જો mob lynchingની ઘટનાઓ અચાનક દેખાતાનું ક્રોધનું પરિણામ હોત તો ઇન્સ્ટન્ટ વિરોધ દ્વારા આપણે આપણા દુઃખ અને ગુસ્સો પ્રકટ કરીને અપરાધીઓને પકડવા અને સજા અપાવવા માટે સરકારથી માંગ કરતા… આના માટે વિરોધ-પ્રદર્શનોની શ્રૃંખલાઓ ચલાવતા… પરંતુ આ કોઈ અચાનકથી દેખાતો ક્રોધ નથી… આ બધી આયોજીત-પ્રાયોજિત ઘટનાઓ છે… એક ‘દ્વેષયુક્ત વિચારધારા’એ વર્ષો સુધી દ્વેષ (hate)ની ખેતી કરી છે, હવે તેઓ સામાજિક-રાજકીય સ્તરે દેશનો એક મોટું સત્ય છે… તે ડીપ રૃટેડ છે… એ સમજવું પડશે… આપણે ડહાપણના અભાવના કારણે ઊંઘતા રહ્યા અને આ દ્વેષયુક્ત વિચારાધારાના લોકો આયોજનબદ્ધ અને સંગઠિત રીતે કામ કરતા રહ્યા… તેઓએ પોતાની વિચારધારાને આગળ વધારવા માટે ઘણી એનજીઓ અને આઉટફિટ્સ સ્થાપિત કર્યા… લાખો શાળાઓ અને સંસ્થાઓ ઊભી કરી… માસ-મીડિયા જારી કર્યા… સાહિત્ય અને કળાના મેદાનનો ભૂરપૂર ઉપયોગ કરવામાં આવ્યો… ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાકાત ઝોકવામાં આવી… બાળકોના પાઠ્યપુસ્તક ડિઝાઈન કરવામાં આવ્યા… નવી પેઢીના માનસિક પરિવર્તન માટે આખેઆખા પેકેજ બનાવવામાં આવ્યા, અને તે સંપૂર્ણ ક્ષમતા સાથે લાગુ કરવામાં આવ્યા.. ભણેલા સરેરાશ મગજમાં ઝેર ભરવા માટે શાખાઓ અને વર્કશોપ ચલાવવામાં આવ્યા… ધર્મને તેની આત્માથી કાપીને ધાર્મિક અફીણના પાઉડરો તૈયાર કરી ભાવુક લોકોને ચટાવવામાં આવ્યા અને પછી આ મદમસ્ત (ઉન્મત્ત) લોકોનો રાજકીય સ્વાર્થ માટે ભરપૂર પ્રયોગ કરવામાં આવ્યા… સંસ્કૃતિ અને સંપ્રદાયને ‘ભગવાન’ બનાવવામાં આવ્યો… સંસ્કૃતિ અને સંપ્રદાયના અમુક પ્રતીકોને આકાર આપવામાં આવ્યા, આના ઉપર જીવવા-મરવાના સોગંધ લેવડાવ્યા… લાંબાગાળાના રાજકીય લાભ માટે શત્રુઓ ઊભા કર્યા અને પછી ‘બધા મળીને અંદરના દુશ્મનને વિનાશ કરો’નો ચેલેન્જ રજૂ કરવામાં આવ્યો… જર્મની, ચીન, રૃસ વિગેરે દેશોના પોતાના ‘અંદર’ના શત્રુઓનો વિનાશ કરી વિકાસ યાત્રા આગળ વધારવાની વાર્તાઓ બનાવવામાં આવી અને પ્રચારિત કરવામાં આવી.. શું નથી કરવામાં આવ્યું ???
… અને આનો સામનો કરવા માટે મોટાભાગે વિધવા વિલાપ, ખાધેલા-પીધેલા શહેરી લિબરલ લોકોના મોટા શહેરોના એક વિશેષ સ્થાન ઉપર વિરોધ-પ્રદર્શન, મેમોરેન્ડમ, કાળી-પટ્ટી વિગેરે… હવે એક ઓર વધારો સોશ્યલ્ મીડિયા ઉપર … (ક્રમશઃ)