અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
“અને તમે સૌ અલ્લાહની બંદગી કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો, મા-બાપ સાથે નેક વર્તાવ કરો, સગા-સંબંધીઓ અને અનાથો અને જરૂરતમંદ લોકો સાથે સદ્વર્તન દાખવો, અને પાડોશી સગા સાથે, અજાણ્યા પાડોશી અને પડખે બેસનારા સાથીઓ સાથે.” (કુઆર્ન – ૪:૩૬)
કાર્ય બે પ્રકારના હોય છે. અખત્યારવાળા અને જેના પર અખત્યાર ન હોય તે. અખત્યારવાળઓ કાર્ય તે છે જે માનવીના વશ માં હોય છે. જેમકે પાણીમાં કૂદવું કે ન કૂદવું, મોઢેથી ખાવું કે ન ખાવું. અખત્યાર બહારનું કાર્ય તે છે જે માનવીના વશમાં નથી હોતું. જેમકે પાણી ઉપર ચાલવું, નાકથી ખાવું. માનવીને નિષ્ફળતા ત્યારે મળે છે કે જ્યારે તે અખત્યાર બહારના કાર્યને અખત્યારવાળું બનાવવા ચાહે છે.
પ્રેમ એક લાગણી છે, જે અખત્યાર બહારની વસ્તુ છે. માનવી કોનાથી પ્રેમ કરે, કોનાથી નહીં, આ માનવીના વશમાં નથી હોતું. એક વ્યક્તિ બહુ સુંદર છે, બહુ સારી છે, પરંતુ આપણને તેનાથી પ્રેમ નથી હોતો. એક વ્યક્તિ બહુ કુરૃપ છે, બહુ ખરાબ છે, આપણને તેનાથી પ્રેમ થઈ જાય છે. હક આપવો, એક અખત્યારીની વાત છે. માનવી કોનો હક આપે અને કોનો નહીં, આ માનવીના વશમાં હોય છે.
પોતાના પાડોશી સાથે એવો પ્રેમ કરો, જેવી રીતે પોતાની જાત સાથે કરો છો. દરેક પાડોશી સાથે પ્રેમ કરવો એ માનવીના વશમાં નથી હોતું. આ એક અખત્યાર બહારનું કાર્ય છે, જેને અખત્યારથી બનાવી નથી શકાતું. દરેક પાડોશીનો હક આપવો, માનવીના વશમાં હોય છે. ચાહે તેે પાડોશીનો હક આપે, ચાહે તો ન આપે. ઇસ્લામ માનવીને કહે છે કે પાડોશી તમને પસંદ છે કે નાપસંદ, તેનાથી તમને પ્રેમ છે કે નહીં, તેનાથી કોઈ ફેર નથી પડતો. તમે પાડોશીનો હક આપો, ખુદા તમારાથી રાજી થઈ જશે. આ એક વ્યવહારિક વાત છે, નહીં કે વૈચારિક વાત. આને ૧૦૦ માંથી ૧૦૦ લોકો પણ કરી શકે છે. હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ પાડોશીઓ ઉપર એકબીજાના આ હક્કો બતાવ્યા છેઃ પાડોશી બીમાર હોય તો તેની મુલાકાત લેવામાં આવે, અને તેની મદદ કરવામાં આવે. પાડોશીનું મૃત્યુ થાય તો તેના જનાઝા સાથે જવામાં આવે. પાડોશીને જરૂરત હોય તો તેને ઉધાર આપવામાં આવે. પાડોશીને કોઈ સફળતા કે ખુશી મળે તો તેને મુબારકબાદ આપવામાં આવે. પાડોશીને કોઈ તકલીફ (નિષ્ફળતા, બીમારી, દુર્ઘટના, મૃત્યુ વિગેરે) હોય તો સાંત્વના આપવામાં આવે. પાડોશી ભૂખ્યો કે નિર્વસ્ત્ર હોય તો તેને ભોજન કે વસ્ત્ર આપવામાં આવે. પોતાના ઘરને પાડોશીના ઘરથી ઊંચું કરવામાં ન આવે; જેથી કરી તેને મળનારી હવા રોકાઈ ન જાય. પોતાના ઘરના ચૂલાના ધુમાડાથી તેને (પાડોશીને) તકલીફ આપવામાં ન આવે.
ભૂખ-રહિત દુનિયા શક્ય છે, જો હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ની આ વાત ઉપર અમલ કરવામાં આવે તો “મુસલમાન એ નથી કે જે પોતે તો પેટ ભરીને ખાય, અને તેનો પાડોશી ભૂખ્યો સૂવે.” દુનિયામાં દરેક માનવી, દરેક સમયે કોઈ ને કોઈ બીજા માનવીનો પાડોશી છે. Mr. A, Mr. Bનો, Mr. B, Mr. Cનો… એક માનવી ક્યારેક એક માનવીનો પાડોશી હોય છે, અને ક્યારેક કેટ-કેટલાય માનવીઓનો માનવી ક્યારેક ઘરનો પાડોશી હોય છે, ક્યારેક કાર્યાલયનો, ક્યારેક પ્રવાસનો, તો ક્યારેક દેશનો. માનવીના ક્યારેક સગા-સંબંધી (રિશ્તેદાર) પાડોશી હોય છે, તો ક્યારેક અજાણ્યો પાડોશી. માનવી ક્યારેક કાયમી પાડોશી હોય છે, તો ક્યારેક હંગામી.
જો દરેક માનવી, માત્ર આ વાતનું ધ્યાન રાખે કે તેના પાડોશીએ ખાવાનું ખાધું છે કે નહીં, જો નથી ખાધું તો ખવડાવી દે, તો દુનિયામાં ક્યારેય કોઈ માનવી ભૂખ્યો નહીં સૂવે, ન તો ક્યારેય ભૂખથી મરશે.