલ્સ, એસએમએસ અને કરોડો કાર્ડોનું વેચાણનો ફાયદો કઈ મલ્ટી નેશનલ કંપનીઓને થઈ રહ્યો છે અને આ કંપનીઓ આ ભાવનાત્મક સંબંધને કેમ વેચવા માંગે છે અને આનો ભારતીય સંસ્કૃતિ પર શું પ્રભાવ પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ નિર્માણ થશે?

૬૫% યુવાશક્તિથી સુસજ્જ આ ભારતના સમજદાર અને ચિંતિત લોકોએ વિચારવું જોઈએ કે તેના નુકસાન જેટલા છે તેનાથી પણ વધીને ફાયદા વધારે ખતરનાક છે.

આંખો ખોલીને આ ‘પશ્ચિમી પ્રેમ’ની અવધારણાને જેટલા સંવેદનશીલ થઈને સમાજના બુદ્ધિજીવીઓએ સમજવાની જરૂર છે તેટલું જ મહત્વ તેની વાસ્તવિક્તા સમજવાની આજની યુવાપેઢીને પણ જરૂર છે. પ્રેમની આ બનાવટી માનસિકતા અને ભાવનાઓ-રહિત સ્વરૂપ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે ઘાતક છે. . શું આ પ્રેમ એકાદ વર્ષથી આપણને મળેલી પ્રેમીકા કે પ્રેમી પ્રત્યે જ હોવું જોઈએ? ખરેખર તો તેના અસલ હકદાર ૨૫-૩૦ વર્ષથી આપણને પોતાના ખોળામાં રાખનારી મા પ્રતિ, આપણા જીવનપર્યંત સાથ આપનારા જીવનસાથી પ્રતિ, પોતાના અથાગ મહેનતથી આપણા પાલન-પોષણ કરનારા પિતા પ્રતિ, તેમજ આપણને સહજતાપૂર્વક સભ્યતા અને વેચારિકતાના આધારે ઘડવાવાળા સમાજ પ્રતિ હોવું જોઈએ.

શોર્ટ-ટર્મની આ પ્રેમાભિવ્યક્તિ કે જે માત્ર એક શારિરીક આકર્ષણથી વધીને કશું હોતો નથી. તેમજ માનસિક સંતુલન અને ભાવનાઓથી સજાવવાની જરૂર હોય છે. તેના થકી જ આ મધુર સંબંધ અને અહેસાસ બધાને માટે અને સદાયને માટે રહી શકે છે.

પ્રેમ ભલે નવ-વિવાહિત યુગલોમાં હોય, માતા-પિતા પ્રત્યે હોય, ભાઈ-બહેન પ્રતિ હોય, સગા-સંબંધિઓથી  હોય કે પછી સામાજીક અને આર્થિક રીતે પછાત સમુદાયથી કે જેઓ આપણાથી બે મીઠા બોલની આશાઓ રાખીને બેઠા હોય છે. બધાને માટે આ પ્રેમ માત્ર પ્રેમ જ રહેવા જોઈએ. તેનો વેપાર કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહિ આવે.

આ વાસ્તવિક પ્રેમથી જ્યાં આપણી પવિત્ર ભાવનાઓ જોડાયેલી છે ત્યાં જ આપણા વ્યક્તિત્વ અને વકતવ્યને પ્રભાવશાળી બનાવવા માટે તે આવશ્યક હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments